ઉત્તર ગુજરાતમાં ઠંડા પવન ફુંકાતા કાતિલ ઠંડીનો અહેસાસ
- તાપમાનનો પારો ૧૦ ડિગ્રી આસપાસ નોંધાયો
ડીસા,
તા. 19 જાન્યુઆરી, 2020, રવિવાર
ગુજરાતભરમાં ઠંડીના બીજા રાઉન્ડમાં લોકોએ કાતિલ ઠંડીનો
અહેસાસ કર્યો હતો. જે બાદ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા
મળ્યો હતો. જેના લીધે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જોકે હાલમાં લઘુતમ
તાપમાન ૧૦ ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે. જોકે ઠંડા પવન ફુંકાતા લોકોને વધુ
ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ માટે કામ કરતી એક્યુવેધરના જણાવ્યાનુસાર
ડીસામાં ૧૧.૬ ડિગ્રી, પાલનપુરમાં
૧૦.૦ ડિગ્રી, વાવમાં
૯.૦ ડિગ્રી, થરાદમાં
૯.૦ ડિગ્રી, ભાભરમાં
૧૪.૦ ડિગ્રી, અમીરગઢમાં
૭.૦ ડિગ્રી, અંબાજીમાં
૭.૦ ડિગ્રી, આબુરોડ
૭.૦ ડિગ્રી, ઈડરમાં
૯.૦ ડિગ્રી, મહેસાણામાં
૧૦.૦ ડિગ્રી, ઊંઝામાં
૧૦.૦ ડિગ્રી, સિધ્ધપુરમાં
૧૦.૦ ડિગ્રી, પાટણમાં
૧૦.૦ ડિગ્રી, મોડાસામાં
૧૦.૦ ડિગ્રી, હિંમતનગરમાં
૧૧.૦ ડિગ્રી, ખેડબ્રહ્મામાં
૯.૦ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
ઉત્તર ગુજરાતમાં ઠંડીના બીજા રાઉન્ડમાં વહેલી સવારથી ઠંડા
અને સુસવાટા મારતા તોફાની પવન વચ્ચે લોકો કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. જોકે
હવામાન વિભાગની આગાહીના પગલે કોલ્ડ વેવની અસર જોવા મળી હતી અને ઉત્તર ગુજરાત સહિત
બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ
ંહતું અને લઘુતમ તાપમાનમાં પણ વધારો જોવા મળ્યો હતો. જોકે હાલમાં ઉત્તર ગુજરાતના
વિવિધ વિસ્તારોમાં લઘુતમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યો છે. જ્યારે
ઠંડા પવનો ફુંકાતા લોકોને કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જેની સીધી અસર લોકોના
જનજીવન પર પણ જોવા મળી રહી છે.