સાપ્તાહિક રાશિફળ: ધન રાશિના જાતકોએ કામમાં ચોકસાઈ રાખવી હિતાવહ, જાણો અન્યોનું રાશિફળ
સાપ્તાહિક રાશિફળ : આજથી એપ્રિલ મહિનાનું પહેલું સપ્તાહ (31 માર્ચથી 6 એપ્રિલ 2025) શરુ થઈ રહ્યું છે. ત્યારે આ સપ્તાહમાં આપનું રાશિ ભવિષ્ય કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાના મતે મેષ રાશિના જાતકોએ ખટપટથી બચવું, જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય. મિથુન રાશિના જાતકો માટે સારા પરિવર્તનના યોગ બની શકે છે. તો ધન રાશિવાળાએ કામકાજમાં ચોકસાઈ રાખવી હિતાવહ છે, કુંભ રાશિવાળાએ આ સમયગાળા શાંતિથી સમય પસાર કરવો. આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.
મેષ રાશિ :
તમારે ખટપટથી બચવું, જેથી કોઈની સાથે ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખી શકાય. અંગતકાર્યમાં સમયનો વ્યય થાય તેવું પણ બને. કામના અંતે થાકની અસર વધુ દેખાય તેવું લાગે.
વૃષભ રાશિ :
તમારી આવડત પર તમારો પ્રભાવ સારો રહે, કોઈ અગત્યની મુલાકાત સફળ થવાની વાત બનવા જોગ છે, ક્યાંક મુસાફરીનું આયોજન સંભવિત બની શકે છે. ઉત્સાહ સારો જોવા મળે.
મિથુન રાશિ :
સારા પરિવર્તનના યોગ બની શકે છે, તમારામાં આત્મવિશ્વાસ સારો રહે જેની અસર તમારા કામ અને વ્યવહાર પર સારી જોવા મળી શકે છે, વ્યવહારુ અભિગમ રાખવો. જેથી તમારા કાર્યમાં અને વ્યવહારમાં સારી અસર પડે, પ્રતિભા સારી રહે.
કર્ક રાશિ:
વાતચીત કરવામાં કાળજી રાખવી, જેથી ક્યાંય ગેરસમજ ન થાય. નવું કોઈ આયોજન સંભવિત બની શકે છે. થાકની અસર થોડી વધુ રહે તેવું બની શકે છે, આરામ કરવાની વૃત્તિ રહે.
સિંહ રાશિ:
તમારા કાર્યમાં તમને આળસ જોવા મળે. તેમજ તમને અન્યને કામ સોંપવાનું મન થાય તેવું બની શકે છે, આરામવૃત્તિની ઇચ્છા ફુરસદના સમયમાં વધુ જોવા મળે, ઇતર પ્રવૃત્તિમાં પણ સમય પસાર થાય.
કન્યા રાશિ :
કામકાજમાં સમય વધુ પસાર થાય પણ અગત્યનું કામ હોય તે સંભવિત બની શકે છે. તેનો સંતોષ પણ જોવા મળે. નવું જાણવાની વૃત્તિ વધુ જોવા મળે, તેવું પણ જણાય છે. આયોજન હશે તો કાર્ય સફળ થઈ શકે.
તુલા રાશિ:
તમે વધુ વ્યસ્ત રહો તેવું બની શકે છે, ખટપટી લોકો કાબુમાં રહે તેવું બની શકે છે, તમારે વાહન ધીમે ચલાવવું હિતાવહ છે, અર્થહીન વાર્તાલાપથી દૂર રહેવું.
વૃશ્ચિક રાશિ:
લોકોનો સહયોગ વધુ સારો રહે તેવું બની શકે, કંઈક નવું જાણવા પણ મળે, સામાજિક કાર્યમાં તમે સારું યોગદાન આપો તેવું પણ બનવા જોગ છે, નવા પરિચય થઈ શકે.
ધન રાશિ :
તમારે કામકાજમા ચોકસાઈ રાખવી હિતાવહ છે, જેથી કોઈ દ્વિધા ઊભી ન થાય, તમે વ્યવહારુ અભિગમ રાખશો તેટલો જ સારો વ્યવહાર પણ સામે પક્ષે મેળવશો માટે ધીરજ રાખવી ઇચ્છનીય છે ગણતરી પૂર્વક વ્યવહાર કરવા.
મકર રાશિ :
કોઈ કાર્યમાં સમય વ્યસ્તતા વધી જાય અથવા ક્યાંક સમયનો વ્યય પણ થાય, ધીરજ રાખવી હિતાવહ છે, તમારે કોઈ મુસાફરીની પણ સંભાવના બને છે ખોટા ખર્ચ થાય તેની પણ સંભાવના છે.
કુંભ રાશિ :
તમને કંઈપણ જાણવાની વૃત્તિ વધુ જાગે તેમજ તમારામાં ઉતાવળ કરવાની વૃત્તિ પણ વધુ જોવા મળે, કોઈની સાથે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખવું હિતાવહ છે, શાંતિથી સમય પસાર કરવો.
મીન રાશિ :
તમારામાં સહયોગની ભાવના વધુ જોવા મળે તેવું બની શકે, તમે પરિચિત સાથે સમય વધુ પસાર કરો તેવું પણ બને. કોઈ સામાજિક કાર્યમાં તન મન ધનથી યથાશક્તિ સેવા માટે તત્પરતા પણ બતાવો પસંદગીની ખરીદી પણ થઈ શકે.