Astro

16થી 20 જૂન સુધી પંચક: પાંચ દિવસ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, જાણો શું છે રહસ્ય

By GS TEAM
16 Jun 20253 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ નક્ષત્રના યોગને પંચક કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પાંચ નક્ષત્રનો સંયોગને પંચક કહેવામાં આવે છે. આ નક્ષત્રોમાં ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રનો સમાવેશ થાય છે. જ્યારે ચંદ્ર મીન અને કુંભ રાશિમાં રહે છે ત્યારે પંચક લાગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

16થી 20 જૂન સુધી પંચક: પાંચ દિવસ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, જાણો શું છે રહસ્ય

Panchak June 2025: જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ નક્ષત્રના યોગને પંચક કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પાંચ નક્ષત્રનો સંયોગને પંચક કહેવામાં આવે છે. આ નક્ષત્રોમાં ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ અને રેવતી નક્ષત્રનો સમાવેશ થાય છે. જ્યારે ચંદ્ર મીન અને કુંભ રાશિમાં રહે છે ત્યારે પંચક લાગે છે. 

આ પણ વાંચો: મુસીબતમાં હોવ તોય ન વેચતા 3 વસ્તુઓ, નહીંતર આર્થિક તંગીમાં ફસાઈ જશો!

આમ તો જ્યોતિષમાં પંચકને શુભ માનવામાં આવતું નથી. તેને એક અશુભ અને હાનિકારક સંયોગ તરીકે જોવામાં આવે છે, પરંતુ દરેક વાર આવતા પંચકનો પ્રભાવ અલગ-અલગ બતાવવામાં આવ્યો છે. દરેક માસમાં પાંચ દિવસ માટે પંચક લાગે છે. દરેક મહિનાના પંચકની અસર પણ અલગ હોય છે. આવો તમને જણાવીએ પંચક શું હોય છે. 

શું હોય છે પંચક

જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા પ્રમાણે ચંદ્ર જ્યારે ધનિષ્ઠા નક્ષત્રના ત્રીજા ચરણમાં અને શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ તથા રેવતી નક્ષત્રના ચરણોમાં ભ્રમણ કરે છે, તો તેને પંચક કાળ કહેવામાં આવે છે. આ સાથે જ્યારે ચંદ્ર ગ્રહ કુંભ અને મીન રાશિમાં ભ્રમણ કરે છે તો પંચક લાગે છે. ધનિષ્ઠા, શતભિષા, પૂર્વાભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ તથા રેવતી આ પાંચ નક્ષત્રનો યોગથી પંચક કાળનો જન્મ થાય છે. આજ કારણે તેને પંચક કહેવામાં આવે છે. આ કાળમાં કોઈપણ શુભ અને મંગળ કાર્ય કરવાની મનાઈ હોય છે. 

પંચકના પાંચ રહસ્યો?

પંચકના પાંચ રહસ્યો તેના પાંચ નક્ષત્રો સાથે જોડાયેલા છે.

ધનિષ્ઠા નક્ષત્ર

ધનિષ્ઠા નક્ષત્રમાં પંચક લાગે તો આગ લાગવાનો ભય રહે છે. જેના કારણે પંચક દરમિયાન ઘાસ અને લાકડાં એકત્રિત કરવાની મનાઈ છે.

શતભિષા નક્ષત્ર

શતભિષા નક્ષત્રમાં પંચક લાગે તો ઝઘડા થવાની શક્યતા રહે છે. આ ગ્રહો અને નક્ષત્રોનો સમય છે. આમાં તમારે ખૂબ જ સંયમ અને સકારાત્મકતા સાથે રહેવું જોઈએ. તેમજ વાદવિવાદથી દૂર રહેવું જોઈએ. કારણ કે, ગ્રહો અને નક્ષત્રો અનુસાર વાદવિવાદનો ખતરો વધી જાય છે. 

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: કોને મળશે બદલી-બઢતી અને કોણે રહેવું સાવધાન જાણો 16 થી 22 જૂન, 2025 સુધીનું તમારું રાશિ ભવિષ્ય

પૂર્વાભાદ્રપદ નક્ષત્ર

પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં રોગ થવાની શક્યતા વધી જાય છે. તેથી આ સ્થિતિમાં તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું ખાસ જરૂરી છે.

ઉત્તરાભાદ્ર નક્ષત્ર

ઉત્તરાભાદ્ર નક્ષત્રમાં તમને પૈસા રુપે સજા મળે છે, એટલે કે, તમારા ઘરમાં કોઈ વસ્તુ ચોરી થવાનો કે ખોવાઈ જવાનો ભય રહે છે. આ સ્થિતિમાં તમારે તમારા ઘર અને તમારા સામાનની સુરક્ષા પર વધુ ધ્યાન રાખવું જોઈએ. 

રેવતી નક્ષત્ર

રેવતી નક્ષત્રમાં પંચક લાગે તો ધનની હાની થવાની શક્યતા રહે છે, તેથી આ સ્થિતિમાં તમારે તમારા પૈસા સંબંધિત કોઈપણ કામ કરતાં પહેલા ઘણી વાર વિચાર કરવો જોઈએ. જો શક્ય હોય તો તમારે આ કામો ન કરવા જોઈએ. તમારે કોઈ લેવડ દેવડ કે ખરીદી કરવાનું ટાળવું જોઈએ.

ભૂલથી પણ ન કરવા જોઈએ આ પાંચ કામ 

1.  લાકડા એકત્ર ન કરવા તેમજ લાકડા ખરીદવા જોઈએ નહીં

2. મકાન પર છત ન બનાવવી.

3. મૃતદેહનો અંતિમ સંસ્કાર ન કરવો.

4. પલંગ અથવા ખાટલા આ સમયગાળામાં ન બનાવવા જોઈએ.

5. આ સમયગાળા દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ.