Weekly Horoscope : 5થી 11 જાન્યુઆરી 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી, કઈ રાશિના જાતકોને કામકાજ, નોકરીમાં બદલી, બઢતી કે નવી તક સહિતના લાભ મળશે તે વિશે જાણો વિગતે.
મેષ:
તમારા મિત્રો, પરિચિતો સાથે તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે. નવા મિત્રો બને, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથ કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, ખોટા ખર્ચ પર અંકુશ રાખવો.
વૃષભ:
તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે, કંઈક નવું આયોજન થાય તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.
મિથુન:
ઉતાવળ ન કરવી, વાર્તાલાપમાં ચોક્સાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે અને ગણતરી પૂર્વક વ્યવહાર કરવો.
કર્ક:
લોકો સાથે મુલાકાત વધે તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, મિલકત સારી પણ રહે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે,
સિંહ:
તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, નવા કાર્યના વિચાર વધુ આવે.
કન્યા:
તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે જેની સારી અસર કોઈ નવી ઓળખાણ પર થાય અને સારી યાદગીર ઉભી થાય.
તુલા:
વાતચીત કરવામાં કાળજી રાખવી, મજાકવૃત્તિ ન કરવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
વૃશ્ચિક:
તમને લોકોને મળવાની અને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે. તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં ધીરજની જરૂર કહી શકાય. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.
ધન:
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો, પસંદગીની ખરીદી પણ થઈ શકે, ઉત્સાહ સારો જળવાઈ રહે.
મકર:
તમારે વાતચીત દરમિયાન ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, યોગ્ય આયોજન હિતાવહ છે, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
કુંભ:
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે, અતિ ઉત્સાહમાં આવી ન જવાય તેનું પણ ધ્યાન રાખવું ઇચ્છનીય છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.
આ પણ વાંચો: આ 4 રાશિના જાતકોએ 2026માં ખિસ્સાં સાચવીને રહેવું! બની રહ્યા છે ધનહાનિના યોગ
મીન:
વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે, પણ તેમાં થોડું ધ્યાન આપવું જરૂરી છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે. તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.


