Get The App

ઉત્તરાયણ પર 200 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભુત ત્રિગ્રહી યોગ! વૃષભ-ધન સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે

Updated: Dec 22nd, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરાયણ પર 200 વર્ષ બાદ બની રહ્યો છે અદ્ભુત ત્રિગ્રહી યોગ! વૃષભ-ધન સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે 1 - image


Trigrahi Yog In Makar 2026: વર્ષ 2026ની શરુઆતમાં ઘણા ગ્રહો ગોચર કરીને રાજયોગ અને ત્રિગ્રહી યોગ બનાવશે. જેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળશે. અહીં અમે ત્રિગ્રહી યોગની વાત કરી રહ્યા છીએ. તમને જણાવી દઈએ કે, માન-સન્માનના દાતા સૂર્ય, વૈભવના દાતા શુક્ર અને ગ્રહોના સેનાપતિ મંગળ ત્રિગ્રહી યોગ બનાવવા જઈ રહ્યા છે. આ અદ્ભુત ત્રિગ્રહી યોગ ઉત્તરાયણ પર 200 વર્ષ બાદ બની રહ્યો છે. આનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ આ લોકોને નવી નોકરીની સાથે અપાર ધન લાભના યોગ બની રહ્યા છે. ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે. 

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગ લાભદાયી સાબિત થઈ શકે છે. આ યોગ તમારી રાશિના ત્રીજા ભવમાં બનવા જઈ રહ્યો છે. તેથી  આ સમય દરમિયાન તમારી હિંમત અને બહાદુરીમાં વધારો થશે. આ સાથે જ આ સમય દરમિયાન તમને વિદેશથી પણ લાભ મળી શકે છે. બીજી તરફ ધન સબંધિત મામલે અણધારી સફળતા મળશે. આ સાથે જ નોકરી અને વ્યવસાય બંનેમાં પ્રગતિના યોગ છે. આ સમય દરમિયાન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. આ દરમિયાન તમે કોઈ વાહન અથવા પ્રોપર્ટી પણ ખરીદી શકો છો.

વૃષભ રાશિ

ત્રિગ્રહી યોગ બનવાથી વૃષભ રાશિના જાતકોના સારા દિવસો શરુ થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી રાશિથી ભાગ્ય સ્થાન પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમય દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. તમારા અટકેલા કામ પૂરા થશે. આ સાથે જ આધ્યાત્મિક વિચારસરણીની સાથે-સાથે ભૌતિક સુખ-સુવિધાઓમાં પણ વધારો થશે. તમને કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ પણ મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. આ સમય દરમિયાન વિદેશ અથવા દૂરના સ્થળોથી લાભ મળવાની પણ શક્યતા રહેશે. આ સમય દરમિયાન સ્પર્ધાત્મક વિદ્યાર્થીઓને કોઈ પરીક્ષામાં સફળતા મળી શકે છે. આ સાથે જ તમે દેશ-વિદેશની યાત્રા કરી શકો છો. 

આ પણ વાંચો: VIDEO: 'જે દિવસે હું ધમાકો કરીશ...', અમદાવાદમાં સૂર્યકુમાર યાદવની સ્પીચ વાઈરલ, ટીકાકારોને આપ્યો જવાબ

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે ત્રિગ્રહી યોગની રચના શુભ સાબિત થઈ શકે છે. કારણ કે આ યોગ તમારી ગોચર કુંડળીથી બીજા સ્થાન પર બનશે. તેથી આ સમય દરમિયાન તમરા માટે સમયાંતરે અણધાર્યા ધન લાભના યોગ બનશે. આ સાથે જ કરિયર અને શિક્ષણમાં પણ સારી તકો મળશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારા વ્યાવસાયિક જીવનમાં માન-સન્માન અને તમારી કારકિર્દીમાં સફળતા સુનિશ્ચિત થશે. આર્થિક લાભના નવા સ્ત્રોત ખુલશે. સંબંધોમાં સુમેળ વધશે અને પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.