ડેમના દરવાજાના સમારકામને લઇ નદીમાં 600 ક્યુશેક પાણી છોડાયું
- દાંતીવાડા ડેમના પાણી ભરાતા બનાસ નદી બે કાંઠે
- નદીમાં પાણી વહેતા જળસ્તર ઉંચા આવવાની શક્યતા વધતા પંથકના ખેડૂતોમાં ખુશી છવાઇ
પાલનપુર તા.17 મે 2020, રવિવાર
રણ અને પર્વતીય વિસ્તાર ધરાવતા સરહદી બનાસકાંઠા જિલ્લામાં એકાંતરા વર્ષે અપુરતા વરસાદના કારણે ઉનાળામાં અછતની સ્થિતિ સર્જાઇ રહી છે. તો છેવાડામાં વિસ્તારોમાં ઉનાળો બેસતા ની સાથે જ પાણીની પોકારો ઉઠે છે. જોકે જીવાદોરી સમાન દાંતીવાડા જળાશયના કારણે જિલ્લામાં મહદ અંશે પાણીની અછત ને પહોંચી વળાય છે. ત્યારે દાંતીવાડા ડેમના દરવાજાનું સમાર કામ હાથ ધરવાની હોઇ ગેટ સપાટી સુધીનું પાણી ઓછું કરવા માટે ડેમમાંથી તળાવોમાં પાણી નાખવામાં આવ્યું હતું. જે બાદ નદીકાંઠાના વિસ્તારોમાં ભુગર્ભ જળ ઉંચા લાવવા માટે ડેમમાંથી બનાસનદીમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી છવાઇ છે.
બનાસકાંઠા અને પાટણ જિલ્લાને સિંચાઇ તેમજ દાંતીવાડા વિસ્તારને પીવાનું પાણી પુરૃં પાડતા દાંતીવાડા ડેમના મુખ્ય ગેટ રિપેર કરવાનો હોઇ ડેમની જળ સ્તર સપાટી ૫૩૧ કરવા માટે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ૮૧ તળાવોમાં ડેમનું પાણી ભરવામાં આવતું હતું. જોકે ડેમમાં પાણીનું લેવલ ૫૩૭.૨૫ હોવાથી નહેર મારફતે પાણીના પ્રવાહ હેડ ઓછો થવાને લઇ રવિવારે સવારે ડેમનું પાણી બનાસ નદીમાં વોડવામાં આવ્યું હતું. ૬૦૦ ક્યુશેક પાણી આગામી પાંચ દિવસ સુધી નદીમાં વહેડાવવામાં આવશે એવું નાયબ ઇજનેર દાંતીવાડા ડેમ જે આર ચૌધરીએ જણાવ્યું હતું. જેને લઇ બનાસનદી ભર ઉનાળે સજીવ બની ને બંન્ને કાંઠે વહેતા ૨૦થી ૨૫ કિલોમીરટ સુધીના વિસ્તારમાં પાણી ન આવરાને લઇ દાંતીવાડા, ડીસા, કાંકરેજ,ના નદીકાંઠા વિસ્તારમાં ભુગર્ભ જળ ઉંચા આવવા ની આશા ને લઇ ખેડૂતોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે. નદીમાં પાણી છોડવાની માંગ ડીસા ધારાસભ્ય શશીકાંત પંડયા સંસદ પરબતભાઇ પટેલ ધાનેરા ધારાસભ્ય નથા ભાઇ પટેલ સિંચાઇ વિભાગમાં કરી હતી.