For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

થરાદની મુખ્ય કેનાલમાં ત્રણ નાના બાળકો સહિત 5 લોકોનો આપઘાત

Updated: Sep 1st, 2022

Article Content Image

થરાદ, તા. 01 ઓગષ્ટ 2022, ગુરૂવાર

થરાદ તાલુકાના સણધર પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગત મોડી  સાંજે ત્રણ બાળકો સાથે પરિણીત મહિલાએ  યુવક સાથે કેનાલમાં  જંલાવ્યું હોવાની આશંકાને લઈને વહેલી સવારે શોધખોળ હાથ ધરતાં  જેમાં ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે. યુવક યુવતીની શોધખોળ હાથ ધરાઈ..

થરાદના સણધર નજીક કેનાલમાં વહેલી સવારે રાહદારીઓને કેનાલ ઉપર થી મોબાઈલ બસ ટીકીટ તેમજ ચંપલ મળી  કેનાલમાં જંપલાવ્યું હોવાથી આશંકાને લઈને મોબાઈલ આધારે જાણ કરાતાં હકીકત એવી સામે આવી કે વાવ તાલુકાના દેથળી ગામનો પરિવાર  મજૂરી કામ અર્થ ગાંધીનગર બાજુ રહેતો હતો જેમાં ગત રોજ વાવ તાલુકાના ધરાધરા ગામના યુવક સાથે દેથળી ગામની પરિણીતા ત્રણ બાળકો સાથે ગઈ કાલે નીકળેલ  જેમાં ગત મોડી સાંજે ભાભર થી થરાદની બસમાં સણધરની ટીકીટ લઈને  બસમાં બેઠા હતા તેમાં સણધર ગામના પાટીયા નજીક ઉતરી જઈને નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ બાળકોને કેનાલમાં ફેંકી દઈને યુવક સાથે પરણિતા એ સામુહિક આપઘાત કર્યો હોવાની આશંકા ને લઈને વહેલી સવારે  કેનાલ ઉપર થી મોબાઈલ ચંપલ બસ ટીકીટ મળી આવતા તેના આધારે તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરતાં જેમાં ત્રણ બાળકોના સુમિત ઉંમરવાળા આશરે બે વર્ષ તેમજ વિશાલ ઉંમર આશરે પાંચ વર્ષ તેમજ  દીકરી કિંજલ ઉંમર આશરે 10  વર્ષ જેટલી ત્રણેયના મૃતદેહ  મળી આવ્યા હતા તેમજ યુવક દેવાભાઈ રમેશભાઈ  ઠાકોરનો તેમજ  પરિણીત મહિલાનો કાંઈ પતો મળ્યો ન હતો  ત્યારે થરાદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે સમગ્ર ઘટના ચર્ચાને એરેણે ચડી હતી ત્રણ બાળકોને કેનાલમાં નાખીને ભાગી ગયા હોવાની પણ શંકા લોકોમાં જાગી રહી છે...

Article Content Image

વધુ વાંચો: થરાદની મુખ્ય નર્મદા કેનાલમાંથી યુવકની તરતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી

વહેલી સવારે કેનાલ ઉપર દૂધ ભરાવવા જતા રાહદારીઓને કેનાલ ઉપર મોબાઈલ બસ ટીકીટ તેમજ ચંપલ મળી આવ્યા મોબાઈલ આધારે પરિવારને જાણ કરાઈ હતી. ગત રોજ  ગાંધીનગર થી યુવક સાથે પરણિત મહિલા ત્રણ બાળકોને સાથે લઈને નીકળી સણધર નજીક કેનાલમાં ફેંક્યા બાદ યુવક યુવતીએ આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ ધરાધરા યુવકના પરિવાર તેમજ પરણિતાના પરિવારને થતાં કેનાલ ઉપર દોડી આવી આખો દિવસ શોધખોળ હાથ ધરી..સાંજ સુધી શોધખોળ બાદ ત્રણ બાળકોના મૃતદેહ  મળી આવ્યો.

Gujarat