Vastu Tips: રાત્રે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર આર્થિક સંકટ ક્યારેય તમારો પીછો નહીં છોડે
Vastu Tips For Money: દરેક વ્યક્તિ ઈચ્છતો હોય છે તેના જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને રુપિયા ક્યારેય ન ખુટે. પરંતુ ક્યારેક આપણે આપણા રોજિંદા જીવનમાં એવી ઘણી નાની-મોટી ભૂલો કરીએ છીએ કે, જેના કારણે આપણું જીવન મુશ્કેલથી ઘેરાઈ જાય છે. અને એ પછી સતત આપણે નાણાકીય સંકટનો સામનો કરવા લાગીએ છીએ. જો તમે પણ ઘણા દિવસોથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો વાસ્તુ અનુસાર તમારા રોજિંદા જીવનમાં તમારાથી અજાણે થતી કેટલીક ભૂલો સુધારવાની જરૂર છે.
આ પણ વાંચો: એક-બે નહીં 15 દિવસ સુધી રહે છે સૂર્ય ગ્રહણની અસર, આ બે બાબતોનું તો ખાસ ધ્યાન રાખવું
મુખ્ય દરવાજો પર અંધારું ન રાખો
વ્યક્તિએ પોતાના ઘરના મુખ્ય દરવાજા પર ક્યારેય અંધારું ન રાખવું જોઈએ. ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર અંધારું એક અશુભ સંકેત છે. આમ કરવાથી તમારા કામમાં અવરોધ આવે છે, અને જે કામ થઈ રહ્યું છે તે પણ બગડી જાય છે.
ઘરને વ્યવસ્થિત રાખો
જે વ્યક્તિ ઘરને સુવ્યવસ્થિત રાખે છે તેના ઘરમાં માં લક્ષ્મીની કૃપા રહે છે. જો ઘરમાં વસ્તુઓ વેર વિખેર પડેલી હશે તો માં લક્ષ્મી ક્રોધિત થશે. અને તેના કારણે આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.
બેડ પર બેસીને ખાવું જોઈએ નહીં
વ્યક્તિએ કે ઘરના કોઈ સભ્યએ ક્યારેય બેડ પર બેસીને ભોજન કરવું જોઈએ નહી. આવું કરવાથી માં અન્નપૂર્ણા તેમજ માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે. અને તેના કારણે ઘરમાં આર્થિક તંગી આવે છે.
આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: ધન રાશિના જાતકોએ કામમાં ચોકસાઈ રાખવી હિતાવહ, જાણો અન્યોનું રાશિફળ
તૂટલો કાચ ઘરમાં રાખવો જોઈએ નહીં
વ્યક્તિએ ક્યારેય ઘરમાં તૂટલો કાચ રાખવો જોઈએ નહીં. તૂટલા કાચથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. અને આ પરિસ્થિતિમાં ઘરમાં સકારાત્મક ઉર્જા જતી રહે છે. ધીરે ધીરે આર્થિક સંકટો આવવા લાગે છે.
રાત્રે ક્યારેય ન કરો અત્તરનો ઉપયોગ
વાસ્તુશાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ બતાવવામાં આવી છે કે જેનો રાત્રે ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમાથીં એક છે અત્તર(પરફ્યુમ). રાત્રે અત્તરનો ઉપયોગ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તેથી જે વ્યકિત રાત્રે અત્તરનો ઉપયોગ કરે છે, તે વ્યક્તિ હેરાન પરેશાન થઈ જાય છે.