બનાસકાંઠા-પાટણમાં શંકાસ્પદ કોરોનાના 5 કેસ
- યુએઈથી આવેલા સેદ્રાણાની મહિલાને ધારપુર હોસ્પિટલમાં દાખલ કરાઈ
- દુબઈથી આવેલ ડીસાની મહિલા અને રણાવાડા યુવકને આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા
પાલનપુર,
સિધ્ધપુર, તા. 21
માર્ચ 2020, શનિવાર
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં બે દિવસમાં
પાંચ વ્યક્તિને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાતા આરોગ્ય વિભાગ દ્વારા વિદેશથી આવેલા
પાંચ દર્દીને તાત્કાલિક સારવારઅર્થે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોકે ચોમેર કોરોના વાઈરસના કહેર વચ્ચે વધુ પાંચ શંકાસ્પદ કોરોનાના કેસ સામે આવતા
લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાસકાંઠા અને પાટણ જિલામાં જીવલેણ કોરોના વાઈરસને રોકવા
માટે તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા છે અને ઝડપી ફેલાતા ચેપી
કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે લોકની ભીડને એકઠી થતી રોકવા માટે બન્ને
જિલ્લામાં ૧૪૪ની કલમ લાગુ કરવામાં આવી છે અને લારી, ગલ્લા,
હોટલ, રેસ્ટોરન્ટ
સહિતના એકમોને બંધ કરાવવામાં આવ્યા છે. જે વચ્ચે બનાસકાંઠાના ડીસામાં દુબઈથી આવેલ
એક મહિલા અને કાંકરેજના રણાવાડા ગામના યુવકને તાવ, શરદી,
ખાંસી, કફના લક્ષણ જોવા મળતા ડીસાની મહિલા નવા પાલનપુર
સિવિલ હોસ્પિટલના તેમજ રણાવાડાના યુવક નવા પાટણ જિલ્લાની ધારપુર હોસ્પિટલના આઈસોલેશન
વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે પાટણ જિલ્લામાં પણ યુએઈથી આવેલ સિધ્ધપુર
તાલુકાના સેદ્રામા ગામની એક ૫૩ વર્ષીય મહિલાને શંકાસ્પદ કોરોનાની અસર જોવા મળી હોય
તેને સિધ્ધપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ તેને ધારપુર હોસ્પિટલમાં
એડમિટ કરવામાં આવી છે. જોકે પાટણ જિલ્લામાં ઓસ્ટ્રેલિયાથી આવેલ એક ૧૬ વર્ષની
કિશોરી અને એક પુરુષને શંકાસ્પદ કોરોનાના લક્ષણો જોવા મળતા તેમને પણ ધારપુર
હોપિટલના આઈસોલેશન વોર્ડમાં એડમીટ કરવામાં
આવ્યા છે અને તેમના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આમ
બનાસકાંઠા તેમજ પાટણ જિલ્લામાં બે દિવસમાં શંકાસ્પદ કોરોનાના પાંચ કેસ નોંધાતા
લોકોમાં ભયનો માહોલ છવાયો છે.
ત્રણ મહિલા અને બે પુરુષને શંકાસ્પદ કોરોનાના લક્ષણ
દુબઈથી આવેલ ડીસાની મહિલા યુએઈથી આવેલ સેદ્રાણાની મહિલા અને
ઓસ્ટ્રેલિયાથી આવેલ પાટણની એક કિશોરીને શંકાસ્પદ કોરોનાની અસર જોવા મળી છે તેમજ
દુબઈથી આવેલ કાંકરેજના રણાવાડા ગામના યુવક અને પાટણના એક પુરુષને પણ શંકાસ્પદ
કોરોનાના લક્ષણ જોવા મળતા આ પાંચેય વ્યક્તિને આરોગ્ય વિભાગની નિગરાની હેઠળ રખાયા
છે.
સિધ્ધપુરમાં કલમ ૧૪૪ લાગુ
સિધ્ધપુરમાં તંત્ર દ્વારા કોરોના વાયરસને અટકાવવા માટે સાવચેતીના
પગલા રૃપે પાટણ જિલ્લામાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમની કલમ ૧૪૪ લાગુ છે ત્યારે સિધ્ધપુરની
તમામ હોટલો, માતૃ તીર્થધામ
બિંદુ સરોવર તેમજ મુક્તિધામમાં મર્યાદિત વ્યક્તિઓને જ આવવું જેથી આ કોરોના વાયરસ ફેલાય
નહિ.
આવેલ મહિલા પાંચ દિવસ મુંબઈ રોકાઈ હતી
સિધ્ધપુર તાલુકાના સેદ્રાણા ગામની એક મહિલા ૩ ફેબુ્રઆરીના રોજ
યુએઈ ગઈ હતી અને ૯ માર્ચના રોજ હવાઈ મુસાફરી કરીને મુંબઈ એરપોર્ટ પર ઉતરી હતી. જે બાદ
તે પાંચ દિવસ મુંબઈ રોકાણ કરીને રાજસન ટ્રાવેલ્સ મારફતે સિધ્ધપુર પરત ફરી હતી. જે બાદ
આ મહિલાને તાવ, શરદી, ખાંસી થતા તેને સિધ્ધપુરની
ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જણાઈ
આવતા આ મહિલાને ધારપુર હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં એડમીટ કરવામાં આવી છે.
ડીસાની મહિલા તબીબને શંકાસ્પદ કોરોનાના લક્ષણ જોવા મળ્યા
ડીસાનું એક ડોક્ટર દંપતી ગત ૨૯ ફેબુ્રઆરીના ડીસા પરત ફર્યા
હતા. જે બાદ મહિલા ડેન્ટલ તબીબને ખાંસી,
શરદી અને તાવની અસર થતા તેમને શંકાસ્પદ કોરોનાના લક્ષણને લઈ તેમને તાત્કાલિક
સારવારઅર્થે પાનપુર સિવિલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.
