Get The App

ચૈત્ર નવરાત્રિ 2025: કળશ સ્થાપના માટે 4 કલાકનો સમય મળશે, જાણો શુભ મૂહુર્ત

Updated: Mar 24th, 2025

GS TEAM


Google News
Google News
ચૈત્ર નવરાત્રિ 2025: કળશ સ્થાપના માટે 4 કલાકનો સમય મળશે, જાણો શુભ મૂહુર્ત 1 - image

Chaitra Navratri 2025: ચૈત્ર નવરાત્રિ હિન્દુ ધર્મમાં એક મહત્ત્વપૂર્ણ તહેવાર છે. આ મહાપર્વ દેવી દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. એવું કહેવાય છે કે, આ સમય દરમિયાન માતા રાણીની પૂજા કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સાથે પરિવારમાં ખુશીઓ રહે છે. પંચાંગ પ્રમાણે આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી શરૂ થઈ રહી છે. તો આવો ચૈત્ર નવરાત્રિ 2025એ કળશ સ્થાપન ક્યારે કરશો અને તેના પૂજા વિધિ કેવી રીતે કરશો તેના વિશે જાણીએ. 

એકાદશી 30 માર્ચે મનાવવામાં આવશે

હિન્દુ પંચાંગ પ્રમાણે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 29 માર્ચ, 2025 ના રોજ સાંજે 04:27 વાગ્યે શરૂ થશે. જે તારીખ 30 માર્ચે બપોરે 12:49 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિને ધ્યાનમાં રાખતા ચૈત્ર નવરાત્રિની શરુઆત 30 માર્ચથી થઈ રહી છે.

કળશ સ્થાપન મુહૂર્ત

ચૈત્ર નવરાત્રિએ કળશ સ્થાપન મુહૂર્ત સવારે 06:13 થી 10:22 વાગ્યા સુધી રહેશે. આ સિવાય કળશ સ્થાપનનું બીજુ  અભિજીત મુહૂર્ત બપોરે 12.01 થી 12.50 વાગ્યા સુધી રહેશે. આ સમયે તમે તમારી પૂજા અને ઘટ સ્થાપના કરી શકો છો.

ચૈત્ર નવરાત્રિ 2025: કળશ સ્થાપના માટે 4 કલાકનો સમય મળશે, જાણો શુભ મૂહુર્ત 2 - image

દેવી પૂજા મંત્ર

।। ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડયે વિચ્ચે.।।

।। સર્વમંગળ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે, શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણિ નમોસ્તુતે ।।

 દેવીને પ્રિય ખોરાક

  • વિવિધ ફળો
  • પતાશા
  • ખીર
  • હલવો 
  • સુકો મેવો 

કળશ સ્થાપનની પૂજા વિધિ 

  • સૌથી પહેલા પૂજા રૂમને સ્વચ્છ કરો અને વેદી અથવા બાજોઠ પર લાલ કપડું પાથરો.
  • ત્યાર બાદ માટીના વાસણમાં જવ વાવો.
  • એક વાસણમાં ગંગાજળ ભરો અને તેમાં સોપારી, દૂર્વા (ઘાસ), આખા ચોખા અને સિક્કા મુકો. 
  • કળશના મુખ પર આસોપાલવ/ નાગરવેલ અથવા કેરીના પાન મૂકો અને તેના ઉપર નારિયેળ મૂકો.
  • હવે જવવાળા વાસણ પર કળશ મૂકો.
  • દેવી દુર્ગાનું આહ્વાન કરો અને નવ દિવસ સુધી તેમની વિધિપૂર્વક પૂજા કરો.
  • આ સમયગાળા દરમિયાન ભક્તોએ નવ દિવસ ઉપવાસ કરવા જોઈએ.
  • દેવી દુર્ગાની દરરોજ સવારે અને સાંજે આરતી કરો.
  • કન્યાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો.
  • આ સમયગાળા દરમિયાન ઉપાસકે સાત્વિક ખોરાક લેવું અને તામસિક ખોરાક ટાળવું.
  • ઘરમાં સ્વચ્છતા જાળવો અને કોઈની સાથે વિવાદ ન કરો.
  • આ સમય દરમિયાન ખરાબ કાર્યોથી દૂર રહો.
Tags :