Astro

ઘરની આ દિશામાં ક્યારેય પૈસા ન રાખતા, નહીંતર તંગીને આમંત્રણ આપી બેસશો!

By GS TEAM
31 Jul 20252 mins read
TukuTouch Logo
હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં પૈસા રાખવા માટે દિશાની પસંદગી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ખોટી દિશામાં પૈસા રાખવાથી આર્થિક સ્થિતિ તો ખરાબ થાય જ છે પરંતુ તેની સાથે-સાથે સુખ-શાંતિનો પણ ભંગ થાય છે. એવી માન્યતા છે કે, જે ઘરમાં પૈસા ખોટી દિશામાં રાખવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતા અને અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઘરની આ દિશામાં ક્યારેય પૈસા ન રાખતા, નહીંતર તંગીને આમંત્રણ આપી બેસશો!

Vastu Tips: હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં પૈસા રાખવા માટે દિશાની પસંદગી ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. ખોટી દિશામાં પૈસા રાખવાથી આર્થિક સ્થિતિ તો ખરાબ થાય જ છે પરંતુ તેની સાથે-સાથે સુખ-શાંતિનો પણ ભંગ થાય છે. એવી માન્યતા છે કે, જે ઘરમાં પૈસા ખોટી દિશામાં રાખવામાં આવે છે તે ઘરમાં માતા લક્ષ્મી ક્યારેય નથી આવતા અને અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. 

ઘરની આ દિશામાં ક્યારેય પૈસા ન રાખતા

વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં પૈસા ન રાખવા જોઈએ. આ દિશા અગ્નિ તત્ત્વ સાથે સંકળાયેલી છે અને અહીં પૈસા રાખવાથી વ્યક્તિને આર્થિક નુકસાન અને દેવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં રાખેલા પૈસા ક્યારેય ટકતા નથી. આ સાથે જ પારિવારિક શાંતિ ભંગ થાય છે અને માનસિક તણાવ વધવા લાગે છે.

આ પણ વાંચો: ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો: ત્રણેય ફોર્મેટમાં 5 ખેલાડીઓ નંબર-1, જુઓ લિસ્ટ

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પૈસા માટે પશ્ચિમ દિશાને પણ શુભ માનવામાં નથી આવતી. આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક તંગી અને આવકમાં અવરોધ આવી શકે છે. 

પૈસા રાખવા માટે આ છે શુભ દિશા

પૈસા અથવા તિજોરી રાખવા માટે ઉત્તર દિશાને સૌથી શુભ માનવામાં આવે છે. આ દિશાને ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિશામાં તિજોરી અથવા પૈસા રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને જાતકને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.