સાપ્તાહિક રાશિફળ: 4થી 10 ઓગસ્ટ, 2025, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ, એટલે કે 4 થી 10 ઓગસ્ટ, 2025, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? ગ્રહો અને નક્ષત્રોની બદલાતી ચાલ તમારી રાશિ પર કેવી અસર કરશે તે જાણીશું. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહ દરેક રાશિના જાતકો માટે ખાસ સૂચનો લઈને આવ્યું છે. ખાસ કરીને, મિથુન રાશિએ જરૂર જણાય ત્યાં ચોખવટ અવશ્ય કરવી. સિંહ રાશિ માટે સારા પરિવર્તનના યોગ બની શકે છે. તો, ધન રાશિવાળાએ વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. આ ઉપરાંત, અન્ય રાશિના જાતકોને કેવા લાભ થશે અને કઈ તકેદારી રાખવી તે જાણવા માટે, આ સપ્તાહના વિસ્તૃત સાપ્તાહિક રાશિફળ પર એક નજર કરીએ.
મેષ રાશિ :
થોડી તકેદારી રાખવી સારી. શાંતિથી સમય પસાર કરવો. વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે. તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે.
વૃષભ રાશિ :
પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે. ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા. કાંઈક કાર્યની તમન્ના વધુ થાય. તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો .
મિથુન રાશિ :
જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી. ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી. ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગત કાર્યમા સમયનો વ્યય થાય તેવું પણ બને. થાકની અસર કામના અંતે વધુ દેખાય.
કર્ક રાશિ :
તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય. તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.
સિંહ રાશિ :
નિખાલસતા રાખવી, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે. સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે. જેની અસર તમારા કામ પર સારી જોવા મળી શકે છે. પ્રતિભા સારી રહે અને પ્રશંસા થાય.
કન્યા રાશિ :
નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. આરામ કરવાની વૃત્તિ રહે.
આ પણ વાંચો: રક્ષાબંધન 2025: ભાઈની રાશિ અનુસાર પસંદ કરો રાખંડીનો રંગ, ખૂલી જશે ભાગ્યના દ્વાર
તુલા રાશિ :
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે.
વૃશ્ચિક રાશિ :
પરિચિતને અચાનક મળવાના યોગ બને છે. જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. કાર્ય સફળતાની સંભાવના પણ છે.
ધન રાશિ :
તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો, તેવું બનવા જોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ગેરસમજથી બચવું.
મકર રાશિ :
નાનાં કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો, તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.
કુંભ રાશિ :
તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે.
મીન રાશિ :
સમય વ્યસ્તતા વધી જાય કે સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું તેમજ ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે.









