Astro

આગામી 24 કલાકમાં 3 રાશિઓના જાતકોની કિસ્મત પલટાશે! ગુરુ-શુક્ર કરાવશે મોટો નફો

By GS Team
22 Feb 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ગ્રહ એવા હોય છે જે કેટસાક જાતકોના જીવનમાં પરિવર્તન અને સફળતાના સંકેત આપે છે. 2026માં આવો જ એક યોગ બનવા જઈ રહ્યો છે જેને નવપંચમ રાજયોગ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે ગુરુ ગ્રહને સૌથી શુભ અને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. સામાન્ય રીતે ગુરુ લગભગ એક વર્ષમાં પોતાની રાશિ બદલે છે પરંતુ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેની ગતિ અસાધારણ રૂપે તેજ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી 24 કલાકમાં 3 રાશિઓના જાતકોની કિસ્મત પલટાશે! ગુરુ-શુક્ર કરાવશે મોટો નફો

Navpancham Rajyog 2026: જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક વિશેષ ગ્રહ એવા હોય છે જે કેટસાક જાતકોના જીવનમાં પરિવર્તન અને સફળતાના સંકેત આપે છે. 2026માં આવો જ એક યોગ બનવા જઈ રહ્યો છે જેને નવપંચમ રાજયોગ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષ પ્રમાણે ગુરુ ગ્રહને સૌથી શુભ અને પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. સામાન્ય રીતે ગુરુ લગભગ એક વર્ષમાં પોતાની રાશિ બદલે છે પરંતુ 2025માં મિથુન રાશિમાં પ્રવેશ કર્યા બાદ તેની ગતિ અસાધારણ રૂપે તેજ રહી છે. આ જ કારણ છે કે, તે આ વર્ષે ઓછામાં ઓછું ત્રણ વાર રાશિ પરિવર્તન કરશે.

હાલમાં ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. આ સમય દરમિયાન જ તેના વિવિધ ગ્રહો સાથે યુતિ અને દ્રષ્ટિ સંબંધો બનતા રહેશે. મહત્ત્વની વાત એ છે કે ગુરુ અને શુક્ર વચ્ચે હાલમાં એક મહત્વપૂર્ણ કોણીય સ્થિતિ બની રહી છે, જે સીધી રીતે નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. આ સંયોગ વિશેષ રૂપે કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે. આ યોગના પ્રભાવથી વ્યવસાય અને કારકિર્દીમાં પ્રગતિની તકો તો વધશે જ પરંતુ આ સાથે જ જીવનમાં સકારાત્મક ઉર્જા અને સમૃદ્ધિ પણ આવશે. દ્રિક પંચાંગ પ્રમાણે 23 ફેબ્રુઆરીના રોજ 1:29 વાગ્યે ગુરુ અને શુક્ર એકબીજાથી 120 ડિગ્રી પર રહેશે. વર્તમાનમાં શુક્ર કુંભ રાશિમાં અને ગુરુ મિથુન રાશિમાં બિરાજમાન છે. આ ખાસ સંયોગના કારણે નવપંચમ રાજયોગ પોતાના પ્રભાવમાં પ્રવેશ કરી ચૂક્યો છે. 

મીન રાશિ

મીન રાશિના જાતકોના બારમાં ભાવમાં મંગળ અને ચોથા ભાવમાં મિથુન સ્થિત છે. આ યોગના પ્રભાવથી મીન રાશિના જાતકોને જૂના કષ્ટોમાંથી મુક્તિ મળશે. જીવનમાં આર્થિક સુધારો થશે. કરિયર અને બિઝનેસમાં નવી તકો પ્રાપ્ત થશે. આ સાથે જ પરિવાર અને ઘરના મામલે પણ સંતુલન અને આનંદ જળવાઈ રહેશે. 

આ પણ વાંચો: T20 World Cup: ફ્લોપ શો છતાં અભિષેક શર્મા પર ટીમ ઈન્ડિયાને ભરોસો, ગૌતમ ગંભીરે આપ્યો 'ગુરુ મંત્ર'!

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ વિશેષ રૂપે લાભદાયી રહેશે. આ રાશિના જાતકોને પોતાના રોકાણ અને બિઝનેસમાં વૃદ્ધિ થશે. આ સાથે જ કરિયરમાં નવી તકો અને મહત્ત્વપૂર્ણ સામાજિક સંપર્કોથી લાભ મળશે. જીવનમાં સકારાત્મ પરિવર્તન અને માનસિક શાંતિનો અનુભવ થશે. 

કુંભ રાશિ

કુંભ રાશિના લગ્ન ભાવમાં મંગળ અને ગુરુ પાંચમા ભાવમાં બિરાજમાન છે. આ યોગના પ્રભાવથી કુંભ રાશિના જાતકોને કરિયરમાં ઉચું પદ પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસમાં લાભ અને આર્થિક સ્થિરતા સુનિશ્ચિત થશે. વ્યક્તિગત જીવનમાં સંતુલન અને ખુશી જળવાઈ રહેશે.