Surya Rashi Parivartan 2026: સૂર્ય 14 એપ્રિલના રોજ મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસ મેષ સંક્રાતિના નામે ઓળખાશે. મેષ રાશિ સૂર્યની ઉચ્ચ રાશિ છે, જ્યાં તેની શક્તિ અને પ્રભાવમાં જબરદસ્ત વધારો થાય છે. જ્યોતિષ પંડિતના જણાવ્યા અનુસાર, સૂર્યનું આ ગોચર તમામ 12 રાશિઓ પર અનેક પ્રભાવ પાડશે.
મેષ રાશિ
મેષ રાશિમાં ભગવાન સૂર્ય પ્રવેશ કરી રહ્યા છે અને અહીં તેઓ ઉચ્ચના બને છે, એટલે કે સૌથી શક્તિશાળી અવસ્થામાં હોય છે. આ દરમિયાન મેષ રાશિના જાતકોનો આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કાર્યો પૂરા થશે. મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. જે લોકો સરકારી નોકરીમાં છે તેમના માટે બઢતીના યોગ બની રહ્યા છે. મેષ રાશિના જાતકોએ આ સમયગાળા દરમિયાન વધુ સક્રિય રહીને કાર્ય કરવું જોઈએ.
વૃષભ રાશિ
વૃષભ રાશિથી 12મા ભાવમાં સૂર્યનું ગોચર થશે. આ રાશિના જાતકોએ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. જો તમે ઘરથી દૂર ક્યાંક નોકરી માટે પ્રયાસ કરશો તો સફળતા મળશે. નોકરીની પ્રાપ્તિ થશે, પરંતુ લડાઈ-ઝઘડાથી બચવું અને કોઈની સાથે મતભેદ વધારવા નહીં. સંબંધો બાબતે સાવચેત રહેવાની જરૂર છે.
મિથુન રાશિ
મિથુન રાશિથી 11મા ભાવમાં સૂર્ય ગોચર કરશે, જે લાભનું સ્થાન માનવામાં આવે છે. કરિયર અને બિઝનેસના ક્ષેત્રમાં મોટો ફાયદો થશે. પ્રગતિની તકો હાથથી જવા ન દેવી. જો કે સ્વભાવમાં આક્રમકતા ન આવવા દેવી અને લોકો સાથે નમ્રતાથી વાતચીત કરવી.
કર્ક રાશિ
કર્ક રાશિથી 10મા ભાવમાં સૂર્યનું ગોચર થશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે. આગામી 30 દિવસ સફળતાના નવા માર્ગો ખુલશે. અહંકારથી બચવું અને નકારાત્મક વિચારોને તમારા પર હાવી થવા ન દેવા. આ સમય તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
સિંહ રાશિ
સિંહ રાશિના 9મા ભાવમાં સૂર્યનું આગમન થઈ રહ્યું છે, જેનાથી ભાગ્યનો સાથ મળશે. અટકેલા કામો પૂરા કરવાનો પ્રયાસ કરજો, સફળતા ચોક્કસ મળશે. રોજગાર સંબંધિત પ્રયત્નો સફળ થશે અને નોકરીયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. અચાનક ધન લાભ થશે, પરંતુ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. ધર્મ-કર્મમાં રુચિ રાખવી અને પારિવારિક સંબંધોનું ધ્યાન રાખવું.
કન્યા રાશિ
કન્યા રાશિથી 8મા ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. ધન સંબંધી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. જે લોકો જન્મસ્થળથી દૂર નોકરી શોધી રહ્યા છે તેમની શોધ પૂરી થશે. આ સમય ધીરજથી આગળ વધવાનો છે, ઉતાવળ કરવી નહીં. ખાસ કરીને સાસરી પક્ષ સાથેના સંબંધો ન બગડે તેનું ધ્યાન રાખવું.
તુલા રાશિ
તુલા રાશિથી 7મા ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચનો અને તુલા રાશિમાં નીચનો (નબળો) માનવામાં આવે છે. તેથી તુલા રાશિના જાતકોએ પૂરી મહેનતથી કાર્ય કરવું અને કામ ટાળવાની વૃત્તિ છોડવી. જીવનસાથી સાથે મતભેદ કે લડાઈ-ઝઘડાથી બચવું. નકારાત્મક વિચારો સાથે કોઈ નિર્ણય ન લેવો અને સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિથી 6ઠ્ઠા ભાવમાં સૂર્યનું ગોચર થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. કોર્ટ કેસમાં નવા ઉકેલો સામે આવશે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે, પરંતુ ઉધાર લેણ-દેણથી બચવું. આગામી એક મહિના સુધી નવું રોકાણ ન કરવાની સલાહ છે.
ધન રાશિ
ધન રાશિથી 5મા ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમારી યોજનાઓ સફળ થશે. અટકેલા કામો પૂરા થશે. આગામી 30 દિવસનું યોગ્ય પ્લાનિંગ કરવું. સંતાનને સફળતા મળી શકે છે. ક્રોધથી બચવું અને સ્વભાવમાં અહંકાર ન આવવા દેવો.
મકર રાશિ
મકર રાશિથી 4થા ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને સરકારી કાર્યોમાં સફળતા મળશે. આર્થિક સ્થિતિ સુધરશે અને આત્મવિશ્વાસ વધશે. જે લોકો બેરોજગાર છે તેમને નોકરી મળી શકે છે. ઘરમાં અશાંતિ ન ફેલાય તેનું ખાસ ધ્યાન રાખવું.
કુંભ રાશિ
કુંભ રાશિથી 3જા ભાવમાં સૂર્યનું ગોચર થશે. તમારા પરાક્રમમાં વધારો થશે અને મિત્રોની મદદથી કામ પૂરા થશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હોવ તો નિર્ણય લઈ શકો છો. વેપારીઓની આર્થિક સ્થિતિ મજબૂત થશે. ક્રોધ પર કાબૂ રાખવો અને સ્વાસ્થ્ય બાબતે બેદરકારી ન રાખવી.
આ પણ વાંચો: ગ્રહોના રાજકુમાર બુધે મીન રાશિમાં કર્યો પ્રવેશ, 4 રાશિના જાતકોને થશે બમ્પર લાભ
મીન રાશિથી 2જા ભાવમાં સૂર્ય ગોચર કરી રહ્યો છે. મિલકત (પ્રોપર્ટી) સંબંધિત લાભ થશે. જો તમે પ્રોપર્ટી ખરીદવા કે વેચવા માંગતા હોવ તો આગામી 30 દિવસ ખૂબ જ મહત્વના છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને માન-સન્માન વધશે. વાણીમાં નમ્રતા રાખવી અને અહંકાર કે કટુ શબ્દોનો પ્રયોગ ટાળવો.


