બનાસકાંઠામાં કોરોનાના વધુ 14 કેસ 7 પુરુષ અને 7 મહિલા ઝપટમાં આવ્યા
- જિલ્લામાં કોરોના આંક 845 પર પહોંચ્યો
- ડીસા 7, પાલનપુર 3, ભાભર 1, વડગામમાં 1 કેસ પોઝિટિવ
પાલનપુર, તા. 31 જુલાઈ 2020, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં વધુ ૧૪ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં ૭ પુરુષ અને ૭ મહિલા કોરોના વાઈરસથી સંક્રમિત બનતા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક ૮૪૫ પર પહોંચવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા શુક્રવારે ૧૪ કોરોના પોઝિટિવ કેસ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ડીસામાં ૭, પાલનપુર ૩, ભાભર ૨ અને વડગામ બીએસએફમાં ૧ - ૧ કેસ જેમાં પુરુષ અને ૭ મહિલા દર્શાવવામાં આવેલ છે. જેમાં ભાભરના નેસડામાં ૪૪ વર્ષીય બીએસએફ, ભીલડીમાં ૩૫ વર્ષીય મહિલા, ડીસા સોડાપુર ૪૧ વર્ષીય ચંદ્રલોકમાં ઉ.વ. ૬૮ વર્ષીય વડાલી ફાર્મ ૫૫ વર્ષીય પુરુષ તેમજ નાની આખોલ ૩૫ વર્ષીય અને સાર્થક બંગ્લોઝ ડીસામાં ૬૫ વર્ષીય મહિલા તેમજ પાલનપુર સરકારી વસાહતમાં ૫૦ વર્ષીય પુરુ,, પાલનપુરમાં ૬૦ અને ૫૯ વર્ષીય તેમજ વડગામમાં ૫૮ વર્ષીય મહિલા, ભાભર માળીવાસમાં ૪૨ વર્ષીય સ્ત્રી અને ડીસા બ્રહ્મપુરીમાં ૬૪ વર્ષીય પુરુષ કોરોનામાં સપડાયા છે.
ડીસામાં પાંચ આરોગ્ય કર્મચારીઓ કોરોના વાઈરસમાં સપડાયા
ડીસાના તબીબને પણ કોરોના પોઝીટીવ આવ્યોઃ હકીકત છુપાવતા તપાસ કરાશે
બનાસકાંઠા જિલ્લામાં ખાનગી તબીબ સહિત પાંચ આરોગ્ય કર્મચારીઓની કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતાં જ તંત્ર હરકતમાં આવ્યું છે. જોકે ખાનગી તબીબને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. જેના કહેરથી હવે આરોગ્ય કર્મચારીઓ પણ બાકાત રહી શક્યા નથી. બનાસકાંઠા જિલ્લામાં ભણસાલી કોવિડ હોસ્પિટલમાં કામ કરતા પાંચ કોમ્યુનિટિ હેલ્થ કર્મચારીઓનો પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ સિવાય ડીસાના જાણીતા તબીબ ર્ડાક્ટર તપન ગાંધીને પણ કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે. આ તબીબને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યા બાદ પણ તંત્રને જાણ કરી ન હોતી. આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે તબીબ દ્વારા મહિલાની ડીલીવરી કે દર્દીઓની સારવાર કરવામાં આવી હશે તો તેની હોસ્પિટલના સીસીટીવી ફૂટેઝ આધારે તપાસ કરવામાં આવશે તે બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે. હાલમાં કોરોના પોઝીટીવ દર્દી અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે તેમના સંપર્કમાં આવેલા અને તેમની હોસ્પિટલને આરોગ્ય વિભાગે અત્યારે કન્ટેન્ટમેન્ટ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પાટણ જિલ્લામાં 13 પોઝિટિવ કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં શુક્રવારના રોજ ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધી જિલ્લામાં ૫૫ ના મોત નિપજ્યા છે. જ્યારે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 803 થવા પામી છે.
નવી ભીલડીમાં ૨ વેપારી અને આંગણવાડી તેડાગરને કોરોના
ડીસા તાલુકાના ભીલડીમાં સોના ચાંદીની દુકાન ધરાવતા સોની ચતુર્ભુજ નારણદાસ ઉ.વ.૭૦ જેઓને રિપોર્ટ પોઝીટીવ આવેલ છે. જ્યારે કાંસાના વાસણનો વેપારકરતા કંસારા દાવુલાલ ભૈરવલાલ ઉ.વ.૭૦ તેમજ ઘરનાલ ગામે આંગણવાડી તેડાગર તરીકે નોકરી કરતા દરજી અરૃણાબેન શ્રવણભાઈ ઉ.વ.૩૬નો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યો છે.