Get The App

7 દિવસ બાદ સૂર્યનો શનિના નક્ષત્રમાં પ્રવેશ થશે, આ રાશિના જાતકોને થશે ફાયદો!

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
7 દિવસ બાદ સૂર્યનો શનિના નક્ષત્રમાં પ્રવેશ થશે, આ રાશિના જાતકોને થશે ફાયદો! 1 - image

Surya Nakshatra Parivartan 2025: સૂર્યને તમામ ગ્રહોનો રાજા અને પિતા માનવામાં આવે છે. દર મહિને સૂર્ય ગોચર સાથે નક્ષત્ર પરિવર્તન થાય છે, જેનો દેશ-દુનિયામાં પણ પ્રભાવ પડે છે. દ્રિક પંચાંગ પ્રમાણે સૂર્ય 19 નવેમ્બરે અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 2 ડિસેમ્બર સુધી આ જ નક્ષત્રમાં રહેશે. તમને જણાવી દઈએ કે, સૂર્ય હાલમાં વિશાખા નક્ષત્રમાં છે. બીજી તરફ 19 નવેમ્બરે સૂર્ય જે નક્ષત્રમાં પ્રવેશ કરશે તે નક્ષત્રના સ્વામી શનિદેવ છે. 

જ્યોતિષીઓના મતે સૂર્ય પોતાની ચાલ બદલીને શનિના નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે એક સંયોગથી ઓછું નથી છે. આવી સ્થિતિમાં સત્તા, પદ, સન્માન અને આત્મવિશ્વાસ સાથે સંબંધિત સ્થિતિઓમાં મોટું પરિવર્તન જોઈ શકાશે. સૂર્ય જ્યાં અધિકાર આપે છે, ત્યાં શનિ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે સૂર્યનો શનિના નક્ષત્રમાં પ્રવેશ ઘણી રાશિઓનું કિસ્મત ચમકાવશે. તો, ચાલો જાણીએ આ ખાસ અને ભાગ્યશાળી રાશિઓ વિશે.

મિથુન રાશિ

સૂર્યનું નક્ષત્ર પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે પરિવર્તન, કરિયર, ગ્રોથ અને નામના-ઓળખ લઈને આવશે. અત્યાર સુધી જે કામ અધૂરા રહ્યા હતા, તે હવે ગતિ પકડશે. ઓફિસમાં તમારા નિર્ણયોની પ્રશંસા થશે. સરકારી કાર્યોમાં અવરોધોનો અંત આવશે.

સિંહ રાશિ

સૂર્યના આ નક્ષત્ર પરિવર્તનથી સિંહ રાશિના જાતકો માટે વિદેશ યાત્રા અથવા ઉચ્ચ શિક્ષણ સાથે સબંધિત યોજનાઓને મજબૂત બનાવશે. લાંબી યાત્રાના યોગ બની રહ્યા છે. સરકારી નોકરી કે પ્રમોશનની રાહ જોઈ રહેલા લોકો માટે આ સારો સમય છે. પરિવારના કોઈ વડીલનો તમને સહયોગ મળશે.

આ પણ વાંચો: આ પણ વાંચો: દિલ્હી બ્લાસ્ટ મામલે તૂર્કિયે કનેક્શન! ઉમર અને મુજમ્મિલે લીધી હતી મુલાકાત, ટેલિગ્રામ પર જોડાયા હતા

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકોને ધન અને રોકાણ સંબંધિત ગુડ ન્યૂઝ મળી શકે છે. પૂર્વજોની સંપત્તિથી લાભ થશે. જોકે, કોઈપણ ભાગીદારીમાં સાવધાનીપૂર્વક આગળ વધો. સૂર્ય અને શનિની યુતિ તમારા આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપશે. સંબંધોમાં સ્પષ્ટતા વધશે. તમે તમારા જીવનસાથી અથવા પાર્ટનર સાથે મળીને કંઈક મોટો પ્લાન કરી શકો છો.