દાંતાના રતનપુરમાં કાશ્મીરના 29 લોકોના રોકાણથી તર્કવિતર્ક
- જંગલમાં છુપાયેલા હોવાની પ્રધાનમંત્રીને રજુઆત
- બનાસકાંઠા કલેક્ટરની મંજૂરીથી કુપવારાના લોકો બસ મારફતે પરત મોકલાયા
પાલનપુર,
તા. 12 મે 2020, મંગળવાર
પ્રથમ તબક્કાના લોકડાઉન સમયે જમ્મુ કાશ્મીરના ૨૯ જેટલા
લોકોએ દાંતાના રતનપુર અને સતલાસણાના મુમાનવાસ ગામે ધાર્મિક પ્રવૃત્તિ માટે એક માસ
જેટલું રોકાણ કર્યું હતું અને બાદમાં કલેક્ટરની પરવાનગીથી બસ મારફતે જમ્મુ કાશ્મીર
પરત ફર્યા હોવાનું બહાર આવતા આ લોકોની ગતિવિધિઓને લી લોકોમાં તર્ક વિતર્ક ઉઠવા
પામ્યા છે અને તેમના રોકાણ અને પ્રવૃત્તિ અંગે તપાસ કરવાની ઉચ્ચ કક્ષાએ રજુઆત
કરવામાં આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર અને સતલાસણાના
મુમનવાસ ગામે પ્રથમ તબક્કાના લોકડાઉનમાં જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લાના ૨૯
જેટલા પુરુષોએ એક મહિના સુધી ધાર્મિક પ્રવૃત્તિ માટે રોકાણ કર્યું હતું અને બાદમાં
એપ્રિલ માસના પ્રથમ અઠવાડિયામાં બનસકાંઠા કલેક્ટર પાસે જમ્મુ કાશ્મીર પરત જવા
મંજુરી માગી હતી. જેમને પરમિશન મળતા તેઓ રાજકોટ પાસીંગની બસ મારફતે ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, પંજાબથી કુપવારા
પરત નીકળ્યા હોવાનું બહાર આવતા લોકડાઉન વચ્ચે ધાર્મિક પ્રવૃત્તિ માટે બનાસકાંઠામાં
એક માસ સુધી રોકાણ કરવાને લઈ તેમની ગતિવિધિઓને લઈ લોકોમાં શંકા, કુશંકાઓ
પ્રવર્તવા પામી છે. જેમાં સતલાસમાના સરતાનપુરના વિરેન્દ્રસિંહ લાલસિંહ ચોહાણ
દ્વારા જમ્મુ કાશ્મીરથી આવેલા લોકોના રોકાણ અને તેમની પ્રવૃત્તિ તેમજ ગતિવિધિઓની
તટસ્થ તપાસ કરવા માટે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
આ અંગે દાંતા મામલતદાર શું કહે છે ?
દાંતા મામલતદારે જણાવ્યુ ંહતું કે રતનપુરમા ંરોકાયેલા જમ્મુ
કાશ્મીરના ૨૯ નિવૃત્ત અધિકારીઓ પરત જવાની મંજુરી મેળવવા માટે બે વાર આવ્યા હતા.
પરંતુ મંજુરી કલેક્ટર ઓફિસથી મળતી હોય તેઓ ત્યાંથી પરમિશન મેળવીને પરત ફર્યા છે. આ
લોકો અહીં ધાર્મિક કામ માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું અને મસ્જિદમાં રોકાયા
હતા.
વડાપ્રધાન તેમજ ગૃહ વિભાગમાં લેખિત રજુઆત
લોકડાઉન વચ્ચે દાંતાના રતનપુરા અને સતલાસણાના મુમનવાસમાં
જમ્મુ કાશ્મીરના ૨૯ લોકોના શંકાસ્પદ રોકાણ અને તેમની પ્રવૃત્તિ અંગેની તપાસ કરવા
માટે સતલાસણાના સરતાનપુર ગામના વિરેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા વડાપ્રધાન, કેન્દ્રિય
ગૃહમંત્રી, મુખ્ય
સચિવને લેખિત રજુઆત કરવામાં આવી છે.