Get The App

સાપ્તાહિક રાશિફળ: 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Updated: Feb 23rd, 2026

GS TEAM

Google News
Google News
સાપ્તાહિક રાશિફળ: 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય 1 - image

Weekly Horoscope : 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકો વ્યસ્તતા અનુભવશે, ઉત્સાહ-ખુશી જોવા મળે અને વ્યવહારુ અભિગમ રહેશે, જાણો વિગતે.

મેષ: 

કોઈ કારણસર તમારા કાર્યમાં તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે, હિતશત્રુ હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ખટપટથી દૂર રહેવું.

વૃષભ: 

મનમાં ઉત્સાહ અને ખુશીના કારણે તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે.

મિથુન: 

અગત્યના કામ માં તમારે વાર્તાલાપમા ચોકસાઈ રાખવી હિતાવહ છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે ગણતરી પૂર્વક વ્યવહાર કરવા

કર્ક: 

અગત્યની કોઈ મુલાકાતમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે. 

સિંહ: 

તમારા વિચારોમાં તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.

કન્યા: 

મન થોડું ઉદાર બને, તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન-મન-ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે.

તુલા  

વાતચીત દરમિયાન તમારે ઉશ્કેરાટથી બચવું, જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે  અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

વૃશ્ચિક: 

તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે.

ધન: 

પ્રયત્ન કરતા હોવ તેવા કોઈ પરિવર્તનના થતા જોવા મળી શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. વ્યવહારુ અભિગમ રાખવો, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે.

આ પણ વાંચો: નવપંચમ રાજયોગથી 3 રાશિના જાતકો થશે માલામાલ! ગુરુ-શુક્ર કરાવશે મોટો નફો

મકર:

કોઈપણ વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. આરામ કરવાની વૃત્તિ કે કામ ટાળવાની વૃત્તિ રહે.

કુંભ: 

કોઈ વાત એવી બને જેથી તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઈતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.

મીન: 

પરિચિત સાથે વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે, આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.