તમારા આજ્ઞા ચક્રને મજબૂત બનાવીને લોકોના બિનજરૂરી પ્રભાવમાંથી બહાર આવી જીવનના મૂળ હેતુને સમજો
- ખૂબ જ રક્ષણાત્મક, અધિકૃત અને પ્રભાવશાળી માતા-પિતાના બાળકો મોટા ભાગે આજ્ઞા ચક્રમાં અવરોધની સમસ્યાથી પીડાય છે
અમદાવાદ, તા. 13 મે 2022, શુક્રવાર
ત્રીજી આંખનું ચક્ર કે અજના ચક્ર એ આપણી ચક્ર પ્રણાલીનું છઠ્ઠું ચક્ર છે. ત્રીજી આંખ એ જીવનના વિઝન અને ફિલોસોફીનું પ્રતિનિધિત્વ કરે છે. અજના ચક્ર કે આજ્ઞા ચક્રને લલાટ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે ઉર્જા કેન્દ્ર પૈકીના મહત્વના 7 ચક્રોમાંથી પોતાની નીચે રહેલા 5 ચક્રોના અનુભવોને એકત્રિત કરે છે અને તે અનુભવોના આધાર પર જીવનના વિવિધ તબક્કાએ નિર્ણયો લે છે.
કોઈ પણ સ્થિતિ, વ્યક્તિ વગેરે અંગે સારા/ખરાબ, સાચા/ખોટા વગેરે વિચાર-ટેગ્સનું નિર્માણ લલાટ ચક્રમાં થાય છે. આપણાં જીવન અંગેના ધ્યેય કે લક્ષ્ય અંગેનું આયોજન અને તેના અમલીકરણની પ્રક્રિયા આપણાં આજ્ઞા ચક્ર દ્વારા થાય છે. આજ્ઞા ચક્ર આપણને અંતર્જ્ઞાન પ્રદાન કરતી છઠ્ઠી ઈન્દ્રિય પર કામ કરે છે. કોઈ પણ વસ્તુ-સ્થિતિ કે વ્યક્તિ અંગે આપણને પ્રથમ વખતમાં જ જે લાગણી અનુભવાય છે તે આજ્ઞા ચક્રના અંતર્જ્ઞાનનું પરિણામ છે.
તે પોતાની નીચે આવેલા 5 ચક્રો- મૂલાધાર ચક્ર કે મૂળ ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર કે સક્રલ ચક્ર, મણિપુર ચક્ર કે સૂર્ય નાડી ચક્ર, અનાહત ચક્ર કે હૃદય ચક્ર અને વિશુદ્ધ ચક્ર કે થ્રોટ (ગરદન) ચક્રના અનુભવોના આધાર પર કામ કરતું હોવાથી તેમાં અસંતુલ અને અવરોધો પણ સર્જાતા હોય છે. આજ્ઞા ચક્રમાં અવરોધના કારણે સર્જાતી સમસ્યાઓમાં સામાન્યપણે માથાનો દુઃખાવો, માઈગ્રેઈન-આધાશીશી, નિંદ્રાને લગતી સમસ્યાઓ (sleep disorders), શીખવામાં સમસ્યાઓ (learning issues), ધ્યેય નિર્ધારણમાં સમસ્યાઓ વગેરેનો સમાવેશ થાય છે.
આજ્ઞા ચક્ર એ આપણી સમગ્ર પ્રણાલીના કમાન્ડરની જેમ કામ કરે છે. તે આત્મવિશ્વાસ, યોગ્ય નિર્ણય, સ્પષ્ટતા અને એકાગ્રતામાં મદદરૂપ થાય છે.
તમે તમારા જીવનને કઈ રીતે જુઓ છો તેના આધાર પર તે સમજ કેળવે છે, ધારણા બાંધે છે.
સ્વસ્થ આજ્ઞા ચક્ર વ્યક્તિને પોતાના જીવનને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ બને છે અને સાથે જ માનસિક ક્ષમતાઓ પણ પ્રદાન કરે છે.
