ડીસામાં ખનીજ ચોરી કરતા 6 ડમ્પરો સહિત 1 કરોડનો મુદ્દામાલ ઝડપાયો
- ખનીજ માફિયા દ્વારા રોયલ્ટી ચોરી
- ડમ્પર માલિકો વિરૃદ્ધ ખનીજ ચોરી બદલ દંડનીય કાર્યવાહી કરાઇઃ પાસ પરમિટ વગર રેતીનું વહન થતુ હતું
પાલનપુર,ડીસા, તા.23મે
2020, શનિવાર
ડીસા પંથકમાં ખનિજ માફિયાઓ દ્વારા મોટા પાયે રોયલ્ટીની ચોરી
કરવામાં આવતી હોય બનાસકાંઠા જિલ્લા ભુસ્તર તંત્ર ની ટીમ દ્વારા ખનીજ ચોરીના
રેકેટને ઝડપી પાડવા માટે ડીસામાં વહેલી સવારે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ને
પાસ પરમીટ વિના રેત ભરીને દોડતા છ ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. અને ખનીજ ચોરો
સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને લઇ રોયલ્ટીની ચોરી કરતા વાહન
માલિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
બનાસકાંઠામાં પસાર થતી લોક માતા બનાસનદી સહિતના નદી, નાળા, વહોળાઓમાં ખનીજ
ચોરો દ્વારા રાત દિવસ ખનન અને રોયલ્ટી ચોરીનું રેકેટ ચાલાવવામાં આવી રહ્યું છે.
ત્યારે જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સરકારની તીજોરીને ચુનો લગાડતા ખનિજચોરોને
ઝડપી લેવા માટે અનેક વાર ઓચિંતા દરોડા અને ચેકીંગ ઝુબેશ ચલાવવામાં આવે છે. અને
ખનીજ ચોરી કરતા વાહનોને ઝડપી તેમની સામે દંડનીય પગલાં ભરવામાં આવે છે. તેજ છતાં
ખનીજ ચોરી બંધ થવાનું નામ લેતી નથી જે વચ્ચે ડીસામાં ખનીજ ચોરી કરતા વધુ છ ડમ્પર
ઝડપાયા છે. જેમાં શનિવારની વહેલી સવારે પાલનપુર ભુસ્તરશાસ્ત્રી સુભાષ જોષીની સુચના
થી મેહુલ દવે, વિરેન્દ્રસિંહ
સોલંકી, રોયલ્ટી
ઇન્સપેક્ટર શક્તિદાન ગઢવીની ટીમે ડીસામાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં પાસ મરમીટ
વિના ગેરકાયદેસર રીતે રેતી ભરીને પસાર થઇ રહેલા છ ડમ્પરને જપ્ત કરીને ડીસા પોલીસ
સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. અને બનાવમાં અંદાજે એક કરોડનો મુદ્દામાલ જપ્ત
કરીને ડમ્પર માલિકો વિરૃધ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેને લઇ ખનીજ ચોરી
કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
૧૫ દિવસમાં બે કરોડની ખનીજ ચોરી ઝડપાઇ
ડીસા હાઇવે પર તપાસ હાથ ધરતા નેશનલ હાઇવે પરથી રેતી ભરેલા ૬
ડમ્પરો રોયલ્ટી ચુકવ્યા વગર નીકળ્યા હોવાનું જણાયું હતું. જેથી ખનીજની ચોરી કરી
જતા ૬ ડમ્પરો સહિત રૃ.એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ડમ્પર માલિકોને
રૃ.૧૦ લાખનો દંડ ફટકાર્યો છે. ઉલ્લેખનીય છે કે, ૧૫ દિવસમાં જ ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી કરતા સવા બે કરોડનો
મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેના પગલે ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. અને ભુર્ગભમાં
ઉતરી ગયા હતા.