બનાસકાંઠા ભેળસેળ મામલે ૫ વેપારીને રૂ.12.15 લાખનો દંડ ફટકારાયો
- મિલાવટ મામલે ઉત્પાદક, સપ્લાય વિક્રેતાઓને દંડ કરાયો
- ફ્રુડ વિભાગ દ્વારા ઘી, તેલ, દૂધ લેવાયેલ ૫ સેમ્પલ ફેલ થતા નાયબ કલેક્ટર દ્વારા દંડનીય કાર્યવાહી
પાલનપુર,તા.31 જુલાઈ 2020, શુક્રવાર
બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં મિલાવટ અને ભેળસેળ રોકવા માટે પાલનપુર ફુડ વિભાગની ટીમ દ્વારા અગાઉ પાલનપુર ડીસા અને દાંતીવાડામાંથી ઘી, તેલ, સોશ, દૂધના સેમ્પલ લેવાયા હતા. જે સેમ્પલ પરિક્ષણમાં ફેઈલ થતા બનાસકાંઠા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટર દ્વારા પાંચ સેમ્પલમાં પાંચ વેપારી એક વિક્રેતા અને બે ઉત્પાદકોને રૃ.૧૨.૧૫ લાખનો દંડ કરવામાં આવતા ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં કેટલાક તકસાધુ વેપારીઓ દ્વારા ખાદ્ય પદાર્થની દૂધ, ઘી, તેલ, સોર્સ જેવી ચીજવસ્તુઓમાં મિલાવટ કરી જનઆરોગ્ય સાથે ચેડાં કરવાનું કૃત્ય આચરતા હોય જિલ્લા ફુડ વિભાગ દ્વારા અખાદ્ય અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેચાણ અને ઉત્પાદનને રોકવા માટે અવારનવાર ઓચિંતી ચેકીંગ ઝુંબેશ યોજવામાં આવે છે. જેમાં શંકાસ્પદ ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવે છે. જેમાં પાલનપુર ફુડ વિભાગ દ્વારા અગાઉ તબક્કાવાર પાલનપુર, ડીસા અને દાંતીવાડામાંથી ઘી, તેલ, સોસ, દૂધના પાંચ સેમ્પલ પરિક્ષણમાં ફેઈલ જતા આ વેપારીઓ સામે અધિક નિવાસી કલેક્ટર બાભણીયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ડીસાની સર્વોત્તમ હોટલ સોલારેડ ચીની સોસનું સેમ્પલ ફેઈલ થતા હોટલ માલિકને ૩૪ હજાર તેમના સોસના સપ્લાયર એમ્યુનિટી ટેડર્સ સિદ્ધપુરને ૫૨ હજાર તેમજ સોસનું સેમ્પલ ફેઈલ થતા હોટલ માલિકને ૩૪ હજાર તેમના સોસના સપ્લાયર એમ્યુનિટી ટેડર્સ સિદ્ધપુરને ૫૨ હજાર તેમજ સોસનુ ઉત્પાદન કરનાર છત્રાલ અમદાવાદની એસએલએમ કંપનીને રૃ.૧.૩૭ લાખ તેમજ પાલનપુરમાં જ્યંતિ અમૃતલાલ ગામીના અંબિકા દૂધાલયમાંથી લેવાયેલ દુધનું સેમ્પલ ફેઈલ જતા રૃ.૧૨ હજાર, ડીસા સાઈનાથ ટ્રેડીંગ કંપની શુભ ઘીના સેમ્પલ ફેઈલ જતા ૮૦ હજાર ઘીના ઉત્પાદન વીર મિલ્ક પ્રોડક્શન ઓલપાડ સુરતને ૧.૯૦ લાખ, ડીસા ગાંધીચોક લક્ષ્મી કિરાણા સ્ટોર તિરૃપતિ એનકે પ્રોટીન તેલનુ સેમ્પલ ફેઈલ જતા ૩૨ હજાર તેલના ઉત્પાદકને ૪.૮૮ લાખ અને દાંતીવાડામાં લેવાયેલ ઘીના સેમ્પલમાં ડીસાના અરજણજી લોપાજી માળી ૧.૯૦ લાખ મળીને ભેળસેળ તેમજ અખાદ્ય ચીજવસ્તુઓ માટે જુદા જુદા પાંચ સેમ્પલમાં વિક્રેતા સપ્લાયર અને ઉત્પાદક મળીને ૪ વ્યક્તિને રૃ.૧૨.૧૫ લાખનો દંડ કરવામાં આવતા વેપારી આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.