Get The App

અરજદારોને તા. પં.ના ધક્કા ખાવા નહી પડે ગ્રામ પંચાયતમાં જ મળશે આવકના દાખલા

- બનાસકાંઠામાં આવકના દાખલા મેળવવા માટે હવે

- મોટા ભાગની ગ્રામ પંચાયતોમાં જ ફોટાવાળા ઓનલાઇન દાખલા કાઢવાનો પ્રારંભ

Updated: Sep 23rd, 2019

GS TEAM

Google News
Google News
અરજદારોને તા. પં.ના ધક્કા ખાવા નહી પડે ગ્રામ પંચાયતમાં જ મળશે આવકના દાખલા 1 - image

પાલનપુર તા.22 સપ્ટેમ્બર 2019, રવિવાર

તાલુકા મથકે મળતા આવકના દાખલા ગ્રામ પંચાયતોમાં કાઢવાના સરકારી નિર્ણય થી હવે બનાસકાંઠામાં લોકોને આવકના દાખલા મેળવવા માટે તાલુકા મથકના ધક્કા ખાવા નહીં પડે ગ્રામ પંચાયતોને ઓનલાઇન ફોટા વાળા આવકના દાખલા આપવાની સત્તા મળતા જિલ્લાની મોટાભાગની ગ્રામપંચાયતમાં આવકના દાખલા કાઢવાનું પણ શરૃ કરવામાં આવ્યું છે. જેને ગ્રામીણ લોકોને આવકના દાખલા પાછળ થતો સમય અને નાણાંની બચત થશે.

સરકાર દ્વારા લોકોની સાચી આવક મર્યાદા ને ઓનલાઇન કરવાના હેતુંથી તાલુકા મથકે જરૃરી આધાર પુરાવા અને સોગધનામુ રજુ કરે તાલુકા વિકાસ અધિકારીની સહી થી અરજદાર ને ફોટાવાળો અને ત્રણ વર્ષ સુધીની મર્યાદા ધરાવતો આવકનો કાઢી આપવામાં આવતો હતો જેને લઇ છેવાડાના ગ્રામીણ લોકોને શિક્ષણ સહિત વિવિધ હેતું માટે આવકના દાખલા મેળવવા માટે તલુકા મથકના ધક્કા ખાવા પડતા હતા જેને લઇ લોકોને નાણાં અને સમયનો વ્યય કરવો પડતો હતો ત્યારે લોકોને આવકના દાખલા સરળતા થી અને ગ્રામ પંચાયત કચેરીમાં મળી રહે તે માટે સરકાર દ્વારા આવકના દાખલા કાઢવાની સત્તા ગ્રામપંચાયત કચેરીને આપવાનો નિર્ણય કરવામાં આવતા બનાસકાંઠાની મોટાભાગ ની ગ્રામ પંચાયતોમાં અવાકના ઓનલાઇન દાખલા કાઢવાની શરૃઆત કરવામાં આવી છે. જોકે લોકોને ગ્રામ કક્ષા એજ ઓનલાઇન આવકના દાખલા મળવાનું શરૃ થતાં આવકના દાખલા પાછળ થતો ખર્ચ અને સમય ની બચત થતા લોકોમાં આનંદની લાગણી છવાઇ છે. જોકે કેટલાક ગામડાઓમા ઇ ગ્રામ કેન્દ્ર પર વીસીઇની જગ્યાઓ ખાલી હોઇ લોકોને આવકના દાખલા મેળવવામાં અવગળતા ના પડે તે માટે વીસોઇઓની નિમણુંક કરવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

 આવકના દાખલા મેળવવાના આધાર પુરાવા

- અરજી ફોર્મ

- રેશનકાર્ડ

- આધારકાર્ડ

- ૮ અનો ઉતારો

- ઘર વેરાની પાવતી

- જમીન મહેસુલ વેરાની પાવતી

- સરકારી કર્મચારી હોય તો પગાર સ્લીપ

- ફોર્મ સાથે જોડવા પડશે

આવકના દાખલા માટે વીસીઇને તાલીમ અપાઇ

તાલુકા મથકે મળતા આવકના દાખલા ગ્રામ પંચાયત કેચરીમાંથી કાઢી આપવાના સરકારના નિર્ણય ને લઇ બનાસકાંઠાની ગ્રામ પંચાયત કચેરીમાં આવેલ ઇ-ગ્રામ સેન્ટરના વીસીઇ ને આવકના દાખલાઓ નીકળવા અંગે તાલુકા મથકો ખાતે તાલીમ આપવામાં આવી છે એન જે ગ્રામ પંચાયતમાં વીસીઇ નથી ત્યાં તેમની નિમણુક કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Tags :