Chaitra Navratri: હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્ત્વ રહેલું છે. પંચાંગ પ્રમાણે, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચ 2025થી શરુ થઈ રહી છે અને ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચો: ચૈત્ર નવરાત્રિ 2025: કળશ સ્થાપના માટે 4 કલાકનો સમય મળશે, જાણો શુભ મૂહુર્ત
કળશ સ્થાપન માટે સવારે 06:13થી 10:22 શુભ મૂહુર્ત
કળશ સ્થાપના માટેનો શુભ સમય સવારે 06:13થી 10:22 સુધીનો રહેશે. આ સમયમાં તમે ગમે ત્યારે કળશની સ્થાપના કરી શકો છો. આ ઉપરાંત અભિજીત મુહૂર્ત બપોરે 12:01થી શરુ થશે અને બપોરે 12:50 વાગ્યે સમાપ્ત થશે. નવરાત્રિની પૂજા કળશની સ્થાપના વિના અધૂરી માનવામાં આવે છે.
દેવી પૂજા મંત્ર
।। ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડયે વિચ્ચે.।।
।। સર્વમંગળ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ।।
દેવીને પ્રિય ખોરાક
- વિવિધ ફળો
- પતાશા
- ખીર
- હલવો
- સુકો મેવો
કળશ સ્થાપનની પૂજા વિધિ
- સૌથી પહેલા પૂજા રૂમને સ્વચ્છ કરો અને વેદી અથવા બાજોઠ પર લાલ કપડું પાથરો.
- ત્યાર બાદ માટીના વાસણમાં જવ વાવો.
- એક વાસણમાં ગંગાજળ ભરો અને તેમાં સોપારી, દૂર્વા (ઘાસ), આખા ચોખા અને સિક્કા મુકો.
- કળશના મુખ પર આસોપાલવ/ નાગરવેલ અથવા કેરીના પાન મૂકો અને તેના ઉપર નારિયેળ મૂકો.
- હવે જવવાળા વાસણ પર કળશ મૂકો.
- દેવી દુર્ગાનું આહ્વાન કરો અને નવ દિવસ સુધી તેમની વિધિપૂર્વક પૂજા કરો.
- આ સમયગાળા દરમિયાન ભક્તોએ નવ દિવસ ઉપવાસ કરવા જોઈએ.
- દેવી દુર્ગાની દરરોજ સવારે અને સાંજે આરતી કરો.
- કન્યાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો.
- આ સમયગાળા દરમિયાન ઉપાસકે સાત્વિક ખોરાક લેવું અને તામસિક ખોરાક ટાળવું.
- ઘરમાં સ્વચ્છતા જાળવો અને કોઈની સાથે વિવાદ ન કરો.
- આ સમય દરમિયાન ખરાબ કાર્યોથી દૂર રહો.


