શરદ પૂનમે ખુલ્લા આકાશ નીચે કેમ મુકાય છે દૂધ-પૌંઆ કે ખીર? જાણો લક્ષ્મી પૂજા અને જાગરણનું મહત્ત્વ
Image AI |
Sharad Purnima 2025: હિન્દુ પંચાંગ પ્રમાણે આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબર, 2025 ના રોજ મનાવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, આ દિવસે ચંદ્ર સોળે કળાએ ખીલેલો હોય છે અને તેના કિરણોને અમૃત સમાન માનવામાં આવે છે. આ જ કારણે આ પૂર્ણિમા ધાર્મિક, આધ્યાત્મિક અને સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાની રાત્રે તૈયાર કરવામાં આવતી ખીર અમૃત સમાન હોય છે.એટલે લોકો પૂર્ણિમાની રાત્રે ખીર તૈયાર કરે છે અને તેને ખુલ્લા આકાશ નીચે રાખે છે. આવો જાણીએ કે, શરદ પૂર્ણિમા ખીર શા માટે ખાસ હોય છે.
આ પણ વાંચો: વર્ષો બાદ દિવાળીએ શનિદેવ વક્રી રહેશે, આ રાશિના જાતકોની કિસ્મતમાં અચ્છે દિન આવશે
શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. 'કોજાગરી' નો અર્થ 'કોણ જાગી રહ્યું છે'. એવું માનવામાં આવે છે કે, માં લક્ષ્મી આ રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરે છે, અને એવા ઘરોમાં પ્રવેશ કરે છે જ્યાં જાગરણ કરવામાં આવે છે અને તેમની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન આ તિથિએ માં લક્ષ્મી પ્રગટ થયા હતા. તેથી, તેને દેવી લક્ષ્મીના જન્મોત્સવ તરીકે પણ મનાવવામાં આવે છે.
તારીખ અને પૂજાનો સમય
આ વર્ષે, શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરના રોજ બપોરે 12:23 વાગ્યે શરૂ થશે અને 7 ઓક્ટોબરના રોજ સવારે 9:16 વાગ્યા સુધી ચાલુ રહેશે. પરંપરા મુજબ મોડી સાંજે દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે.
ખીરની પરંપરા અને સ્વાસ્થ્ય લાભ
શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને તેને ચંદ્રમાની રોશનીમાં રાખવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો ખીરમાં ઔષધીય ગુણોનો સંચાર કરે છે. બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી આ ખીરનું સેવન કરવાથી ઉર્જા, શક્તિ અને સ્વાસ્થ્ય લાભ મળે છે. ખાસ કરીને આ ખીર શ્વસન રોગો અને અન્ય બીમારીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ધાર્મિક અને સ્વાસ્થ્ય મહત્ત્વ
શરદ પૂર્ણિમા માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક પર્વ જ નથી, પરંતુ આ સ્વાસ્થ્ય અને પરિવારના સુખાકારી સાથે પણ સંકળાયેલ છે. આ દિવસે જાગરણ, દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા, અને ચંદ્રમાની રોશનીમાં ખીર મૂકવાની પરંપરાનું પાલન કરવાથી જીવનમાં શાંતિ, ધન- ધાન્ય અને સમૃદ્ધિ આવે છે.
નોંધ - આ માહિતી માત્ર જાણકારી હેતુ આપવામાં આવી છે. ગુજરાત સમાચાર તેને પુષ્ટિ કરતું નથી.