Weekly Horoscope : 12થી 18 જાન્યુઆરી 2026, તમારી રાશિ માટે કેવા સંકેતો લઈને આવ્યું છે? જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયા અનુસાર, આ સપ્તાહે કેટલીક રાશિના જાતકોએ વિશેષ તકેદારી રાખવી, કઈ રાશિના જાતકોને કામકાજ, નોકરીમાં બદલી, બઢતી કે નવી તક સહિતના લાભ મળશે તે વિશે જાણો વિગતે.
મેષ:
કામકાજમાં સમય વધુ પસાર થાય પણ અગત્યનું કામ હોય તે સંભવિત બની શકે છે, તેનો સંતોષ પણ જોવા મળે. નવું જાણવાની વૃત્તિ વધુ, જોવા મળે તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.
વૃષભ:
તમે વ્યસ્ત વધુ રહો તેવું બની શકે છે, ખટપટી લોકો કાબુમાં રહે તેવું બની શકે છે. તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે. અર્થહીન વાર્તાલાપથી દૂર રહેવું.
મિથુન:
લોકોનો સહયોગ વધુ સારો રહે તેવું બની શકે. કંઈક નવું જાણવા પણ મળે. સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે.
કર્ક:
તમારે કામકાજમાં ચોક્સાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ દ્વિધા ઉભી ન થાય. તમે વ્યવહારુ અભિગમ રાખશો, તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે. ગણતરી પૂર્વક વ્યવહાર કરવો.
આ પણ વાંચો: સૂર્ય દેવનું ધન રાશિથી મકરમાં ગોચર થશે, 5 રાશિના જાતકોનું જીવન ખુશીઓથી ભરાઈ જશે
સિંહ:
કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે. તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે, ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.
કન્યા:
તમને કંઈપણ જાણવાની વૃતિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે. કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે. શાંતિથી સમય પસાર કરવો.
તુલા:
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને, કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે.
વૃશ્ચિક:
તમારે ખટપટથી બચવું જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખી શકાય અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને, થાકની અસર કામના અંતે વધુ દેખાય.
ધન:
તમારી આવડત પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.
મકર:
સારા પરિવર્તનના યોગ બની શકે છે. તમારામાં આત્મવિશ્વાસ સારો રહે. જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે. પ્રતિભા સારી રહે.
આ પણ વાંચો: મકરસંક્રાંતિ 2026: 23 વર્ષ બાદ સર્જાશે 'મહાસંયોગ', જાણો દાન માટેના શુભ મુહૂર્ત
કુંભ:
વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
મીન:
તમારા કાર્યમાં તમને આળસ જોવા મળે, તેમજ તમને અન્યને કામ સોંપવાનું મન થાય તેવું બની શકે છે, આરામવૃતિની ઈચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે. ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.


