દૂધ, શાકભાજી, કરીયાણું, મેડિકલ સ્ટરોસ સહિતને 10,826 પાસ ઈસ્યુ
- જીવન જરૃરીયાતની ચીજવસ્તુઓની વ્યવસ્થા કરાઈ
- પોલીસ ફોર્સના જવાનો લોકોની સેવામાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે
પાલનપુર,તા.02 એપ્રિલ 2020, ગુરૂવાર
નોવેલ કોરોના વાયરસ કોવિંદ-૨૦૧૯ સંદર્ભે બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનની પરિસ્થિતિમાં લોકોને જીવન જરૃરીયાતની તમામ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે બનાસકાંઠા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લોકોને દૂધ, શાકભાજી, કરીયાણું, મેડિકલ પ્રોવિઝનલ સ્ટોર્સમાંથી દવાઓ વગેરે સરળતાથી મળી રહે તે માટે વિક્રેતાઓને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કુલ ૧૦,૮૨૬ પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે. કરીયાણું ઘરેબેઠાં મળી રહે તેના માટે દુકાનદારો સાથે સંકલન કરી હોમ ડીલીવરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કલેક્ટર સંદીપ સાંગલેના નેતૃત્વ હેઠળ જિલ્લા કંટ્રોલરૃમથી અધિકારીઓ જિલ્લાની તમામ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. આજથી જિલ્લામાં સરકારી વ્યાજબી ભાવની દુકાનો પરથી ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠાનું વિતરણ શરૃ કરવામાં આવ્યું છે. જિલ્લામાં પોલીસ ફોર્સના જવાનો લોકોની સેવામાં રાઉન્ડ ધ ક્લોક ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. પોલીસની કામગીરી પર પોલીસ અધિક્ષક તરૃણ દુગ્ગલ અને પોલીસ વિભાગના અધિકારીઓ કંટ્રોલરૃમથી મોનીટરીંગ કરી રહ્યા છે.