ડીસામાં કતલખાને લઈ જવાતા ૨૨૭ ઘેટાં-બકરાં ભરેલી ટ્રક ઝડપાઈ
- ટ્રકમાંથી પશુ મળતા ડીસા પાંજરાપોળમાં મોકલી આપ્યા
ટ્રકમાંથી પશુ મળતા ડીસા પાંજરાપોળમાં મોકલી આપ્યા
ડીસા, તા. 3 જુલાઈ, 2020,
શુક્રવાર
ડીસા દક્ષિણ પોલીસ દ્વારા
ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા ૨૨૭ જેટલા ઘેટા, બકરા ભરેલી ટ્રકને શુભમ પાર્ટી પ્લોટ નજીકથી
ઝડપી પાડી હતી. જ્યારે પોલીસે ઘેટા, બકરા રાજપુર ડીસા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતા.
ડીસા દક્ષિણ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન
ગેરકાયદેસર ડીસાના ગવાડીથી નંદાસણ જતી ટ્રકને રોકાવી તેમાં તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર
રીતે કતલખાને લઈ જવાતા ૨૨૭ જેટલા નાના-મોટા બકરા મળી આવ્યા હતા.
જેથી પોલીસે આ પશુ જીવને
રાજપુર, ડીસા પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા હતાતેમજ
ખોરાક અને સારસંભાળની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ અંગે ડીસા દક્ષિણ પોલીસે વધુ કાર્યવાહી
હાથ ધરી છે.