ખેતરમાં એરંડાનો ઉભો પાક ખાધા બાદ 15ગાયોના મોત
- ગૌશાળામાં ગાયોની અછત હોવાથી બહાર ચરાવવા લઈ ગયા હતા
- આફરો ચડી જતાં પશુ ડોકટર્સને બોલાવાયા 135 ગાયોને બચાવી લીધી
થરાદ તા. 23મે 2020, શનિવાર
થરાદના ભાચર ગામે સમસ્ત ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલ
નકળંગ ગૈશાળામાંથી ૧૫ થી વધુ ગાયોના મોત થયા છે. ગૌશાળામાં ચારો ન હોવાથી તમામ
ગાયોને ગોવાળ બહાર ચરાવવા માટે લઈ ગયાનું બહાર આવ્યું છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ શિયાળુ સીઝનમાં ખેડૂતોએ કરેલા
વાવેતર અરંડાનો પાક હવે ઉત્પાદન આપતો બંધ થઇ જવાથી ગૌશાળામાં રહેલી ગાયોને ચરવા
માટે ખેડૂતો પોતાના ખેતરમાં ઉભેલા પાક ગૌવંશને દાનમાં આપી દેતા હોય છે. ત્યારે
ચુડમેર લેડાઉ ગામની સીમમાં લેબડીયા નામની ઓળખાતા સિમ ખેતરમાં આવેલ એક ખેડૂતના
ખેતરમાં શુક્રવારે એરંડાનો ઉભો પાક ખાધા બાદ ૪૪ ડીગ્રી થી વધુ તાપમાન હોવાથી ગાયો
અચાનક જમીન પર ઢળતા પેટના ભાગે આફરો ચડી જતા ગોવાળે ગૌશાળાના સંચાલક ટ્રસ્ટીઓનો
સંપર્ક કરતાં સંચાલકો દોડી આવી ખાનગી પશુ ચિકિત્સા તેમજ એલઆઇ પશુ ડોકટરોનો સંપર્ક
કરી બીમાર ગાયોની સારવાર શરૃ કરવામાં આવતાં ૧૩૫ જેટલી ગાયોને બચાવી લેવામાં આવી
હતી. ત્યારે ૧૫ ગાયોના મોત નીપજ્યા હતા.