Astro

દિવાળી પહેલાં ઘરમાંથી કાઢી ફેંકો આ 4 વસ્તુઓ, નહીંતર લક્ષ્મીજી ઉંબરેથી પાછા વળી જશે!

By GS Team
27 Oct 20262 mins read
TukuTouch Logo
દિવાળી પહેલાં ઘરમાંથી કેટલીક વસ્તુઓ દૂર કરવી શુભ મનાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ, ખંડિત મૂર્તિઓ, તૂટેલી ઘડિયાળો, ફાટેલા જૂતા-ચંપલ, અને તિરાડ પડેલા વાસણો ઘરમાં નકારાત્મકતા લાવે છે. આ વસ્તુઓ ઘરમાંથી કાઢી નાખવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે, જ્યારે દરિદ્રતા દૂર થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દિવાળી પહેલાં ઘરમાંથી કાઢી ફેંકો આ 4 વસ્તુઓ, નહીંતર લક્ષ્મીજી ઉંબરેથી પાછા વળી જશે!

Vastu Tips: દિવાળીના તહેવારની દરેક લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. આ તહેવાર આવતા પહેલા જ ઘરોની સાફ-સફાઈ શરૂ થઈ જાય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે ઘરની સફાઈ દરમિયાન આપણે કેટલીક વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવાને બદલે તેને ઘરમાં જ રહેવા દઈએ છીએ.

જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો, તો ધાર્મિક માન્યતાઓ અનુસાર,પ્રમાણે તેનાથી ઘરમાં માં લક્ષ્મીનું ઘરમાં આવતા અટકી જાય છે અને નકારાત્મકતા તથા દરિદ્રતાનો વાસ થાય છે. આ જાણીને તમારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ થતો હશે કે આખરે દિવાળી પહેલા કઈ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

દિવાળી પહેલા આ વસ્તુઓને ઘરની બહાર ફેંકી દો

દિવાળી પર માં લક્ષ્મીના સ્વાગત અને ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહ માટે, વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ અશુભ વસ્તુઓને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ.

ખંડિત મૂર્તિઓ અને તસવીરો: વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંદિરમાં ખંડિત મૂર્તિઓ અને તસવીરો રાખવી અશુભ માનવામાં આવે છે. ખંડિત મૂર્તિઓ અને તસવીરો મંદિરમાં હોવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને આધ્યાત્મિક ઉર્જામાં અડચણ ઊભી થાય છે. એટલા માટે દિવાળી પહેલાં ખંડિત મૂર્તિઓ અને તસવીરોને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરી દેવી જોઈએ અથવા તો પીપળાના ઝાડ નીચે મૂકી દેવી જોઈએ.

બંધ અથવા તૂટેલી ઘડિયાળો: ઘરમાં બંધ કે તૂટેલી ઘડિયાળો રાખવાની પણ મનાઈ છે. આ પ્રકારની ઘડિયાળોને પ્રગતિમાં અડચણ અને દુર્ભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે દિવાળીની સફાઈ દરમિયાન બંધ કે તૂટેલી ઘડિયાળોને ઘરની બહાર ફેંકી દો અથવા તેને સરખી કરાવી લો. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં બંધ કે તૂટેલી ઘડિયાળ રાખવાથી પરિવારના સભ્યોની પ્રગતિમાં અડચણ આવી શકે છે.

જૂના અને ફાટેલા જૂતા-ચંપલ: વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં ફાટેલા-જૂના જૂતા-ચંપલ રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, જેની ખરાબ અસર પરિવારના સભ્યો પર પડે છે. એટલા માટે ભૂલીને પણ ઘરમાં ફાટેલા-જૂના જૂતા-ચંપલ ન રાખવા જોઈએ. જો તમારા ઘરમાં પણ આ પ્રકારના જૂતા-ચંપલ રાખેલા હોય, તો તેને આજે જ ઘરથી બહાર ફેંકી દો.

ટૂટેલો કાચ અને વાસણો: આ સિવાય ઘરમાં તિરાડ પડેલા વાસણો અને ટૂટેલો અરીસો પણ ન રાખવો જોઈએ. જેના કારણે વાસ્તુ દોષની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. દરિદ્રતાથી બચવા માટે તેને તરત જ ઘરની બહાર ફેંકી દો.