Get The App

બનાસકાંઠા જિલ્લામાં 27, જ્યારે પાટણમાં20 પોઝિટિવ કેસ નોંધાયા

બે દિવસમાં ચાર દર્દીઓને કોરોના ભરખી ગયો

- પાટણમાં પોઝિટિવ આવનાર ૨૦ દર્દીઓ પૈકી બે ના મોત નિપજ્યા , કુલ પોઝિટિવ આંક ૫૬૨ પર પહોંચ્યો

Updated: Jul 25th, 2020

GS TEAM

Google News
Google News
બનાસકાંઠા જિલ્લામાં 27, જ્યારે પાટણમાં20 પોઝિટિવ કેસ નોંધાયા 1 - image

પાલનપુર, તા. 24 જુલાઇ 2020, શુક્રવાર

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવમાં વધુ ૨૭ કેસ સામે આવ્યા છે. જેમાં વેપારી મથક ડીસામાં ૯, ધાનેરા-ભાભરમાં- ૪-૪, દિયોદરમાં ૬, વાવમાં ૩ અને થરાદમાં ૧ કેસ સામે આવ્યો છે. જેમાં વધુ ૧૭ પુરુષ અને ૧૦ મહિલા કોરોનામાં સપડાતા જિલ્લાનો કુલ આંક ૬૫૭ પર પહોંચ્યો છે. જોકે ડીસામાં કોરોનાનું સંક્રમણ તેજ રફતારથી વધી રહ્યું છે. જ્યારે પાલનપુરમાં છેલ્લા ચારેક દિવસથી પોઝિટિવ કેસોમાં ઘટાડો દર્શાવવામાં આવી રહ્યો છે.

પાટણ જિલ્લામાં શુક્રવારે ૧૪ પુરુષ અને ૬ મહિલા સહિત ૨૦ લોકોને કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જેમાં પોઝિટિવ આવનાર ૨૦ દર્દીઓ પૈકી બે દર્દીઓના મોત થતા હડકંપ મચી ગયો છે. જેને લઈ છેલ્લા બે દિવસમાં ચાર લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક ૪૮ થઈ ગયો છે. જ્યારે કુલ પોઝટિવ આંક ૫૬૨ થઈ ગયો છે. જેને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.

પાટણ જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓના મોતના આંકડાએ સ્પીડ પકડી હોય તેમ બે દિવસમાં કુલ ૪ દર્દીઓને ભરખી જતા હડકંપ મચી ગયો છે. જેમાં ગુરુવારે મોડી રાત્રે પાટણ શહેરમાં યોગેશ્વર પાર્કમાં રહેતા ૬૩ વર્ષીય પુરુષને ગત તા. ૧૩ જુલાઈના રોજ શ્વાસ લેવામાં તકલીફ પડતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેના ૧૧ દિવસ બાદ ગુરુવાર મોડી રાત્રે ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે દેવકૃપા સોસાયટીમાંરહેતા ૫૮ વર્ષીય મહિલા અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેનું પણ ગુરુવારે ધારપુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તો શુક્રવારે પોઝિટિવ આવેલ ૨૦ દર્દીઓમાંથી બે દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં પાટણ શહેરમાં અંબાજી મંદિર પાસે રહેતા ૫૫ વર્ષીય પુરુષ તેમજ ચાણસ્મા શહેરમાં ઉમિયાનગર વિસ્તારમાં રહેતા ૮૦ વર્ષીય વૃધ્ધ મહિલા સહિતના બંને દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સાથે સાથે બંને દર્દીઓના ધારપુર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જેને લઈ પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ૪ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક ૪૮ પર પહોંચી ગયો છે. જ્યારે કુલ પોઝિટિવ આંક ૫૬૨ થઈ ગયો છે.

બનાસકાંઠાનો કુલ આંક ૬૫૭ પર પહોંચ્યો

Tags :