5 વર્ષની બાળકીને સાથે રાખી ફરજ બજાવતા મહિલા પોલીસ કર્મચારી
- અમીરગઢમાં ૪૦ ડિગ્રી ગરમીમાં પોતાના બાળકને સાથે રાખી લોકોને બહાર ન નીકળવાની સલાહ આપી રહ્યા છે
અમીરગઢ, તા. 24 એપ્રિલ, 2020, શુક્રવાર
નોવેલ કોરોના વાઈરસમાં લોકડાઉન કરતા પોલીસ લોકોની
ચિંતા કરતા પોતાના જીવની પરવાહ કર્યા વિના સઘન સુરક્ષા આપી રહી છે ત્યારે પોતાની
પાંચ વર્ષની બાળકીને લઈ ફરજ બજાવતી મહિલા પોલીસને સલામ છે.
કોરોના વાઈરસની મહામારીથી સમગ્ર વિશ્વ હચમચી ઉઠેલ છે
ત્યારે આવા જીવલેણ રોગ સામે રક્ષણ મેળવવાનો એકમાત્ર ઉપાય પબ્લિક ડિસ્ટન્સ રાખવાનો
હોવાથી દેશના લોકડાઉન કરવામાં આવેલ છે. જેથી લોકો એકબીજાના સંપર્કમાં ના આવે અને
વાઈરસનો ખતરો ટાળી શકાય. લોકડાઉનનો લોકો ચુસ્તપણે અમલ કરે તે માટે પોલીસ કાર્યરત
થયેલ છે અને લોકડાઉનનો લોકભંગ કરનાર ઉપર કાર્યવાહી કરી પોતાનો જીવ જોખમમાં મુકી
સેવા આપી રહ્યા છે ત્યારે એક મહિલા પોલીસ પોતાની પાંચ માસની વ્હાલસોયી દીકરીને લઈ
ફરજ બજાવી રહ્યા છે. અમીરગઢના અજાપુર મોટાની દીકરી અને કંસારા ગામે લગ્ન કરી આવેલ
હિનાબેન પોલીસમાં અત્યારે ટ્રેનિંગમાં છે. પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે
તેઓને અમીરગઢના ઈકબાલગઢમાં ફરજ પર મુકવામાં આવેલ છે. પોતાની પાંચ માસની બાળકીને
આવી ભયંકર વાઈરસમાં પણ ફરજ બજાવી રહેલ હિનાબેન લોકડાઉનમાં બહાર નીકળતા લોકો અને
વાહનોને તપાસ કરી રહ્યા છે. પોતાની માસુમ દીકરીની પરવાહ કર્યા વિના ફરજ પર રહેતા આ
મહિલા કર્મચારીને સલામ છે.