Get The App

શરદ પૂર્ણિમાએ મહાસંયોગ: એકસાથે મેળવો મા લક્ષ્મી અને મહાદેવ બંનેના આશીર્વાદ, જાણો ગુપ્ત ઉપાય

Updated: Oct 4th, 2025

GS TEAM

Google News
Google News
શરદ પૂર્ણિમાએ મહાસંયોગ: એકસાથે મેળવો મા લક્ષ્મી અને મહાદેવ બંનેના આશીર્વાદ, જાણો ગુપ્ત ઉપાય 1 - image


Sharad Purnima 2025: વર્ષમાં આવતી દરેક પૂર્ણિમાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે, પરંતુ શરદ પૂર્ણિમાનો દિવસ વિશેષ રુપે શુભ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. તેમજ પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. 

આ પણ વાંચો: શરદ પૂર્ણિમાના દિવસે પૃથ્વી પર આવે છે માતા લક્ષ્મી, મુખ્ય દ્વારે જરૂર કરો આ કામ

આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરે 

મિથિલા પંચાંગ પ્રમાણે આ વર્ષે શરદ પૂર્ણિમા 6 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ શુભ અવસરે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરાધના કરવાથી દરેક દુખ દૂર થાય છે. જીવનમાં ખુશીઓનું આગમન થાય છે. સાથે સાથે ઘર - પરિવારમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય છે. 

દરેક મનોકામના પૂર્ણ થાય છે 

શરદ પૂર્ણિમાના દિવસે માત્ર ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી જ નહીં પરંતુ ભોલેનાથની ઉપાસના કરવાથી ખૂબ શુભ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે આ દિવસે જો શિવલિંગ પર વિશેષ અભિષેક કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જીવનમાં કાયમી સુખ - શાંતિ બની રહે છે. 

શરદ પૂર્ણિમા પર કરો આ વિશેષ અભિષેક

શરદ પૂર્ણિમાની સવારે સ્નાન આદિ ક્રિયા પૂર્ણ કરી શિવ મંદિરમાં જાઓ અને શ્રદ્ધાપૂર્વક જળાભિષેક કરો. ત્યાર બાદ કેસર, બિલિપત્ર અને ફુલ અર્પણ કરો. પછી શિવલિંગ પર શેરડીનો રસ, દૂધ, દહી અને મધનો અભિષેક કરો. અભિષેક દરમિયાન 'ઓમ નમ: શિવાય' મંત્રનો જાપ કરો.  

આ પણ વાંચો: શરદ પૂનમે ભક્તોને આશીર્વાદ આપવા આવે છે મા લક્ષ્મી, ઘરના મુખ્ય દ્વાર પર જરૂર કરો આ ઉપાય

મળશે મહાદેવની વિશેષ કૃપા 

આવુ કરવાથી ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આર્થિક તંગી દૂર થાય છે અને જીવનમાં સુખ - સમૃદ્ધિ આવે છે. શરદ પૂર્ણિમાનો આ દિવસ ત્રણ દેવતાઓ વિષ્ણુ, લક્ષ્મી અને મહાદેવને પ્રસન્ન કરવાનો સૌથી ઉત્તમ અવસર માનવામાં આવે છે.  

Tags :