'પાંચ દેવો'ની ઉપાસના અને પાંચ 'મહા યજ્ઞો'

- ગણપતિ એ બુદ્ધિના દેવતા છે. સમાજમાં પ્રત્યેક માનવ બુદ્ધિવાન હોવો જોઈએ.
- 'સૂર્ય' એ જડ ગોળો નથી પરંતુ જીવમાત્રનો પ્રાણ છે. સૂર્ય વગર જીવન સંભવી શકતું નથી.
પાંચ દેવો:
आकाशस्यधिपतो विष्णु अग्निश्चैव महेश्वरी ।
वायो सूर्य क्षिते दशो जीवनस्य गणाधिपः ।।
(કપિલ તંત્ર)
આકાશતત્વનાં અધિાતા વિષ્ણુ, અગ્નિતત્વની અધિાત્રી દુર્ગા, વાયુ તત્વનાં અધિષ્ઠાતા સૂર્ય, પ્રશ્વિતત્વના શિવ તથા જળતત્વના અધિષ્ઠાતા ગણેશ છે.
વૈદિક સંસ્કૃતિ આ પાંચેયને માત્ર એકેશ્વર વાદમાં માને છે. અથર્વવેદ આના પ્રતીક તરીકે ઁની ઉપાસનાનું વિધાન છે. એક જ ઈશ્વરને વિદ્વાનો અનેક નામે-રૂપે પોકારે છે. વસ્તુતઃ પરમાત્મા એક જ છે અને તેના શક્તિના કિરણોથી અવિર્ભૂત થનારા અનેક દેવગણ તેના અંશરૂપ છે.
પ્રકૃતિના સત્વ-રજ અને તમ એ ત્રણથી પંચમહાભૂતો-પૃથ્વિ-જળ-આકાશ-વાયુ અને અગ્નિથી સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયું છે. આ પાંચેયના આઘિષ્ઠાતા દેવને જ પાંચ દેવો કહેલા છે. તેની પૂજા-ઉપાસનાને 'પંચદેવ' ઉપાસના કહે છે. ગણપતિ, શિવ, હરિ, સુર્ય (ભાસ્કર) અને શક્તિ (દુર્ગા) આ પાંચ દેવો જીવનમાં બુદ્ધિનિષ્ઠા, આત્મજ્ઞાાન, પ્રેમ, તેજ અને શક્તિ આ પાંચ તત્વોનું મહત્વ સમજાવે છે.
(૧) સમાજમાં ગણપતિની ઉપાસના જરૂરી છે: ગણપતિ એ બુદ્ધિના દેવતા છે. સમાજમાં પ્રત્યેક માનવ બુદ્ધિવાન હોવો જોઈએ. જે જીવન તેમજ સમાજ જીવનને ઉજ્જવલ બનાવે.
(૨) શિવની ઉપાસના: માનવને કલ્યાણકારી બનાવે છે. આનાથી આત્મજ્ઞાાન માટેની અભિરૂચિ તેમજ અભિલાષા નિર્માણ થાય છે. આત્મજ્ઞાાનથી મનુષ્ય મહાનતાના શિખર સર કરી શકે છે. 'જાતને ઓળખે તે જગતને જીતે' મહાપુરુષોમાં આપણને આ સૂત્ર જોવા મળે છે.
(૩) વિષ્ણુ એટલે હરિની પૂજા: એ જીવનમાં લક્ષ્મીનું મહત્વ સૂચવે છે. માનવજીવનમાં વિત્તલક્ષ્મી, વિચારલક્ષ્મી, ગુણલક્ષ્મી, ભાવલક્ષ્મી, પ્રેમલક્ષ્મી વગેરે હોવી જરૂરી છે. હરિ એટલે આકર્ષક અને વિષ્ણુ એટલે વ્યાપક સ્વાર્થ કરતા પોતાની શક્તિ-પૈસો વિગેરેનો ઉપયોગ અહંકાર વિના વ્યાપકરૂપમાં સમાજના કાર્યોમાં ગરીબોની સેવા માટે કરે તે તેનું સાચું પૂજન છે.
