Astro

કોઈપણને ભગવદ્ ગીતા ભેટમાં આપવી જોઈએ? જાણો શાસ્ત્ર શું કહે છે

By GS TEAM
17 Jun 20252 mins read
TukuTouch Logo
મોટાભાગે તમે જોયું હશે કે, લોકો કોઈને કોઈ કાર્યક્રમ કે પાર્ટીમાં કંઈકને કંઈક ગીફ્ટ આપતાં હોય છે. તેમાં કેટલાક લોકો વધુ પડતાં ભાવુક થઈને ભગવાનની મૂર્તિ કે ભગવદ ગીતા ભેટમાં આપતા હોય છે. આને કેટલાક લોકો યોગ્ય માને છે તો કેટલાક લોકો તેને ખોટું માને છે. જેઓ તેને યોગ્ય માને છે તેઓ દલીલ કરે છે કે, કોઈને ભગવાનની મૂર્તિ કે ભગવદ ગીતા આપવી એ સારુ કામ છે. જ્યારે જે લોકો ખોટું માને છે, તેઓ દલીલ કરે છે કે કોઈને ખબર નથી કે તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે. ત્યારે કોઈને પવિત્ર મૂર્તિ કે ભગવદ ગીતા આપવી એ યોગ્ય છે કે નહીં. આવો આપણે જાણીએ કે, આપણા શાસ્ત્રો અનુસાર તે યોગ્ય છે કે નહીં?

Summarized by AI; it may make mistakes. Check important info

કોઈપણને ભગવદ્ ગીતા ભેટમાં આપવી જોઈએ? જાણો શાસ્ત્ર શું કહે છે

Importance of Bhagavad Gita: મોટાભાગે તમે જોયું હશે કે, લોકો કોઈને કોઈ કાર્યક્રમ કે પાર્ટીમાં કંઈકને કંઈક ગીફ્ટ આપતાં હોય છે. તેમાં કેટલાક લોકો વધુ પડતાં ભાવુક થઈને ભગવાનની મૂર્તિ કે ભગવદ ગીતા ભેટમાં આપતા હોય છે. આને કેટલાક લોકો યોગ્ય માને છે તો કેટલાક લોકો તેને ખોટું માને છે. જેઓ તેને યોગ્ય માને છે તેઓ દલીલ કરે છે કે, કોઈને ભગવાનની મૂર્તિ કે ભગવદ ગીતા આપવી એ સારુ કામ છે. જ્યારે જે લોકો ખોટું માને છે, તેઓ દલીલ કરે છે કે કોઈને ખબર નથી કે તે વ્યક્તિનો સ્વભાવ કેવો છે. ત્યારે કોઈને પવિત્ર મૂર્તિ કે ભગવદ ગીતા આપવી એ યોગ્ય છે કે નહીં. આવો આપણે જાણીએ કે, આપણા શાસ્ત્રો અનુસાર તે યોગ્ય છે કે નહીં?

આ પણ વાંચો : 3 દિવસ બાદ ગ્રહોના રાજા સૂર્ય રચી રહ્યા છે અદ્ભુત યોગ, આ ત્રણ રાશિઓનું બદલાઈ શકે છે ભાગ્ય

ધાર્મિક ગ્રંથો કોને આપવા યોગ્ય

આપણા સ્કંદ પુરાણ જેવા ધાર્મિક ગ્રંથો સહિત અન્ય કેટલાક ધાર્મિક ગ્રંથોમાં દાનનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જેમા કોઈને ભેટ આપવી એ પણ દાન સમાન માનવામાં આવે છે, ત્યારે ભગવદ ગીતા અને અન્ય ધાર્મિક ગ્રંથો દરેકને ભેટ તરીકે આપવા યોગ્ય છે કે ખોટું છે, તે તો એ વ્યક્તિ પર આધાર રાખે છે. જો વ્યક્તિ સારા કર્મો કરનારી હોય તો તેને ભગવાનની મૂર્તિ, ફોટો, ભગવદ્ ગીતા કે અન્ય ધાર્મિક ગ્રંથો આપવા યોગ્ય રહેશે.

આ પણ વાંચો : અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનાને પગલે સાદાઈથી નીકળશે રથયાત્રા! જગન્નાથ મંદિર ટ્રસ્ટ લેશે નિર્ણય

આ બિલકુલ દાન ન કરો

  • સ્કંદ પુરાણમાં જણાવ્યા પ્રમાણે કોઈએ અયોગ્યને દાન ન આપવું જોઈએ, સરળ શબ્દોમાં કહીએ તો પવિત્ર પુસ્તકો જેવા કે, ભગવદ્ ગીતા, રામચરિતમાનસ, રામાયણ, ગ્રંથ, પુરાણ કે વેદ તેમજ મૂર્તિ, ફોટો વગેરે એવી વ્યક્તિને દાન ન કરવા જોઈએ, જે તેની યોગ્ય સંભાળ ન રાખી શકે અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી.
  • ભગવદ્ ગીતા કે ભગવાનની મૂર્તિ પવિત્ર માનવામાં આવે છે, જો તમે તેને ભેટ આપવા માંગતા હો, તો તે એવી વ્યક્તિને કરો જે સાત્વિક અને ધાર્મિક હોય.
  • આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે, વ્યક્તિએ માંસ, દારૂનું સેવન ન કરવું જોઈએ, કારણ કે આવી સ્થિતિમાં ભગવાનનું અપમાન થાય છે. ભગવાનને પણ રાક્ષસી વૃત્તિઓ ધરાવતા વ્યક્તિના ઘરમાં રહેવાનું પસંદ નથી.