Get The App

આ 4 રાશિના જાતકોએ 2026માં ખિસ્સાં સાચવીને રહેવું! બની રહ્યા છે ધનહાનિના યોગ

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
આ 4 રાશિના જાતકોએ 2026માં ખિસ્સાં સાચવીને રહેવું! બની રહ્યા છે ધનહાનિના યોગ 1 - image


Vyatipat Yog 2026 Effect On Zodiac Sign:  જ્યોતિષની દ્રષ્ટિએ વ્યતિપાતનું ખૂબ મહત્વ છે. કેટલીકવાર આ યોગ રાશિઓને અશુભ અસર પણ કરે છે. દ્રિક પંચાંગ પ્રમાણે 5 માર્ચ, 2026ના રોજ બપોરે 3:00 વાગ્યાથી  ગ્રહોના રાજા અને યશ-કીર્તિના કારક સૂર્ય અને મન તથા માતાના કારક ગ્રહ ચંદ્ર વ્યતિપાત યોગ બનાવી રહ્યા  છે. આ યોગના કારણે 5 માર્ચ, 2026થી લઈને આગળના કેટલાક દિવસો ચાર રાશિના જાતકો માટે પડકારજનક રહી શકે છે. તો ચાલો જાણીએ કે આ ચાર રાશિના જાતકોને શું નુકસાન થઈ શકે છે અને તેમણે શું સાવચેતી રાખવી જોઈએ.

વૃષભ રાશિ

સૂર્ય અને ચંદ્રનો વ્યતિપાત યોગ વૃષભ રાશિના જાતકોને પરેશાન કરી શકે છે. આ સમય દરમિયાન બધી બાજુથી સાવધાની રાખવી જરૂરી છે. દરેક પગલું સમજદારીપૂર્વક લો, નહીંતર સફળતા તમારા હાથમાંથી જતી રહેશે. વડીલોની સલાહ મદદરૂપ થઈ શકે છે. મોટા નિર્ણયો લેવાનું ટાળો.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને સૂર્ય-ચંદ્રનો વ્યતિપાત યોગ અશુભ પરિણામો આવી શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરવું ભારે પડી શકે છે. આર્થિક નુકસાનની શક્યતા છે. જમીન સંબંધિત બાબતોમાં હાલમાં કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળો, કારણ કે નુકસાન થવાના યોગ છે. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે સૂર્ય-ચંદ્રનો વ્યતિપાત યોગ ખરાબ પરિણામો લઈને આવી શકે છે. સંબંધોમાં મૂંઝવણ ઊભી થઈ શકે છે. અસંતોષની લાગણીઓ તણાવનું કારણ બની શકે છે. ઝઘડા વધી શકે છે. ખર્ચમાં અચાનક વધારો થવાથી આર્થિક સંકટ વધી શકે છે. 

આ પણ વાંચો: ઉદ્ધવ'સેના'એ 'કોંગ્રેસ મુક્ત મુંબઈ'નો નારો આપ્યો! કહ્યું- ભાજપની જેમ તેમણે પણ દગો આપ્યો

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે માર્ચ 2026ના થોડા દિવસો સૂર્ય-ચંદ્રના વ્યતિપાત યોગના કારણે પડકારજનક હોઈ શકે છે. કામ પૂર્ણ કરવામાં અવરોધો આવી શકે છે. જાતકો માનસિક રીતે મૂંઝવણ અનુભવી શકે છે. આર્થિક તંગી ચિંતાનું કારણ બની શકે છે. પરિવારના સભ્યોમાં મતભેદ વધી શકે છે.