પાટણ જિલ્લામાં 4 તાલુકા કોરોનાથી પ્રભાવિત, 23 પોઝિટિવ કેસ
- જિલ્લામાં બહારથી આવેલ લોકો તંત્ર માટે મુસીબત બન્યા
- ૬૪૧ શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લેવાયા, ૭૨ દર્દીઓનો રિપોર્ટ પેન્ડીંગ
પાલનપુર, તા. 05 મે, 2020, મંગળવાર
સરસ્વતીના કાતરા ગામમાં મુંબઈથી આવેલ ૪૪ વર્ષીય પુરુષમાં કોરોના
રિપોર્ટ પોઝિટિવ આવતા ગામમાં હડકંપ મચી ગયો છે. જેને લઈ તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા
ગામને સીલ કરી સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા
૪ મે ના રોજ હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અંતર્ગત ૨૩૮ ાખ કરતા વધુ લોકોનો સર્વે કરી ખાંસી, તાવ,
શરદીની તકલીફવાળા ૨૯૬ લોકોની સારવાર કરવામાં આવી હતી.
પાટણ જિલ્લામાં હાલ તો ૪ તાલુકાઓ કોરોનાથી પ્રભાવિત થયા છે.
જેમાં કોરોનાના કુલ ૨૩ પોઝિટિવ કેસ નોંધાઈ ગયા છે. જેમાં સરસ્વતી તાલુકાના કાતરા
ગામમાં મુંબઈથી આવેલ એક પુરુષને સ્કૂમાં કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. જેમાં
તેમના સેમ્પલ લેવામાં આવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને ધારપુર ખાતે
આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ જિલ્લામાં કોરોના વાઈરસના
સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની
કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. જે અંતર્ગત તા. ૪ મે ના રોજ ૪૯,૭૫૬
ઘરોની મુલાકાત લઈ ૨,૩૮,૮૬૯ લોકોને આવરી
લેવામાં આવ્યા છે. જે પૈકી ખાંસી, તાવ અને શ્વાસની તકલીફ
ધરાવતા ૨૯૬ વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી અને જિલ્લામાં કોરોના
વાઈરસના નિદાન માટે અત્યાર સુધીમાં કુલ ૬૪૧ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે
પૈકી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ૪૧૫, કોવિડ કેર સેન્ટર દેથળી
ખાતે ૧૪૮, કોવિડ હેલ્થ સેન્ટર, રાધનપુર
ખાતે ૪૫ અને જનતા હોસ્પિટલ, પાટણ ખાતે ૩૩ વ્યક્તિઓના ટેસ્ટ
સેમ્પલ લેવામાં આવ્યા છે. કુલ ૬૪૧ ટેસ્ટ સેમ્પલ પૈકી ૬૦૧ સેમ્પલ પાટણ જિલ્લાના તથા
૪૦ સેમ્પલ અન્ય જિલ્લાના કરાયા છે.
૬૫ લોકો સરકારી ફેસિલિટિ કોરોન્ટાઈન કરાયા
પોઝિટિવ આવનાર પાટણ જિલ્લાના ૨૩ દર્દીઓ પૈકી ૧૨ દર્દીઓ પાટણ
જિલ્લામાં સારવાર હેઠળ છે. ૩ દર્દીઓ અમદાવાદ જિલ્લામાં સારવાર લઈ રહ્યા છે. ૭
દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે એકનું મોત થયેલ છે. પોઝિટિવ વ્યક્તિના
સંપર્કમાં આવનાર અથવા બહારથી આવેલા લોકો પૈકી નર્સિંગ કોલેજ, સિધ્ધપુર
ખાતે ૫, ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર કુણઘેર ખાતે ૨૧,
પ્રાથમિક શાળા નં ૧ ચાણસ્મા ખાતે ૭ અને મોડેલ સ્કૂલ વાગડોદ ખાતે ૩૨
એમ કુલ ૬૫ જેટલા લોકોને સરકારી કોરોન્ટાઈન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે.
મુંબઈથી કોરોના લાવ્યા
કાતરાના ૪૪ વર્ષીય યુવાન મુંબઈથી આવેલા જેથી સરપંચે શાળામાં
કોરોન્ટાીન કરાયા હતા અને તેને તાવ, ખાંસી દેખાતા રિપોર્ટ કરાયો હતો. જેમાં
રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓએ મુંબઈથી આવ્યા હોવાથી રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું
જાણવા મળ્યું હતું.
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૨૩ કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના ૨૩ કેસ નોંધાયા છે.
જેમાં સિધ્ધપુર શહેરમાં ૨, નેદ્રામાં ૧૨, તાવડીયા
અને ઉમરુમાં ૧-૧- કેસ નોંધાયો છે. તો સર્વતી તાલુકામાં ભીલવણમાં ૨, દેલિયાથરામાં ૨, કાતરા સમાલ ૧ જ્યારે ચાણસ્મા શહેરમાં ૧ અને હારીજના
દુનાવાડામાં ૧ મળી કુલ ૨૩ કેસ નોંધાયા છે.