Trigrahi Yog 2026: વૈદિક જ્યોતિષ પ્રમાણે ગ્રહો સમયાંતરે રાશિ પરિવર્તન કરતા રહે છે, અને આ દરમિયાન ઘણા ખાસ યોગો બને છે, જેની અસર જાતકોના જીવનની સાથે-સાથે દેશ-દુનિયા પર પણ જોવા મળે છે. દ્રિક પંચાંગ પ્રમાણે સૂર્ય દેવ અને શનિ દેવ બંને હાલમાં મીન રાશિમાં બિરાજમાન છે. આ વચ્ચે 2 એપ્રિલે મંગળ પણ મીન રાશિમાં ગોચર કરશે, જેનાથી ત્રિગ્રહી યોગ બનશે. બીજી તરફ એપ્રિલે હનુમાન જયંતિ પણ છે. આમ હનુમાન જયંતિના અવસર પર બનવા જઈ રહેલા આ ત્રિગ્રહી યોગથી કેટલીક રાશિના જાતકોને ગૂડ ન્યૂઝ મળશે. આ યોગ 14 એપ્રિલ સુધી રહેશે, કારણ કે ત્યારબાદ સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે.
જ્યારે સૂર્ય, શનિ અને મંગળ એક રાશિમાં ભેગા થાય છે, ત્યારે તેને ખૂબ જ પ્રભાવશાળી યોગ માનવામાં આવે છે. આ યોગ જીવનમાં અચાનક પરિવર્તન, મહેનત અને સંઘર્ષ બાદ સફળતા અપાવી શકે છે. જોકે, આ દરમિયાન ગુસ્સો, ઉતાવળ અને અહંકારથી દૂર રહેવું મહત્વપૂર્ણ છે. જો કોઈ વ્યક્તિ ધીરજ અને સમજણથી કાર્ય કરે તો તે આ સમયનો સંપૂર્ણ લાભ લઈ શકે છે. હવે, ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર તેની સૌથી વધુ અસર જોવા મળી શકે છે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકો માટે આ સમય આવક અને લાભની દ્રષ્ટિએ સારો રહી શકે છે. કમાણીના નવા રસ્તા ખુલી શકે છે. રોકાણથી લાભ થવાના સંકેત છે. નોકરી અને બિઝનેસમાં સ્થિરતા જળવાઈ રહેશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે. તમને તમારા બાળકો સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. પરંતુ અણધાર્યા ખર્ચાઓ વધી શકે છે, તેથી આર્થિક મામલે સતર્ક રહેવું.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે આ યોગ કરિયરમાં નવી તકો લઈને આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિના સંકેત છે. તમને નેટવર્કિંગથી ફાયદો મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને તમને અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. ઉદ્યોગપતિઓને પણ સારો લાભ મળી શકે છે. કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. જોકે, તમારું મન થોડું અસ્થિર રહી શકે છે, જેના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. આવી સ્થિતિમાં ધીરજ રાખવી જરૂરી રહેશે.
ધન રાશિ
ધન રાશિના જાતકો માટે આ યોગફાયદાકારક સાબિત થઈ શકે છે. આ દરમિયાન કરિયરમાં આગળ વધવાની તક મળી શકે છે. અટકેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના છે. આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે અને કિસ્મતનો સાથ પણ મળશે. કેટલાક જાતકો આ સમય દરમિયાન વાહન અથવા પ્રોપર્ટી ખરીદી શકે છે. જોકે, વધુ પડતા આત્મવિશ્વાસના કારણે નુકસાન થઈ શકે છે, તેથી સમજી-વિચારીને નિર્ણયો લેવા જરૂરી છે. પરિવાર અથવા નજીકના મિત્રો સાથે મતભેદ પણ થઈ શકે છે.


