Get The App

બિહારના ગયાજીમાં જ કેમ કરવામાં આવે છે પિંડદાન? શું છે કારણ, ક્યારે અને કોણે કરી હતી શરુઆત...

બિહાર રાજ્યના ગયા જિલ્લાને ધાર્મિક નગરી તરીકે ઓળખવામાં આવે છે

શ્રીરામ, સીતા અને લક્ષ્મણે સૌથી પહેલા અહી કરી હતી પિંડદાનની વિધિ

Updated: Aug 8th, 2023

GS TEAM

Google News
Google News
બિહારના ગયાજીમાં જ કેમ કરવામાં આવે છે પિંડદાન? શું છે કારણ, ક્યારે અને કોણે કરી હતી શરુઆત... 1 - image
Image  Social Media

તા. 8 ઓગસ્ટ 2023, મંગળવાર

બિહારનો ગયા જિલ્લા છે. જેને લોકો ખૂબ જ આદર ભાવપુર્વક ગયાજી નામથી બોલાવે છે. ગયા જીલ્લાને ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહી દરેક ખુણે ખુણે મંદિર આવેલા છે, જ્યા સ્થાપિત મુર્તિ પ્રાચિનકાળની હોવાનું માનવામાં આવે છે. જોકે દરેકની માન્યતા અલગ અલગ હોય છે, એવી માન્યતા છે કે ભગવાન શ્રીરામ, સીતા અને લક્ષ્મણ ગયાની ધરતી પર પધાર્યા હતા અને અહીં તેમણે પિંડદાન કર્યુ હતું. ત્યારથી પિંડદાન કરવાની મહિમા શરુ થઈ ગઈ છે. ગયાજીમાં પિંડદાન કરવાથી પુર્વજોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. અહીં દેશ- વિદેશથી પણ લોકો તેમના પુર્વજોને મોક્ષ આપવા માટે પિંડદાન કરવા માટે આવે છે. 

પિંડદાનની ક્યારે અને કોણે શરુઆત કરી હતી

ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષના 15 દિવસ જ પિતૃપક્ષ કહેવામાં આવે છે. ગરુડ પુરાણ પ્રમાણે ગયાજીમાં થનારા પિંડદાનની શરુઆત ભગવાન શ્રીરામે કરી હતી. એવુ પણ કહેવામાં આવે છે કે, શ્રીરામ, સીતા અને લક્ષ્મણે અહી આવીને રાજા દશરથને સૌથી પહેલા પિંડદાન કર્યુ હતું. અને એવુ કહેવામાં આવે છે કે આ જગ્યા પર પિતૃ પક્ષનું પિંડદાન કરવામાં આવે તો પિતૃઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા પ્રમાણે ભગવાન શ્રીહરી અહીંયા પિતૃ દેવતાના રુપમાં બિરાજમાન છે. એટલા માટે તેને પિતૃ તીર્થ પણ કહેવામાં આવે છે. તેમને બતાવી દઈએ કે, ગયાના આ મહત્વના કારણે અહી લાખો લોકો દર વર્ષે તેમના પુર્વજોના પિંડદાન કરવા માટે આવે છે. 

ગયાજીમાં પિંડદાનથી 108 કુળનો થાય છે ઉદ્ધાર

એવી પણ માન્યતા રહેલી છે કે ગયાજીમાં પિંડદાન કરવાથી 108 કુળ અને 7 પેઢીઓનો ઉદ્ધાર થાય છે.  આ ઉપરાંત અહીથીં તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવુ કરવાથી પિતૃઓને સ્વર્ગમાં સ્થાન મળે છે.

આગામી 28 સપ્ટેમ્બરથી શરુ થશે પિતૃપક્ષ મેળા મહાસંગ્રામ

ગયાજીમાં આ વર્ષે 28 સપ્ટમ્બર 2023 થી વિશ્વવિખ્યાત પિતૃપક્ષ મેળો શરુ થવાનો છે, જે 14 ઓક્ટોમ્બર સુધી ચાલશે. આ ઐતિહાલિક મેળાની શરુઆત માટે જિલ્લા વહીવટી તંત્ર અત્યારથી તેની તૈયારીમાં જોડાઈ ગયું છે. 


Tags :