Astro

ગ્રહોના રાજકુમાર બુધે મીન રાશિમાં કર્યો પ્રવેશ, 4 રાશિના જાતકોને થશે બમ્પર લાભ

By GS Team
11 Apr 20262 mins read
TukuTouch Logo
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહે આજે પોતાની ચાલ બદલીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ગોચરની સાથે જ તમામ 12 રાશિઓ પર તેની અસર શરૂ થઈ ગઈ છે. બુધ ગ્રહ મીન રાશિમાં આશરે 23 થી 25 દિવસ સુધી બિરાજમાન રહેશે, ત્યારબાદ તે આગામી રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે, બુધના આ ગોચરની અસર એપ્રિલના અંત સુધી જોવા મળશે. આ સમયગાળા દરમિયાન લોકોની વિચારસરણી, વાતચીતની શૈલી, નિર્ણય લેવાની ક્ષમતા અને કાર્યશૈલીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને કોમ્યુનિકેશન, બિઝનેસ અને સંબંધો પર તેની સીધી અસર પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગ્રહોના રાજકુમાર બુધે મીન રાશિમાં કર્યો પ્રવેશ, 4 રાશિના જાતકોને થશે બમ્પર લાભ

Budh Gochar 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર ગણાતા બુધ ગ્રહે આજે પોતાની ચાલ બદલીને મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ ગોચરની સાથે જ તમામ 12 રાશિઓ પર તેની અસર શરૂ થઈ ગઈ છે. બુધ ગ્રહ મીન રાશિમાં આશરે 23 થી 25 દિવસ સુધી બિરાજમાન રહેશે, ત્યારબાદ તે આગામી રાશિમાં પ્રવેશ કરશે. એટલે કે, બુધના આ ગોચરની અસર એપ્રિલના અંત સુધી જોવા મળશે. આ સમયગાળા દરમિયાન લોકોની વિચારસરણી, વાતચીતની શૈલી, નિર્ણય લેવાની ક્ષમતા અને કાર્યશૈલીમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને કોમ્યુનિકેશન, બિઝનેસ અને સંબંધો પર તેની સીધી અસર પડશે.

મીન રાશિ

મીન રાશિ ભાવનાઓ અને કલ્પનાશીલતાની રાશિ માનવામાં આવે છે. જ્યારે બુધ આ રાશિમાં આવે છે, ત્યારે વ્યક્તિ વધુ સંવેદનશીલ અને સર્જનાત્મક બને છે. જો કે જ્યોતિષીય દ્રષ્ટિએ બુધ માટે આ સ્થિતિ બહુ મજબૂત માનવામાં આવતી નથી, જેના કારણે ક્યારેક મૂંઝવણ અને નિર્ણય લેવામાં મુશ્કેલી જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો પણ આવી શકે છે. બુધનું આ ગોચર વૃષભ, મિથુન, કન્યા અને મીન રાશિ માટે અત્યંત સકારાત્મક સાબિત થઈ શકે છે.

આજથી આ રાશિઓ માટે સારા દિવસો શરૂ

વૃષભ રાશિ

આજથી તમારી આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળવાના સંકેત છે, જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

મિથુન રાશિ

કરિયરમાં પ્રગતિની નવી તકો મળશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે.

કન્યા રાશિ

સંબંધોમાં સુધાર આવશે. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો મજબૂત બનશે અને પરસ્પર સહયોગ વધશે.

મીન રાશિ

તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. નવા વિચારો અને આયોજન સાથે કામ કરવાથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થશે.

બે રાશિના જાતકો રહે સતર્ક

મેષ રાશિ

આ રાશિના જાતકોએ પોતાના ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો આર્થિક નુકસાન કરાવી શકે છે.

કર્ક રાશિ

માનસિક તણાવ અને ભ્રમની સ્થિતિ પેદા થઈ શકે છે, તેથી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા બે વાર વિચાર કરવો હિતવાહ છે.

આ પણ વાંચો: પંચાંગ મુજબ: એપ્રિલથી જુલાઈ દરમિયાન લગ્નના આટલા જ શુભ મુહૂર્ત, જાણી લો તમામ તારીખો

ધંધા અને કામકાજ પર અસર, શું રાખશો ધ્યાન?

આજથી શરૂ થયેલું આ ગોચર એવા લોકો માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે જેઓ કોમ્યુનિકેશન, મીડિયા, લેખન અથવા વેપાર સાથે જોડાયેલા છે. નવા વિચાર અને અસરકારક વાતચીતને કારણે કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળી શકે છે. બુધના આ ગોચર દરમિયાન ઉતાવળિયા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ. કોઈપણ પગલું સમજી-વિચારીને ભરવું જરૂરી છે. જો તમે સાચી દિશામાં પ્રયત્ન કરશો, તો આ ગોચર તમારા માટે પ્રગતિના ભાગ્યનો દરવાજો ખોલી શકે છે.