Get The App

ગળાના ભાગ સાથે સંકળાયેલા તમારા વિશુદ્ધિ ચક્રને મજબૂત બનાવીને થાઈરોઈડ જેવા રોગોથી રહો દૂર

Updated: May 8th, 2022

GS TEAM


Google News
Google News
ગળાના ભાગ સાથે સંકળાયેલા તમારા વિશુદ્ધિ ચક્રને મજબૂત બનાવીને થાઈરોઈડ જેવા રોગોથી રહો દૂર 1 - image


- ખૂબ જ સંરક્ષિત માહોલમાં અને અતિશય લાડથી ઉછરેલા બાળકો પોતાના જીવનમાં આગળ જતાં ગળાની વારંવારની સમસ્યાઓથી પીડાય છે

અમદાવાદ, તા. 08 મે 2022, રવિવાર

વિશુદ્ધ ચક્ર કે થ્રોટ (ગરદન) ચક્ર એ સંચાર અને અભિવ્યક્તિનું કેન્દ્ર છે. થ્રોટ ચક્ર આપણને સત્ય બોલવાની અને પોતાની જાત માટે ઉભા રહેવાની શક્તિ પ્રદાન કરે છે. વાદળી રંગ અને ધ્વનિ તત્વ થ્રોટને ઉર્જા આપે છે. ગળું એ શરીરનો એ ભાગ છે જ્યાંથી જ્ઞાન બોધની દિશામાં આગળ વધે છે.

વિશુદ્ધ ચક્રની મુખ્ય ક્રિયાઓ નીચે મુજબ છેઃ

- સંચાર (કોમ્યુનિકેશન)

- અસ્ખલિત વિચાર

- સ્વતંત્રતા

- સુરક્ષા

તે સર્જનાત્મક, રચનાત્મક સ્વની ઓળખ કરાવે છે. આપણું ગળું જીવનના હેતુઓ માટે સ્પંદનોનું સર્જન કરે છે. છેતરપિંડી અથવા તો કપટ વગેરેના કારણે આ ચક્ર અવરોધાય છે. તે કંઠનળી, શ્વાસનળી, કાન, નાક, દાંત, મોઢા અને ગળા સહિતની સમગ્ર શ્વસન પ્રણાલીનું સંચાલન કરે છે. થાઈરોઈડ ગ્રંથિની સંપૂર્ણ સંભાળ ગળા ચક્ર દ્વારા લેવામાં આવે છે. 

ચક્ર વધારે પડતું સક્રિય હોય તો નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ

- વધારે પડતું બોલવું

- અન્ય લોકોને કંટાળો અપાવવો

- જિદ્દીપણું

- હંમેશા લોકોની ટીકા કરતાં રહેવું

- અપમાનજનક વ્યવહાર કરવો

- કોઈ વાત કે રહસ્યનું ખાનગીપણું ન જાળવવું

- શ્રોતા તરીકે નબળાં બનવું, ફક્ત શબ્દો સાંભળવા પણ વિચારો ન સમજવા

ચક્રમાં ઉર્જાની ઉણપ હોય ત્યારે નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ

- નબળો અવાજ

- નમ્રતા, આધીનતા

- લાગણી કે ભાવ વ્યક્ત કરવામાં અસમર્થતા

- સર્જનાત્મકતાનો અભાવ

- જાહેરમાં બોલવાની કુશળતાનો અભાવ

ચક્રની ઉર્જા સંતુલિત હોય ત્યારે નીચે પ્રમાણેના લક્ષણો જોવા મળે છેઃ

- તટસ્થતા, નિષ્પક્ષતાના ભાવ સાથેનો મજબૂત અવાજ

- સત્ય બોલવામાં આવે

- સર્જનાત્મકતા

- સારા શ્રોતા

ચક્રમાં અવરોધ સર્જાવાના કારણે નીચે મુજબની સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવાઈ શકે છેઃ

