Get The App

અંબાજી ગબ્બરે 51 શક્તિપીઠના ત્રણ મંદિરોના તાળા તુટયા

- જીઆઈએસએફના 20 ગાર્ડ ફરજ પર હોવા છતાં

- વાર્ષિક કરોડોનો પગારનો ખર્ચ છતાં સુરક્ષાના નામે મીંડું, વારંવાર ચોરીઓ છતાં મૌન

Updated: May 3rd, 2020

GS TEAM

Google News
Google News
અંબાજી ગબ્બરે 51 શક્તિપીઠના ત્રણ મંદિરોના તાળા તુટયા 1 - image

અંબાજી, તા.02 મે 2020, શનિવાર

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી પાસે આવેલ મા અંબાના મૂળ સ્થાન એવા ગબ્બરે નિર્માણાધીન ૫૧ શક્તિપીઠોના ત્રણ મંદિરોમાં ગઈ રાત્રિના રોજ તાળા તુટતા ચકચાર મચી જવા પામી હતી. જેની વિધિવત પોલીસ સ્ટેશન ેફરિયાદ નોંધાવા પામેલ છે.

અંબાજીથી ૩ કિ.મી. દૂર આવેલ ગબ્બર પર્વતે ૫૧ શક્તિપીઠના ત્રણ મંદિરો અનુક્રમે (૧) રત્નાવલી (૨) કાંચી (૩) શુચી જે ત્રણેય મંદિરો તામિલનાડુમાં આવેલ છે. ગબ્બર પર્વત પર બનાવવામાં આવેલ ૫૧ શક્તિપીઠના ભારતભરના મંદિરો જેવા આબેહુબ મંદિરો બનાવવામાં આવ્યા છે. જેની નિયમિત પૂજાવિધિ કરવામાં આવે છે. આ સમગ્ર શક્તિપીઠ પાછળ ૬૦ કરોડથી વધુ ખર્ચ કરવામાં આવેલ છે. જેના પાછળના ઉદ્દેશ જે વ્યક્તિ આખું ભારત ભ્રમણ ના કરી શકતો હોય તે અહીં આવી શક્તિપીઠનું ભ્રમણ કરે તો આખા ભારતનું ભ્રમણ કરેલ હોવાનું મનાય છે. અદ્યતન બનાવવામાં આવેલ આ ૫૧ શક્તિપીઠોની સુરક્ષા માટે અંદાજીત રાતદિવસ માટે ૬૦ જેટલા જી.આઈ.એસ.એફ.ના જવાનોને મુકવામાં આવ્યા છે. વાર્ષિક પગાર પેટે લાખો, કરોડોનો ખર્ચ કરવા છતાં આ મંદિરો સુરક્ષિત અને નિયમિત સમયે મંદિરોના તાળા તુટવાના બનાવો બનતા રહે છે. તે મુજબ ગઈરાત્રિના રોજ ત્રણ મંદિરોના તાળા તુટયા હતા. હાલમાં કોરોનાના કારણે મંદિરો બંધ હોવાથી દાનપેટીઓમાં રૃપિયા નહિવત્ હતા તેવું મંદિર સૂત્રોએ જણાવ્યું હતું. આ અંગે મુખ્ય પુજારી શૈલેષભાઈ જોષીએ અંબાજી પોલીસ સ્ટેશને કાયદેસરની ફરિયાદ નોંધાવેલ છે. જેની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

Tags :