યુરોપમાં અભ્યાસ કરતી પાલનપુર વાસણા ગામની વિદ્યાર્થિનીનું માંદગીના કારણે મોત
- મૃતક યુવતી એમબીબીએસના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી હતી
- મૃતકની અંતિમવિધિ યુરોપમાં કરાશેઃપરિવારજનો દિકરીનો અંતિમ ચહેરો પણ જોઈ નહી શકે
પાલનપુર તા.15 મે 2020, શુક્રવાર
યુરોપના આર્મેનિયા શહેરમાં તબીબી અભ્યાસ કરતી પાલનપુર તાલુકાના વાસણા(કાણોદર)ગામની એક ૨૧ વર્ષીય વિદ્યાર્થીનીનું મગજની બીમારીના કારણે સારવાર દરમ્યાન વિદેશની ધરતી પર મોત નિપજતા પરિવારમાં શોક છવાઇ જવા માપ્યો છે. જોકે યુરોપમાં છેલ્લા ૨૦ દિવસથી આઇસીયુંમાં જિદગી સામે ઝઝુમી રહેલ યુવતીને ભારત પરત લાવવા માટે તેના પરિવાર દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી. પરંતુ કોરોનાની પરિસ્થિતિને લઇ યુરોપમાં કોઇ એરલાઇન્સ ભારત આવવા તૈયાર ન થતા આખરે મેડિકલની વિદ્યાર્થીનીનું સારવાર દરમ્યાન હોસ્પિટલના બીજાને મોત નીપજ્યું હતું.
પાલનપુર તાલુકાના વાસણા(કાણોદર) ગામના વતની અને પાલનપુર સ્થાઇ થયેલ વેપારી નરસંગભાઇ મોર(ચૌધરી)ની ૨૧ વર્ષીય પુત્રી ભુમિ મેડિકલ ક્ષેત્રમાં કાર્યકીદી ઘડવા માંગતી હોય તેને ચાઇનાથી એમબીબીએસનો અભ્યાસ શરૃ કર્યો હતો. અને છેલ્લા એક વર્ષ થી યુરોપના આર્મેનિયામાં છેલ્લા વર્ષનો અભ્યાસ કરી રહી હતી. જ્યાં ભુમિ મગજ ફેફસા અને કિડની બીમારીમાં સપડાતા તેને આર્મેનિયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેની હાલત ગંભીર બનતા તે છેલ્લા ૨૦ દિવસથી આઇસીયુંમાં હતી જેને લઇ બીમારી સામે ઝઝુમી રહેલ ભુમિને ભારત લાવાવ માટે તેના માતા-પિતા દ્વારા સરકાર સમક્ષ મદદ માંગવામાં આવી હતી. પરંતુ કોરોનાને લઇ યુરોપમાં એરલાઇન્સના પાઇલોટ ભારત આવવા તૈયારન થતા ભુમિ ચૌધરીની તબિયત નાજુક બનતા તેનું શુક્રવારમાં સવારે સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મોત નીપજ્યુ હતું. જેને લઇ વતન માં તેના પરીવાર ઉપર આભ તુટી પડવા પામ્યું હતું. અને પરીવાર ભુમી ને મળવાની ઇચ્છા માનમાં
મૃતકની અંતિમક્રિયા યુરોપમાં કરાશે
યુરોપમાં અભ્યાસ કરતી વાસણાની ભુમિ ચૌધરીનું વિદેશની ધરતી પર મોત નિપજ્યા કોરોનાની હાલત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભુમિની અંતિમક્રિયા યુરોપમાં કરવા તેના પરિવારે સહમતી આપતા વિદેશની ધરતી પર ભુમિના અંતિમ સંસ્કાર કરવામાં આવનાર હોવાનું સમાજના અગ્રણી વિરજીભાઇ જુડાલે જણાવ્યું હતું.
કોરોનાને લઇ મૃતકને ભારત લાવવાના પ્રયાસ નિષ્ફળ રહ્યા
ભુમિ ચૌધરી મગજમાં સોજો થવાની બીમારીના કારણે આર્મેનિયનામાં છેલ્લા ૨૦ દિવસથી આઇસીયુમાં સારવાર હેઠળ હોઇ તેને ભારત લાવવા માટે તેના પરિવાર અને મિત્રો તથા રાજક્ય આગેવાનો દ્વારા પ્રયાસ કરાયા હતા. પરંતુ આ કોવિડ રોગના કારણે કોઇ કોઇ પાઇલટ ઉડાન માટે તૈયારન થતા આખરે તેનું મોત નીપજ્યું છે.