- થાઈરોઈડની સમસ્યા

- ગળામાં ખારાશ કે શોષ પડવો

- ગરદન અને જડબાની સમસ્યા

- સાંભળવામાં સમસ્યા

- શ્વાસસંબંધી સમસ્યાઓ

- પેઢામાં સોજો

- કરોડના હાડકાંમાં વિકૃત્તિ (Scoliosis)

- બોલવામાં તકલીફ (Speech Disorders)

થ્રોટ ચક્રને સંતુલિત કરવા અને તેમાં સર્જાયેલા અવરોધોને દૂર કરવા માટે નીચે મુજબના પ્રયોગો અપનાવી શકાયઃ

દૈનિક અભ્યાસઃ

- મંત્રોચ્ચાર કરો

- ગીતનું ગાયન કરો અથવા તો ગણગણો

- સંગીત વગાડો અથવા તો સાંભળો

- રંગો વડે તમારી સર્જનાત્મકતાને ખીલવો

- સામાયિક કરો, તમારી રોજનીશી લખો (તમારી જિંદગીના હેતુ ઓળખીને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો)

બ્રિથિંગ પ્રેક્ટિસ (Breathing Practice):

- ઓસેન બ્રીથ (ઉજ્જયી પ્રાણાયામ)

સ્ફટિકો (Crystals):

- એન્જેલાઈટ (Angelite)

- બ્લુ જેડ (Blue jade)

- બ્લુ ક્યાનાઈટ (Blue kyanite)

- અઝુરાઈટ (Azurite)

ભોજન (Food):

- ફળો 

ઔષધિઓ જે ભોજનમાં કે એરોમા દ્વારા લઈ શકાય (Herbs): 

- વરીયાળી (fennel)

- થાઈમ (thyme)

- કેમોલી (chamomile)

એસેન્શિયલ ઓઈલ્સ (Essential oils): 

- ટી ટ્રી (tea tree)

- મિન્ટ (mint)

- સાયપ્રસ (cypress)

અભિકથન (Affirmations):

- હું મારૂં પોતાનું સત્ય બોલું છું.

- મને મારૂં સત્ય બોલવાનો અધિકાર છે. 

- હું એક સારો/સારી શ્રોતા છું.

- હું મારા કોમ્યુનિકેશનમાં ખુલ્લો/ખુલ્લી, પ્રામાણિક અને સ્પષ્ટ છું. 

- હું મારા વિચારો અને લાગણીઓને મુક્તપણે વ્યક્ત કરૂં છું.

પોતાની જાત માટે બોલવામાં અસમર્થતા, અંદર શોષાયેલો ગુસ્સો અને પરિવર્તનને નકારવાથી ગળાને લગતાં ગંભીર રોગ થઈ શકે છે. આ પ્રકારના રોગોમાં વારંવારની ઉધરસ, શરદી કે ગળાના દુખાવાનો સમાવેશ થાય છે. ખૂબ જ સંરક્ષિત માહોલમાં અને અતિશય લાડથી ઉછરેલા બાળકો પોતાના જીવનમાં આગળ જતાં ગળાની વારંવારની સમસ્યાઓથી પીડાય છે. 

તમારા અવાજને પ્રભાવી બનાવવાની સૌથી શ્રેષ્ઠ કસરત એ છે કે, તમે અરીસામાં જોઈને તમારી જાત સાથે વાત કરો. તે સિવાય તમારી લાગણીઓને કાગળ પર ઉતારવાની આદત પણ પાડી શકાય. 

- મિતાલી કુનાલ પટેલ, હોલિસ્ટિક હીલર

Instagram: @healer_mitali

આગળનો લેખ વાંચવા ક્લિક કરોઃ

હૃદય ચક્રને સંતુલિત કરીને આત્મ જાગૃતિ દ્વારા આત્મહત્યાના વિચારો જેવા નકારાત્મક ભાવોથી મેળવો મુક્તિ

Tags :