ચક્રમાં અવરોધ સર્જાવાના કારણે નીચે મુજબની સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવાઈ શકે છેઃ
- દૃષ્ટિ સંબંધીત સમસ્યાઓ
- અંધત્વ
- નિંદ્રાને લગતી સમસ્યાઓ
- નાક સાથે સંબંધીત સમસ્યાઓ, સાઈનસ
- બહેરાશ, કાનની સમસ્યાઓ
- શીખવાની અક્ષમતા (Learning disabilities)
- કરોડરજ્જુમાં સમસ્યા
- હતાશા (Depression)
- ચિંતા, બેચેની (Anxiety)
- ગભરાટ સંબંધી વિકાર (Panic disorders)
ચક્ર વધારે પડતું સક્રિય હોય તો નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ
- ખોવાયેલા રહેવાય, બેધ્યાનપણું લાગે (Feel lost)
- ખૂબ જ ચિંતા રહે (Worry a lot)
- કલ્પના વધુ કરે અને કામ ઓછું થાય
- દુઃસ્વપ્નો
ચક્રમાં ઉર્જાની ઉણપ હોય ત્યારે નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ
- આયોજનશક્તિનો અભાવ
- સરળતાથી કોઈનાથી દોરવાઈ જવાય કે કોઈના પ્રભાવમાં આવી જવાય
- મૂંઝવણ રહે
- પોતાની જાત માટે અવિશ્વાસ રહે
ચક્રની ઉર્જા સંતુલિત હોય ત્યારે નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ
- સહજતા અનુભવાય, આંતર્જ્ઞાન રહે
- દિવ્યતાનો અનુભવ થાય
- એકાગ્રતા જળવાય
- જીવનનો ધ્યેય-હેતુની સમજ કેળવાય
પ્રકૃતિની સુંદરતાની પ્રશંસા કરવાથી આજ્ઞા ચક્ર વધારે શક્તિશાળી બને છે.
ઔષધિઓ અને એસેન્શિયલ ઓઈલ્સ (Herbs & Essential oils)
- પેશન ફ્લાવર (Passion flower)
- બિલબેરી (Bilberry)
- બર્ગામોટ (Bergamot)
- ઓરેન્જ (Orange)
- લેમન ગ્રાસ (Lemon grass)
સ્ફટિકો (Crystals):
- એક્વામરીન (Aquamarine)
- લાપિસ લાઝુલી (Lapis Lazuli)
- બ્લુ ટાઈગર આઈ (Blue tiger’s eye)
અભિકથન (Affirmations):
- મને મારી અંતઃપ્રેરણા પર વિશ્વાસ છે.
- હું મારૂ જે મનોવૃત્તિ છે તેની માવજત કરૂં છું.
- હું હંમેશા વિશાળ દૃશ્ય નજર સમક્ષ રાખું છું.
- હું મારા સપનાઓ જીવી રહ્યો/રહી છું.
- હું ઉત્સાહી, શક્તિશાળી અને ઉપજાઉં (પ્રોડક્ટિવ) છું.
ખૂબ જ રક્ષણાત્મક, અધિકૃત અને પ્રભાવશાળી માતા-પિતાના બાળકો મોટા ભાગે આજ્ઞા ચક્રમાં અવરોધની સમસ્યાથી પીડાય છે. તેના લીધે નિર્ણયશક્તિનો અભાવ, ભાવિ આયોજનનો અભાવ, ધ્યેય નિર્ધારણ શક્તિનો અભાવ, વ્યગ્રતા વગેરેની સ્થિતિ જોવા મળે છે. માતા-પિતા પોતાના સંતાનને પ્રેમાળ અને સમજદારીભર્યા વાલીપણાનો અનુભવ કરાવે તે ખૂબ જ જરૂરી છે જેથી બાળક આગળ જતાં જીવનમાં સ્વતંત્ર અને પરિપક્વ પુખ્ત વ્યક્તિ બની શકે.
- મિતાલી કુનાલ પટેલ, હોલિસ્ટિક હીલર
Instagram: @healer_mitali
આગળનો લેખ વાંચવા ક્લિક કરોઃ ગળાના ભાગ સાથે સંકળાયેલા તમારા વિશુદ્ધિ ચક્રને મજબૂત બનાવીને થાઈરોઈડ જેવા રોગોથી રહો દૂર