Get The App

સાપ્તાહિક રાશિફળ: 2થી 8 માર્ચ 2026, જાણો આ સપ્તાહનું તમારૂ રાશિ ભવિષ્ય

Updated: Mar 2nd, 2026

GS TEAM

Google News
Google News
weekly horoscope

Weekly Horoscope : 2થી 8 માર્ચ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં ઉત્સાહ-ખુશી જોવા મળે, મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ રહેશે, જાણો વિગતે.

મેષ: 

લોકો પ્રત્યે આદરભાવ રાખવો ઈચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવામાં સરળતા રહશે. દરેક બાબતમાં ધીરજ અને ગણતરી કરવી હિતાવહ છે. તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે, જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો, માટે ધીરજ-શાંતિ રાખવી.

વૃષભ: 

તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે. ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે. અણધારી મુલાકાત થઈ શકે, તેમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય. વાતચીતમાં ઉગ્રતા ન આવે કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું, તેમજ ધીરજ રાખવી હિતાવહ છે.

મિથુન: 

વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. જેમાં થોડી તકેદારી રાખવી સારી, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.

કર્ક: 

કાંઈક કાર્યની ઈચ્છા વધુ થાય. તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન-મન-ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો, મન શાંત રાખવું અને ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા, પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે.

સિંહ: 

કોઈપણ કામકાજ અને વાતચીતમાં ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી. ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી, અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.

કન્યા: 

પ્રસંશા થવાથી તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય, તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.

તુલા: 

વ્યવહારુ અભિગમથી તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે. સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે. નિખાલસતા રાખવી, જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે અને પ્રશંસા થાય.

વૃશ્ચિક:

સ્વભાવમાં થોડી ધીરજ અને તકેદારી રાખવી. વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે, જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.

ધન: 

કોઈના થકી નવા કાર્ય અંગે જાણકારી મળે કે આયોજન થઈ શકે. તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઈતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે. 

આ પણ વાંચો: 3 માર્ચે ચંદ્રગ્રહણ બાદ ભૂલેચૂકે પણ ઘરમાં આ કામ ન કરતાં! જાણો મંદિર શુદ્ધ કરવાનો અચૂક ઉપાય

મકર: 

પ્રસંગ કે યાત્રા દરમિયાન જૂના પરિચિતને અચાનક મળવાના યોગ બને છે, જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. કોઈ આયોજન હશે તો કાર્ય સફળતાની સંભાવના પણ છે.

કુંભ: 

કોઈ કાર્ય હેતુ તમને કોઈ મળવા આવે તેવુ વધુ બને. તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, ગેરસમજથી બચવું.

મીન: 

વિચારોમાં સારા પરિવર્તનના કારણે કોઈ નાનાં કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે.