સાપ્તાહિક રાશિફળ: કોને મળશે બદલી-બઢતી અને કોણે રહેવું સાવધાન જાણો 16 થી 22 જૂન, 2025 સુધીનું તમારું રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જૂન મહિનાનું ત્રીજું સપ્તાહ (16 જૂન થી 22 જૂન, 2025) આજથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહ તમારા માટે કેવું રહેશે, ગ્રહ-નક્ષત્રોની ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે, તે જાણવા માટે જુઓ સાપ્તાહિક રાશિફળ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે, આ સપ્તાહે મકર રાશિના જાતકોને નોકરીમાં બદલી કે બઢતીની તક મળી શકે છે, જ્યારે કર્ક રાશિના જાતકોએ ખટપટથી દૂર રહેવું હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, ચાલો નજર કરીએ આ સપ્તાહના સાપ્તાહિક રાશિફળ પર.
આ પણ વાંચો : બે દિવસ પછી ચંદ્રમા-રાહુની યુતિ, આ રાશિના જાતકોનું ભાગ્ય સોનાની જેમ ચમકશે!
મેષ રાશિ:
ધીરજ અને શાંતિ રાખવી. મુસાફરીના યોગ બને છે, યાત્રા કે જાત્રા થઈ શકે જેનો સંતોષ પણ મળે. આરોગ્યમાં કોઈ તકલીફ હોય તો તેનું પણ નિદાન થઈ શકે. આસપાસના વર્તુળોમાં જેમકે પાડોશી, મિત્રો, સહકર્મચારીઓ સાથે સંબંધ સારા બને. જુના મતભેદ ભૂલવાની તક મળે.
વૃષભ રાશિ :
જૂની ઈચ્છા પૂરી થાય તેવું બનવા જોગ છે. લાંબા અંતરની કોઈ યાત્રા કે જાત્રાનું આયોજન થઈ શકે. વિવાદ ચાલતો હોય તો તેનો ઉકેલ આવવાના યોગ બને. આર્થિક, કૌટુંબિક બાબત સારું સુખ મળે. અશાંત મન ધીરે-ધીરે શાંતિ તરફ વળે એટલે મનનો ઉદ્વેગ ઘટે કામકાજમાં યોગ્ય ધ્યાન આપી શકાય.
મિથુન રાશિ:
મુલાકાતમાં સમય વધુ ફાળવાય. નવા મિત્રો પરિચિતો સાથે સંબંધ વધે, તેમાં કોઈ લાભની વાત પણ થઈ શકે છે. શારીરિક પીડા હોય તે ઓછી થાય, જેથી રાહત અનુભવાય. તન - મનમાં સ્ફૂર્તિ વધે, સાહસી વિચારો રહે, કુટુંબ પ્રત્યે સારો ભાવ જાગે, કોઈ ખરીદીની ઈચ્છા ફળીભૂત થઈ શકે.
કર્ક રાશિ :
થોડી ધીરજ શાંતિના ફળ સારા મળે. નોકરી વ્યવસાયમાં અચાનક કોઈ સારી તકની વાત સાંભળવા મળે. ખટપટથી દુર રહેવું, લાંબા અંતરની મુસાફરી પણ થઇ શકે. નાણાકીય લાભ પણ સંભવિત બને. કુટુંબમાં કોઈ સારા કાર્યમાં યોગદાન આપો અને તેનો સંતોષ અને ખુશી અનુભવો.
સિંહ રાશિ :
તમારા પ્રયત્ન મહેનત બાદ ફળીભૂત થાય. ભાઈ બહેન કુટુંબ અંગે સારું કાર્ય થાય, તેમના માટેના કોઈ કાર્યમાં યોગદાન આપવાનું પણ બને. આત્મબળ, હિમતમાં વધારો થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી રુચી રહે. માન પ્રતિષ્ઠામાં વધારો આવી શકે. નવા સંબંધનો વિકાસ થાય, જેનો ઉત્સાહ પણ રહે.
