બનાસકાંઠા જિલ્લામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- કોરોના સંક્રમિત કેસોની સંખ્યા 138 થઈ
ડીસા, તા. 06 જૂન 2020, શનિવાર
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનું સંકટ વધતું જઈ રહ્યું છે. જિલ્લામાં એક પછી એક કોરોના પોઝિટિવની સંખ્યા સામે આવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા ૧૩૮ સુધી પહોંચી ગઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા અટકવાનું નામ જ લેતી નથી. જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખુબજ ચિંતાજનક છે. ત્યારે બનાસકાંઠામાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા ૧૩૮ સુધી પહોંચી ગઈ છે. જે કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તેમાં ડીસા શહેરના એન.આર. પાર્કના ૬૦ વર્ષીય કિશોર મફતલાલ પઢીયાર તેમજ પાલનપુર શહેરના શુકલ પ્લસના ૫૪ વર્ષીય મીનાબેન કનૈયાલાલ જોષી તેમજ ઢુંઢીયાવાડીના ૫૭ વર્ષીય કોકીલાબેન શાન્તિભાઈ પઢીયાર તેમજ કાંકરેજ તાલુકાના ચેખલા ગામના ૧૬ વર્ષીય ચેતનાબેન જેઠાજી ઠાકોરનો સમાવેશ થાય છે.