Makar Sankranti 2026 Horoscope: આ વર્ષે મકર સંક્રાતિ 14 જાન્યુઆરી, બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સૂર્ય દેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં ગોચર કરશે. સૂર્યના આ ગોચરની સાથે જ દક્ષિણાયન સમાપ્ત થશે અને ઉત્તરાયણની શરૂઆત થશે. શાસ્ત્રોમાં ઉત્તરાયણને દેવતાઓનો દિવસ અને દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ માનવામાં આવે છે. એટલે કે આ દિવસે સૂર્ય દેવ દક્ષિણથી ઉત્તર તરફ સંક્રમણ કરશે.
મકર સંક્રાંતિના દિવસે સૂર્યની ઉર્જા વિશેષ રૂપે પ્રભાવી હોય છે. સૂર્ય દેવને આત્મબળ, સત્તા, સન્માન, પિતા અને સરકારી ક્ષેત્રનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે સૂર્યની વિશેષ કૃપાથી કેટલીક રાશિના જાતકોના જીવનમાં કરિયર, પદ-પ્રતિષ્ઠા, ધન અને માન-સન્માનમાં વૃદ્ધિના યોગ બને છે. ચાલો જાણીએ એ 5 રાશિઓ વિશે જેના માટે મકર સંક્રાંતિનો ખાસ તહેવાર લાભ આપનારો સાબિત થઈ શકે છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ઉત્તરાયણ થવું સકારાત્મક ફેરફારો લઈને આવી શકે છે. આ દિવસે કોઈ સારા સમાચાર મળવાના સંકેતો છે. જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશમાં છે અથવા બદલાવ કરવા માગે છે તેમને તકો મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. સંપત્તિ સબંધિત મામલે પણ લાભ મળી શકે છે. બિઝનેસમેન માટે આ સમય નફો વધારનારો રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે મકર સંક્રાંતિ આવકમાં વધારાના સંકેત આપી રહી છે. કમાણીના નવા રસ્તા ખુલી શકે છે. અચાનક ધન લાભ થવાની પણ શક્યતા છે. જો પૈસા ક્યાંક અટકી ગયા હોય, તો તે પાછા મળવાથી રાહત મળશે. રોકાણથી નફો થવાની સંભાવના છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી નોકરીની ઓફર મળી શકે છે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે મકર સંક્રાંતિ ધન અને સ્વાસ્થ્ય બંને રીતે શુભ રહેશે. તમારી બચતમાં વધારો થઈ શકે છે. બેન્ક બેલેન્સમાં સુધારો જોવા મળી શકે છે. સૂર્ય દેવની કૃપાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. તમને જૂની સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. તમે આ દિવસે તમારા કાર્ય અથવા વ્યવસાયને આગળ વધારવા માટે નવી યોજનાઓ બનાવી શકો છો.
સિંહ રાશિ
સિંહ રાશિના સ્વામી સ્વયં સૂર્ય દેવ છે, તેથી સૂર્યનું ઉત્તરાયણ થવું પ્રગતિના સંકેતો લઈને આવશે. નોકરીમાં પ્રમોશન અથવા નવી જવાબદારી મળવાના યોગ છે. નવી નોકરીની ઓફર પણ આવી શકે છે, પરંતુ નિર્ણય સમજી-વિચારીને લેવો. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારો આત્મવિશ્વાસ વધશે. તમારા પિતા અને ઉપરી અધિકારીઓનો સહયોગ તમને આગળ વધવામાં મદદ કરશે.
આ પણ વાંચો: 'વેનેઝુએલાની સ્થિતિ પર અમે ચિંતિત...', માદુરોની ધરપકડ બાદ જયશંકરનું પ્રથમ મોટું નિવેદન
મીન રાશિ
મીન રાશિના જાતકો માટે મકર સંક્રાંતિ કરિયર અને સરકારી મામલે લાભદાયી સાબિત થઈ શકે છે. જે લોકો સરકારી નોકરી કરી રહ્યા છે અથવા સરકાર સંબંધિત કાર્યમાં સામેલ છે, તેમને સારા પરિણામો મળી શકે છે. બેરોજગાર વ્યક્તિઓને રોજગાર મળવાની શક્યતા છે. ધન અને અનાજમાં વૃદ્ધિના યોગ છે. આ સમય દરમિયાન તમારા પિતા અથવા મોટા ભાઈની સલાહ લેવી ફાયદાકારક રહેશે.


