Get The App

શારદીય નવરાત્રિ 2025: મા દુર્ગાના 8 અસ્ત્રો, જેનું દુર્ગા સપ્તશતીના 700 શ્લોકોમાં છે વર્ણન

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
શારદીય નવરાત્રિ 2025: મા દુર્ગાના 8 અસ્ત્રો, જેનું દુર્ગા સપ્તશતીના 700 શ્લોકોમાં છે વર્ણન 1 - image


Sharadiya Navratri 2025: અષ્ટભુજાવાળી શક્તિની દેવીને પ્રસન્ન કરવા અને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે વર્ષમાં 4 વખત પવિત્ર નવરાત્રિ આવે છે. બે પ્રત્યક્ષ નવરાત્રિ દરમિયાન ભક્તો દેવીની પૂજા કરે છે, ધાર્મિક વિધિઓ કરે છે અને ઉપવાસ કરે છે, જ્યારે બે ગુપ્ત નવરાત્રિ દરમિયાન ભક્તો સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે દેવીની સાધના- અનુષ્ઠાન કરે છે. શક્તિની દેવી દુર્ગાને આઠ ભુજાઓ છે. તેમના આઠ હાથમાં શોભતા અસ્ત્રો- શસ્ત્રોના મહત્ત્વ વિશે ધાર્મિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે. દેવીના આઠ ભુજાવાળા શસ્ત્રો તેમના ભક્તોના રક્ષણ અને સુખાકારી માટે છે. ચાલો તેને વિસ્તારથી જાણીએ...

આ પણ વાંચો: Shardiya Navratri 2025 : ત્રીજા નોરતાએ કરો મા ચંદ્રઘંટાની પૂજા, જાણી લો સંપૂર્ણ વિધિ

700 શ્લોકોમાં દેવીના સ્વરૂપનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે

હિન્દુ ધાર્મિક ગ્રંથમાં કરેલા વર્ણન પ્રમાણે આઠ ભુજાઓવાળી દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે વર્ષમાં ચાર વખત આરાધના, સાધના, વ્રત કરવાથી ભક્તના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે. નવ રાત સુધી દેવી દુર્ગા અને તેમના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવાનું વિધાન છે. નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો એ સૌથી ઉત્તમ માનવામાં આવે છે. દુર્ગા સપ્તશતી એ માર્કંડેય પુરાણમાંથી ઉતરી આવેલ એક હિન્દુ ધાર્મિક ગ્રંથ છે. તેમાં 700 શ્લોકો છે, જે દેવીના સ્વરૂપનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે, સાથે જ તેમની પૂજા અને ધ્યાન કરવા માટેના અનેક મંત્રોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો: ગુરુના નક્ષત્રમાં રાહુનો પ્રવેશ, બદલાશે 3 રાશિઓના ભાગ્ય, આજથી આવક થઈ જશે ડબલ

દુર્ગા સપ્તશતીમાં જોવા મળે છે શસ્ત્રોનું વર્ણન

દેવી દુર્ગા અષ્ટભુજા ધરાવે છે. તેમના તમામ હાથમાં માનવતાના કલ્યાણ માટે અસ્ત્ર અને શસ્ત્ર શોભી રહ્યા છે. દેવી દુર્ગા પાસે રહેલા અસ્ત્રો અને શાસ્ત્રોનું વર્ણન દુર્ગા સપ્તશતીના પાંચમા અધ્યાયના ધ્યાન શ્લોકમાં પણ કરવામાં આવ્યું છે. દુર્ગા સપ્તશતી અનુસાર દેવી દુર્ગા પાસે ઘંટ, ત્રિશૂળ, હળ, શંખ, ચક્ર, મુસલ, ધનુષ્ય અને તીર વિદ્યમાન છે, જે બધાનો ઉપયોગ માનવતાના કલ્યાણ માટે થાય છે. એક ધાર્મિક માન્યતા છે કે, નવરાત્રિ દરમિયાન અષ્ટભુજાઓવાળી દેવી દુર્ગાની પૂજા- અર્ચના, પ્રાર્થના, દુર્ગા સપ્તશતીનો પાઠ અને ઉપવાસ કરવાથી અમોધ ફળની પ્રાપ્તિ થાય છે. 

Tags :