Weekly Horoscope : 9થી 15 માર્ચ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં ઉત્સાહ-ખુશી જોવા મળે, મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ રહેશે, જાણો વિગતે.
મેષ:
કામકાજનું ભારણ હોવા છતાં તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો, પસંદગીની ખરીદી પણ થઈ શકે. નાણાંનું આયોજન યોગ્ય રાખવું હિતાવહ છે.
વૃષભ:
વાતચીત કે કામકાજ દરમિયાન તમારે ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય, કોઈને વણમાંગી સલાહ ન આપવી હિતાવહ છે.
મિથુન:
કામકાજમાં તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, નવો અનુભવ સુખદ રહે.
કર્ક:
તમારા કામકાજ અને વિચારોમાં સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે.
સિંહ:
કોઈની પણ સાથે વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ કે કામ ટાળવાની વૃત્તિ વધુ જોવા મળે.
કન્યા:
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામ વૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઈતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય અને ખુશીનો અનુભવ પણ થાય.
તુલા:
કોઈ મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે, ધીરજ રાખવી હિતાવહ છે.
વૃશ્ચિક:
તમારા કોઈ કાર્યમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. ખટપટથી દૂર રહેવું ખોટા ખર્ચથી બચવું સમય અને નાણાંનું આયોજન રાખવું ઇચ્છનીય છે.
ધન:
તમારા સ્વભાવ અને વિચારોને કારણે તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે, જેનો સંતોષ પણ અનુભવાય.
મકર:
તમારે અંગત કે વ્યવસાયી વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવા અને તેટલીજ અપેક્ષાઓ રાખવી હિતાવહ છે.
આ પણ વાંચો: સૂર્યનું ટ્રિપલ નક્ષત્ર પરિવર્તન આ રાશિના જાતકોના જીવનમાં લાવશે ગુડ ટાઈમ!
કુંભ:
કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે. કોઈને પણ વણમાંગી સલાહ ન આપવી કે બિનજરૂરી દલીલ ન કરવી.
મીન:
તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છેય શાંતિથી સમય પસાર કરવો ખોટા વિચાર ન આવે તેનું ધ્યાન રાખવું.