કન્યા રાશિ :
તમારા પ્રયત્ન ફળીભૂત થાય, ધન વૈભવમાં વધારો થાય તેવા યોગ જોવા મળે, વાણી પર પ્રભુત્વ વધે, જમીન મકાન સંબંધિત કોઈ કાર્ય પણ થઈ શકે. નોકરીમાં કોઈ પ્રશ્ન હોય તે હલ થાય કે નવી નોકરી કે બઢતી મળે તેવું પણ બની શકે. કોઈ અણબનાવ હોય તેમાં પણ સુધારો આવી શકે.
તુલા રાશિ :
પરિચિતો સાથેના સંબંધમાં અહમ ન વધે તેનું ધ્યાન રાખવું. વધુ વિચાર ન કરવા વ્યવહારુ બનવું. નવી કોઈ જાણકારી કે શીખવાનું બને. તમારા કાર્યમાં ભાગ્ય સાથ આપે તેવું બને. ભાઈ બહેન મિત્રોનો સાથ સહકાર વધે ઉત્સાહ પણ સારો જળવાય.
વૃશ્ચિક રાશિ :
શાંતિથી કામકાજમાં ધ્યાન આપવું. જુના અટકેલા કાર્યો થઈ શકે માટે પ્રયત્ન કરવો ઇચ્છનીય છે. અચાનક કોઈ સારા લાભની વાત સાંભળવા મળી શકે. નોકરી વ્યવસાયમાં પણ પ્રગતિ થાય તેવું કોઈ કાર્ય થાય. મતભેદ સુધારવાની તક મળે ધીરે-ધીરે પોતાના કામકાજમાં સંતોષ પણ વધી શકે.
ધન રાશિ :
કામકાજમાં વધુ વિશ્વાસ ન રાખવો, જેથી કોઈ અવઢવ ઉભી ન થાય. તમારી પ્રતિભા આવડતમાં સુધારો થાય પણ ધીરજ અને સરળતા પણ રાખવી. મુસાફરીના યોગ છે તેમાં ઉત્સાહ પણ વધે નવા પરિચય થાય. પસંદગીની વસ્તુની ખરીદી પાછળ ખર્ચ પણ થાય.
મકર રાશિ:
નોકરીમાં બદલી, બઢતી કે નવી તક માટે પ્રયત્ન કરવાથી સારી આશા બને તેમજ વ્યવસાય કરનારને પણ કોઈ પ્રગતિની વાત થાય. સંબંધ પણ લાભકારી બનતા જણાય. અણધાર્યો કોઈ લાભ પણ મળે, જુના પડતર પ્રશ્નોનો ઉકેલ પણ આવે તેવું બની શકે. આરોગ્ય સુખાકારી પણ વધે. કુટુંબ કાર્યમાં યોગદાન પણ આપી શકાય.
આ પણ વાંચો : પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં મંગળનું થશે ગોચર, 30 જૂનથી આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
કુંભ રાશિ:
રાહતની લાગણી જોવા મળે. સ્વાસ્થ્ય સુખાકારી વધે તેવા યોગ છે, યોગ્ય નિદાન થવાથી રાહત થાય. વિદ્યાભ્યાસ અંગે સારા યોગ બને નવું શીખવાની ઈચ્છા જાગે. તમારી લાગણી સંતોષાય. જાહેર જીવનમાં પ્રતિભા વધી શકે. યાત્રા કે જાત્રા, ધાર્મિક કાર્ય સંભવિત બની શકે છે. નસીબ સાથ આપતું જણાય.
મીન રાશિ :
ધીરજ રાખી આગળ વધવાની નીતિ લાભકારતા બને. ઘર પરિવાર તેમજ અંગત જીવનમાં શાંતિ મળે. જુના મતભેદ સુધારવાની તક મળે. જમીન મકાન બાબતના પ્રશ્ન અંગે યોગ્ય ચર્ચા થઈ શકે. નોકરીમાં સારી બદલી, બઢતી કે નવી તક મળી શકે. આરોગ્ય બાબત કોઈ પીડા હોય તો સુધારો આવી શકે.









