Get The App

મંદિરમાં અપાતી 4 વસ્તુઓ ક્યારેય ન સ્વીકારશો, નહીંતર ઘરમાં પ્રવેશી જશે નકારાત્મક ઊર્જા!

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
મંદિરમાં અપાતી 4 વસ્તુઓ ક્યારેય ન સ્વીકારશો, નહીંતર ઘરમાં પ્રવેશી જશે નકારાત્મક ઊર્જા! 1 - image


Hindu beliefs : સામાન્ય રીતે મંદિરમાંથી આપવામાં આવતી દરેક વસ્તુઓ પવિત્ર હોય છે, પરંતુ આજના સમયમાં સાવધાન રહેવાની જરુર છે. કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કોઈ પણ વસ્તુ આપવામાં આવી રહી હોય, ભલે પછી તે ગમે તેવી ધાર્મિક કેમ ન હોય, તેનો સમજી વિચારીને સ્વીકાર કરો. સુરક્ષા અને શુદ્ધતા બંને જરુરી છે. આવો જાણીએ કે એ 5 વસ્તુઓ કઈ છે.

આ પણ વાંચો: નાગ પંચમીથી ધન-મકર સહિત 3 રાશિના જાતકોને થશે મોટો લાભ, બની રહ્યો છે આ દુર્લભ યોગ

પવિત્ર ભસ્મ 

ભસ્મ એટલે કે વિભૂતિ એક ખૂબ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. જેને ઘણીવાર વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવે છે, ક્યારેક છાણમાંથી અથવા તો મૃતદેહની રાખમાંથી બનાવવામાં આવે છે. મંદિરોમાં પૂજારી તેને આશીર્વાદ રુપે આપે છે. પરંતુ કોઈ અજાણ્યો વ્યક્તિ તમને ભસ્મ આપે છે, તો તેમાં નકારાત્મક ઊર્જા અથવા ખરાબ ઈરાદો હોઈ શકે છે. એવી માન્યતા છે કે, કોઈ વ્યક્તિ ખરાબ ભાવનાથી આપે તો તમારા જીવનમાં નકારાત્મક અસર પડી શકે છે. 

ઢીંગલી અથવા નાની મૂર્તિ

કેટલાક મંદિરોમાં ગુડિયા અથવા નાની મૂર્તિઓ આપવામાં આવે છે. આ જોવામાં ખૂબ માસૂમ લાગતી હોય છે, પંરતુ કેટલીક વાર તેનો પ્રયોગ કોઈના જીવનમાં ખરાબ શક્તિઓને લાવવા માટે કરવામાં આવે છે. આવી વસ્તુઓ અજાણ્યા વ્યક્તિ પાસેથી ઘરમાં લઈને આવવું અશુભ માનવામાં આવે છે. એટલે આ માત્ર વિશ્વાસપાત્ર પૂજારી અથવા ઓળખીતી વ્યક્તિ પાસેથી જ લો.

કંકુ

કંકુથી આપણે સૌ પરિચિત છીએ, જે તિલક કરવા માટે અથવા ભગવાનની પૂજા કરવામાં કામ આવે છે. મંદિરમાં આ સામાન્ય રીતે પ્રસાદ તરીકે આપવામાં આવે છે, પરંતુ જો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કંકુ આપવામાં આવે તો તેને ન લેવું જોઈએ. આ ખરાબ ક્વોલિટીનું હોઈ શકે છે જેમાં ચામડી પર એલર્જી અથવા બળતરા થઈ શકે છે. ક્યારેક ક્યારેક આ નકારાત્મક ઊર્જાથી ભરેલું હોઈ શકે છે. 

આ પણ વાંચો: સાપ્તાહિક રાશિફળ: 28 જુલાઈથી 3 ઓગસ્ટ 2025, જાણો તમારી રાશિ માટે કેવું રહેશે આ સપ્તાહ?

નારિયેળ

નારિયેળ પણ ભગવાનને અર્પણ કરવામાં આવતું એક પવિત્ર ફળ માનવામાં આવે છે. પરંતુ કોઈ અજાણ્યું વ્યક્તિ તમને નારિયેળ આપે તો સાવધાન રહેજો. આ કોઈ વિશેષ તાંત્રિક પ્રયોગમાં ઉપયોગ થયેલું હોઈ શકે છે. તેમજ જો નારિયેળ પર કંકુ લાગેલું હોય અથવા તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હોય તો, તેને ક્યારેય અડશો નહીં તેમજ હાથમાં પણ ન લેશો.  

Tags :