(૪) સુર્ય-ભાસ્કરની ઉપાસના : માનવને તેજનું મહત્વ સમજાવે છે. હું નિસ્તેજ બનીશ નહીં તેમજ બીજાને હીન-હલકો ગણીશ નહીં. આવા પ્રકારની મનોવૃત્તિ માનવમાત્રમાં નિર્માણ કરવી એજ પ્રભુકાર્ય કે સૂર્યોપાસના છે. જીવનને તેજોમય બનાવીએ અને તેજીથી જીવનપંથ તથા બીજાના જીવનને ઉજાળીએ આ વૃત્તિ એ સૂર્યોપાસના તેજ ઉપાસનાનું હાર્દ છે.
સૂર્ય તેજસ્વી છે. તે સમગ્ર સૃષ્ટિને શક્તિ, પ્રકાશ, ઊર્જા તેમજ જીવન આપે છે. તે કદી આપણને હલકા ઠરાવતો નથી.
'સૂર્ય' એ ફક્ત જડ ગોળો નથી પરંતુ વિશ્વનો જીવમાત્રનો પ્રાણ છે. સૂર્ય વગર જીવન સંભવી શકતું નથી.
सूर्य आत्मा जगत स्तस्थुपश्च
(ઋગ્વેદ)
સૂર્ય એ સ્થાવર-જંગમ સૃષ્ટિનો આત્મા છે. સૂર્ય પૃથ્વીને ઘણું બધું આપે છે. સૂર્ય એ મહાન કર્મયોગી છે અને કર્મયોગની પ્રેરણા આપે છે. આથી ઋષિઓએ તેને 'સૂર્યનારાયણ ભગવાન' કહીને બિરદાવ્યો છે. આપણે તેને સવાર સાંજ કૃતજ્ઞાતાપૂર્વક નમસ્કાર કરીએ એ જ આપણી ખાનદાની છે.
સૂર્યના રથને એક જ પૈડુ છે અને સાપની લગામથી સંયમિત થયેલા સાત ઘોડાઓ છે. અવલંબન વગરનો માર્ગ છે. પગ વગરનો સારથિ (અરુણ) છે. સાધનોની આટલી બધી મર્યાદા છતાં સૂર્ય રોજ સમગ્ર આકાશમાં ફરી વળે છે. કારણ કે મહાપુરુષોની કાર્યસિદ્ધિ તેમના સત્વ બળ ઉપર નિર્ભર હોય છે. નહીં કે સાધનો પર સૂર્યની નિયમિતતા પણ વિશ્વમાં અજોડ છે તેના ઉદય અને અસ્ત ઉપરથી તો કાળની (ઉત્તરાયણ-દક્ષિણાયનની) ગણના થાય છે.
'ઉદય અને અસ્ત સમયે સુર્ય લાલ રંગનો હોય છે. તે જ રીતે મહાપુરુષો પણ સુખ-દુઃખમાં એક જ વૃત્તિના એટલે કે સ્થિર વૃત્તિના હોય છે.' 'तत्सवितुर्वरेण्य भर्गो देवस्य धीमहि धीयो यौनः प्रचोदयात' એ ગાયત્રી મંત્રને સુર્ય ઉપાસનાનો જીવન મંત્ર બનાવી જીવનને તેજસ્વી અને દિવ્ય બનાવીએ. જીવનનો આધાર માનવની બુદ્ધિ ઉપર છે. સૂર્યોપાસનાથી બુદ્ધિની તેજસ્વીપણાની માંગણી કરીએ છીએ.
(૫) શક્તિ(દુર્ગા)ની ઉપાસના: મા દુર્ગા અંબાની પૂજા-ઉપાસના શક્તિપૂજા, શક્તિનો સ્ત્રોત કોઈપણ કાર્યને વેગવાન બનાવે છે. ભક્તિએ, ઉપાસકોએ કે તત્વ ચિંતકોએ પણ કદી શક્તિની ઉપેક્ષા કરવી જોઈએ નહીં. પુરાણોમાં ઘણીવાર શક્તિની ઉપાસનાથી જ અસુરોનો નાશ થયો જોવા મળે છે. શારીરિક શક્તિ, દૈવીશક્તિ અને માનસશક્તિથી જ માનવો આગળ વધે છે. આપણી આઝાદીનું સ્પષ્ટ દ્રષ્ટાંત છે. નૈતિક મૂલ્યોને યોગ્ય રીતે ટકાવવા હોય તો સજ્જનો એ સંગઠિત શક્તિથી અને દૈવીશક્તિથી તેની પાછળ ઉભા રહેવું જોઈએ.
આવી શ્રેષ્ઠ પંચાયત પૂજા-પંચદેવોની પૂજા સમાજમાં નિર્માણ થતી રહે. એમાં જ આપણું પરમ શ્રેય રહેલું છે.