જિલ્લામાં ૭૦૦ ક્યોરોલાઈટેડ બેડ શરૃ કરાયા
બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઈરસ સામે પહોંચી વળવા માટે
આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં જુદા જુદા સ્થળે ૭૦૦ ક્યોરોલાઈટેડ બેડ અને ૬૫
આઈસોલેશન વોર્ડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
દુબઈથી પરત આવેલા ભીલડીના વેપારીની તબિયત લથડતા ધારપુર દાખલ
કરાયો
મળતી માહિતી મુજબ મુળ કાંકરેજ તાલુકાના રણાવાડા ગામના વતની
અને ભીલડી પાંજરાપોળ વિસ્તારમાં સબમર્સીબલ તેમજ સ્પેરપાર્ટની દુકાન ધરાવતો યુવક
દુબઈથી પોતાના મિત્રો સાથે ગઈકાલે પરત આવેલ અને પોતાની દુકાને આવ્યા હતા અને તેને
તાવ, શરદી
જેવા લક્ષમો જણાતા પાટણ, ધારપુર
મેડિકલ કોલેજ ખાતે સારવારઅર્થે ખસેડેલ છે તેમના રિપોર્ટ મોકલી આપેલ છે. હજુ સુધી
રિપોર્ટ આવેલ નથી. આ સમાચાર મળતા ભીલડી પંથકમાં ફફડાટ જોવા મળેલ છે. જ્યારે બીજો
એક યુવક પણ દુબઈથી પરત આવેલ છે તેની પણ આરોગ્ય કર્મચારીઓ દ્વારા પ્રાથમિક તપાસ
કરતા કોઈ શંકાસ્પદ લક્ષણો જોવા મળેલ નથી. આ યુવકને આરોગ્યના કર્મચારી દ્વારા ઘરની
બહાર પંદર દિવસ સુધી ના નીકળવાની કડક સુચના આપવામાં આવી હતી.
યાત્રાધામ અંબાજી મંદિર યાત્રિકો વિના સૂમસામ બન્યું, આજે
જનતા કરફ્યુ
કોરોના વાયરસના વધતા જતા વ્યાપના પગલે રાજ્ય સરકાર દ્વારા
રાજ્યના તમામ યાત્રાધામોના મંદિરોને બંધ રાખવાના આદેશોના પગલે વિખ્યાત યાત્રાધામ અંબાજી યાત્રિકોના વિના સુનું સુનું
થઈ જતા યાત્રિકો ઉપર નભતા હજારો લોકો ધંધા,
રોજગાર વગરના થઈ જતા તેઓમાં ચિંતાનું મોજુ ંફરી વળ્યું છે. પરંતુ શું થાય આજે
યાત્રિકો વિના સુમસામ બન્યું છે. મંદિરનો ચાચર ચોક કે જે યાત્રિકોથી ઉભરાતો હતો તે
પણ સુમસામ બન્યો છે. કોરોનાની ઈફેક્ટના કારણે અંબાજીના ધંધા, રોજગાર ઉપર માઠી
અસર થવા પામી છે. મંદિર ટ્રસ્ટ સંચાલિત તમામ સંસ્થાઓને અગમચેતી રૃપે બંધ કરવામાં
આવેલ છે. માત્ર હોસ્પિટલના દર્દીઓ માટે જે ભોજનની બારેમાસ સેવા ચાલે છે તેને ચાલુ જ રાખવામાં આવેલ છે. આ વિસ્તારના
ગરીબો માટે આ હોસ્પિટલ આશીર્વાદ સમાન છે. તેઓને મફતમાં મદિર ટ્રસ્ટ તરફથી ભોજન
આપવામાં આવે છે. આજે દેશના પ્રધાનમંત્રીના આદેશના પગલે અંબાજીમાં જનતા કરફ્યુ
રહેશે. લોકો ઘરની બહાર નહીં નીકળે તેવી અપીલ કરવામાં આવેલ છે.
પાલનપુરમાં જનતા કરફયુ પૂર્વે બજારોમાં બંધ પળાયો
કોરોના કહેરને લઇ મુંબઇ સહિતના પ્રાંત ધંધાર્થે વસતા
બનાસકાંઠાના લોકોએ વતનની વાટ પકડી છે. જેને લઇ જનતા કરફયું પૂર્વે શનિવારે
પાલનપુરના રેલવે સ્ટેશન પર દાદરા-ભુજ તેમજ બાંદ્રા-ગંગાસાગર ટ્રેન આવી પહોંચતા આ
બંને ટ્રેન માંથી આશરે પંદરસો થી વધુની સંખ્યામં યાત્રિકો પાલનપુર રેલવે સ્ટેશન પર
ઉતરીને પોતાના ઘર તરફ જવા માટે રેલવેના પાટા ઓળંગીને દોડ મુકતા અફરા તફરી મચી જવા
પામી હતી. તેમજ પાલનપુરના એસટી સ્ટેન્ડ તેમજ હાઇવે ખાતે વિદ્યાર્થીઓ તેમજ યુવાનોએ
મોટી સંખ્યામાં વતન વાપસી કરી ને પોાના ઘરની વાટ પકડી હતી. જોકે જિલ્લામાં કલમ
૧૪૪ના અમલવારી માટે મોલ સહીતની બજારો બંધ રહ્યા જોકે તંત્ર દ્વારા પણ પાલનપુર સહિત
બનાસકાંઠાના બજારોમાં શનિવારે બપોર પછી કડક અમલ કરાવવામાં આવ્યો હતો.