Weekly Horoscope : 13થી 19 એપ્રિલ 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોમાં મુસાફરીના યોગ અને વ્યવહારુ અભિગમ, સમય વ્યસ્તતા રહેશે. તેમજ કોઈ ગેરસમજ કે તકરાર ન થાય તે માટે શું સાવચેતી રાખવી, ચાલો જાણીએ વિગતે.
મેષ:
જ્યાં જરૂર જણાય ત્યાં ચોખવટ પણ રાખવી, ધીરજ અને જવાબદારી યોગ્ય રાખવી, ઉશ્કેરાટથી બચવું જેથી કોઈની સાથે તકરાર ન થાય, આમ તે ધ્યાન રાખવું હિતાવહ છે. અંગત કાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
વૃષભ:
નાના કે મોટા કાર્ય દરમિયાન તમારો લોકો સાથે સુમેળ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા કે શીખવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે. નવા પરિચય થઈ શકે.
મિથુન:
નિખાલસતા રાખવી જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, તમારા આયોજન મુજબ કાર્ય થાય તેવી કોઈ વાત જોવા મળે, સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે, જેની અસર તમારા કામ પર સારી જોવા મળી શકે છે. પ્રતિભા સારી રહે અને પ્રશંસા થાય.
કર્ક:
પસંદગીની ખરીદી કરવાનો સંતોષ પણ મળી શકે છે. ભાવના ઉમદા રહે તેવા પ્રયત્ન કરવા, કાંઈક કાર્યની તમન્ના વધુ થાય. તમારામાં સહયોગની ભાવના પણ વધુ જોવા મળે તેવું બની શકે. તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથા શક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો.
સિંહ:
તમારામાં આત્મવિશ્વાસ અને કાર્ય રુચિ વધુ દેખાય. તમારી વાણી પર તમારો પ્રભાવ સારો રહે. કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે. ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે, જેની સારી અસર તમારા વ્યક્તિત્વ પર પણ પડે.
કન્યા:
નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. જેનો ઉત્સાહ અને ખુશીનો ભાવ જોવા પણ મળી શકે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે. વાતચીત કરવામાં કાળજી રાખવી જેથી ક્યાંય ગેરસમજ ન થાય. આરામ કરવાની વૃત્તિ રહે.
તુલા:
તમારા કાર્યમાં તમને ઉત્સાહ સારો જોવા મળે, તેમજ તમને અન્યનો સહયોગ પણ મળે તેવું બની શકે છે. આરામ વૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય કે નાણાંનો પણ ખોટો ખર્ચ થઈ શકે.
વૃશ્ચિક:
પરિચિતને અચાનક મળવાના યોગ બને છે, જેમાં ખુશી આનંદ સંતોષ જોવા મળી શકે. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય પણ ક્યાંય અગત્યની વાતચીત કરવાની હોય તો તે સંભવિત બની શકે છે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે તેવું પણ જણાય છે. કાર્ય સફળતાની સંભાવના પણ છે.
ધન:
તમારા કાર્યમાં તમે વ્યસ્ત પણ વધુ રહો તેવું બનવા જોગ છે. હિતશત્રુ અને ખટપટ કરનાર હોય તો તે કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે અને ગેરસમજથી બચવું.
મકર:
તમારે વાર્તાલાપમાં ચોકસાઈ રાખવી જરૂરી છે જેથી કોઈ ગેરસમજ ઉભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ શાંતિ આદરભાવ રાખવો ઇચ્છનીય છે.
આ પણ વાંચો: પંચાંગ મુજબ: એપ્રિલથી જુલાઈ દરમિયાન લગ્નના આટલા જ શુભ મુહૂર્ત, જાણી લો તમામ તારીખો
કુંભ:
સમય વ્યસ્તતા વધી જાય કે સમયનો વ્યય પણ થાય, વાતચીતમાં ઉગ્રતા ન થાય કે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. તેમજ ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ નાની કે મોટી મુસાફરીની પણ સંભાવના બને છે.
મીન:
થોડી તકેદારી રાખવી સારી અને શાંતિથી સમય પસાર કરવો. વાતચીતમાં આતુરતા કે અધિરાપણું વધુ જોવા મળી શકે તેમ તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે, તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે.