પાંચ મહાયજ્ઞાો: કુશળતાપૂર્વક, પરોપકાર વૃત્તિથી, સેવા વૃત્તિથી અપેક્ષા વિનાના કરેલા કાર્યો 'યજ્ઞા' બની જાય છે. યજ્ઞા શબ્દ યુજ ધાતુમાંથી બન્યો છે. દેવપૂજા, મિત્રકરણ દુઃખી પુરુષોની સેવા ગરીબોને મદદ પોતાની નિાથી કાર્ય કરવું (શ્રમયજ્ઞા) આ બા યજ્ઞાનાં કાર્યો છે.
દૈવયજ્ઞા, ભૂતયજ્ઞા, પિતૃયજ્ઞા, બ્રહ્મયજ્ઞા તથા મનુષ્ય યજ્ઞા એમ પાંચ મહાયજ્ઞાો છે. (ગ્રહસૂત્ર)
આપણે ઘણી સાવચેતી રાખીએ તો પણ આપણાથી જાણે-અજાણે કંઈક હિંસા તથા પાપ થઈ જ જાય છે. સંપૂર્ણ પાપ રહિતાનું જીવન શક્ય નથી જ. પાપોનાં નિરાકરણનો રસ્તો મનુસ્મૃતિ, યજ્ઞાાવાલ્ક્ય સ્મૃતિ, તૈતિરિયા આરણ્યક, આશ્વલાયન ગ્રહસૂત્ર વિગેરેમાં દેખાડયો છે. ભાવનગરના ડૉ. ઉમાકાંત જે. જોષીના જણાવ્યા અનુસાર (૧) ભણવું-ભણાવવું-વિદ્યાદાન- એ બ્રહ્મયજ્ઞા છે. (૨) પિતૃઓનું તર્પણ કરવું એ પિતૃયજ્ઞા છે. (૩) હોમ-કથા-પૂજા એ દેવયજ્ઞા છે. (૪) બધા પ્રાણીઓ ઉપર દયા રાખવી. તેઓને તૃપ્ત કરવા એ ભૂતયજ્ઞા છે. (૫) અને અતિથિપૂજન દીન-દુઃખીને ઔષધ-ભોજન વગેરેની જરૂરીયાતની મદદ કરવી એ જ મનુષ્ય યજ્ઞા છે. આ પાંચ મહાયજ્ઞાોથી તે પાપોનું નિવારણ થઈ શકે છે.
આ મહાયજ્ઞાથી જગતનું કલ્યાણ થાય છે. તેમાં નિશ્વાર્થની પ્રધાનતા હોવાથી બીજા બધા યજ્ઞાો કરતા શ્રે હોવાથી આને પાંચ મહાયજ્ઞાો કહેલા છે.
આ પાંચ યજ્ઞાોથી સૃષ્ટિના કાર્યોનું વ્યવસ્થિત સંચાલન થાય છે. આ સૃષ્ટિમાં જન્મેલો પ્રત્યેક ઋણી છે. સમગ્ર માનવજીવન અનેક નાનાં મોટા ઋણ નીચે દબાયેલું છે. આથી આવા સત્કાર્યો કે જેનાથી પરમાત્મા-દેવો તૃપ્ત થાય છે. એમ ઈશ્વર પ્રસન્ન થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં કહ્યું છે કે
दवानभावयतानेन ते देवाभावयषतुयः।
परस्परं भावयन्तः श्रेय परमवाप्स्यथः।।
(શ્રીમદ્ ભગવદ ગીતા અ. ૩/૧૧)
'તમે બધા આ યજ્ઞા વડે દેવતાઓને ઉન્નત કરો અને દેવતાઓ તમને ઉન્ન કરે. આ પ્રમાણે નિઃસ્વાર્થભાવે એકબીજાને ઉન્નત કરતા રહીને તમે બધા પરમ કલ્યાણને પામશો.'
આ પાંચ યજ્ઞાોથી માનવી વિશ્વપ્રેમનો સાધક થશે. સાચી જીવન દ્રષ્ટિ જીવનમાં નિર્માણ થશે. જીવન વ્યાપક બનશે તથા સમગ્ર વિશ્વ જોડે, ઈશ્વર જોડે, પ્રાણીમાત્ર જોડે તાદાત્મ્ય અનુભવશે.

